યૌન શોષણના આરોપોનો સામનો કરી રહેલાં એમજે અકબરે બુધવારે વિદેશ રાજ્ય મંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. તેમના વિરૂદ્ધ અત્યાર સુધી 16 મહિલાઓએ યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. 20 મહિલાઓ તેમના વિરૂદ્ધ ગુરૂવારે પટિયાલા હાઉસ કોર્ટમાં સાક્ષી બનવા તૈયાર છે. અકબર પર એક સપ્તાહથી રાજીનામાંનું દબાણ હતું. આ વચ્ચે મી ટૂ અભિયાન અંતર્ગત સામનાની તપાસ માટે સરકારે રિટાયર્ડ જજોની કમિટી બનાવવાના બદલે મંત્રીઓના સમૂહ ગઠિત કરવાનું વિચારી રહ્યાં છે.

હું કોર્ટમાં ન્યાય માટે ગયો છું. એવામાં મારું પદ પરથી રાજીનામું આપવું યોગ્ય છે. હું આ ખોટા આરોપો વિરૂદ્ધ લડાઈ લડીશ. યૌન શોષણના આરોપનો સામનો કરી રહેલાં વિદેશ રાજ્ય મંત્રી એમજે અકબરના મામલે ગુરૂવારે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી થશે. અકબરે પ્રિયા રામાણી વિરૂદ્ધ માનહાનિનો કેસ કર્યો છે. પ્રિયાના એક ટ્વીટ બાદથી અકબર વિરૂદ્ધ આરોપો શરૂ થયા હતા. પ્રિયા સહિત 20 મહિલા પત્રકારે અકબર વિરૂદ્ધ સાક્ષી પૂરવા તૈયાર છે.

આ 20 મહિલા પત્રકારોએ એક સંયુક્ત નિવેદન જાહેર કરી કહ્યું કે, “પ્રિયા રામાણી આ લડાઈમાં એકલી નથી. અમે માનહાનિની સુનાવણી કરતી કોર્ટને અનુરોધ કરીએ છીએ કે યૌન શોષણ સાથે જોડાયેલી અમારી વાત પણ સાંભળવામાં આવે.” આ સંયુક્ત નિવેદન પર પ્રિયા રામાણી ઉપરાંત જે 19 મહિલા પત્રકારોએ સાઈન કરી છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.