લોકડાઉનમાં સરકારે ઉદ્યોગોને શરૂ  કરવાની આપેલી છુટછાટથી મેટોડા જીઆઈડીસીનાં ઉદ્યોગકારો ઉત્પાદન શરૂ કરવા તત્ત્પર

પરંતુ રો-મટીરીયલ, લેબરો, ટ્રાન્સપોર્ટેશન સહિતની સુવિધાઓના અભાવે માત્ર ૨૫ ટકા ઉદ્યોગો જ શરૂ થઈ શક્યા

વિશ્ર્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસને ફેલાતો અટકાવવા કેન્દ્ર સરકાર દ્વારા દેશવ્યાપી લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ લોકડાઉનના કારણે જીવન જરૂરી સિવાયના તમામ ધંધા વ્યવસાયો બંધ હોય દેશના અર્થતંત્રને નુકશાન પહોચવા પામ્યું છે. જેથી તાજેતરમાં સરકાર દ્વારા શહેરી વિસ્તાર બહારના ઈન્ડસ્ટ્રીયલ ઉદ્યોગોને ચાલુ કરવાનો નિર્ણય કરાયો છે. આ નિર્ણયના પગલે રાજકોટના ભાગોએ આવેલા મેટોડા આઈડીસીના અનેક ઔદ્યોગિક એકમોનો ફરીથી પ્રારંભ થયો છે.

પરંતુ હાલ આ ઔદ્યોગિક એકમોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. મેટોડા જીઆઈડીસી શરૂ અને બંધ પડેલા ઔદ્યોગિક એકમોને પડી રહેલી મુશ્કેલી અંગે અબતકની ટીમ ગ્રાઉન્ડ જીરો રીપોટીંગ કરીને ઉદ્યોગકારોને પડી રહેલી મુશ્કેલી જાણવાનો પ્રયાસ કર્યો હતો.

  • ફેકટરીનો નવો જન્મ છે: નિશાંત શાહ

IMG 1070

ઇ.પી. કંપોઝિટના ડાયરેકટર નિશાંત શાહ એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેઓ ફાયબર કલાસ, અલગ અલગ પ્રકારના પાઇપ સહિતની વસ્તુઓનું ઉત્પાદન કરે છે. આપણે લોકો પહેલી વખત લોક ડાઉનનો સામનો કરી રહ્યા છીએ. ખાસ તો ઉત્પાદીત માલની એકસપાયરી ડેટને લઇને તમામ પ્રકારના પ્રશ્ર્નો તેમની સામે હતી. ત્યારે હવે પરવાનગી મળ્યા બાદ ૩૦ ટકા કર્મચારીઓ સાથે કામગીરી કરવામાં આવી રહી છે. ખાસ તો હાલમાં ઓછા કર્મચારીઓ સાથે ઓછું ઉત્પાદન થઇ રહ્યું છે. હાલમાં કાચો માલ હોવાથી ઉત્પાદનમાં પ્રશ્ર્ન ઉદભવતો નથી. અને રાજય સરકાર અને કેન્દ્ર સરકારના જે પ્રમાણેના નિયમો છે તેને સંપૂર્ણ પણે પાલન કરી કામગીરી કરવામાં આવશે. હવે હાલમાં જે નિર્ણય લેવામાં આવ્યો છે. સૌના હિતાર્થ જ છે. હજુ પણ આગામી દિવસોમાં નિયમિત પણે ફરીથી ફેકટરીના તમામ કાર્યો શરુ કરવામાં આવશે. લોકડાઉનના સમયમાં તેઓએ વિડીયો કોન્ફરન્સ દ્વારા કંઇ રીતે ફેકટરીને આગળ લઇ જવી તેની ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી. અને સામાન્ય દિવસોમાં જે ટ્રેનીંગ શકય નથી તે ટ્રેનીંગ લોકડાઉન સમયમાં સ્ટાફને આપવામાં આવી હતી. આ ઉ૫રાંત આગામી પડકારો વિશે જણાવ્યું કે, હાલમાં ફેકટરી શરુ થઇ ગઇ છે. તે જ હકારાત્મક બાબત છે આગામી સમયમાં કાચા માલની આવકમાં પણ મુશ્કેલી સર્જાય તેવી શકયતા છે. હાલમાં ફેકટરી થોડો લોસ સાથે શરૂ થયેલી છે.

IMG 1074

  • કોવિડ બાદ ઉદ્યોગ જગતનું રૂખ પૂર્ણતહ બદલાઈ જશે : પરાક્રમસિંહ જાડેજા

020203

જયોતિ સીએનસીનાં પરાક્રમ સિંહ જાડેજાએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતુ કે લોકડાઉન પૂર્વે ઉદ્યોગોની સ્થિતિ ખૂબજ ખરાબ હતી અને લોકડાઉનમાં તો તમામ ઉદ્યોગો બંધ રહેતા હવે નો સમય ઉદ્યોગો માટે બદલાઈ જશે દેશની ઈકોનોમી ડામાડોળ હોવાથી આગામી સમયમાં પણ ઈન્ડસ્ટ્રી માટે પડકાર રૂ પ સાબીત થશે.પરંતુ આ સમયમાં જે ઉદ્યોગકારો પોતાની જાતને અને પોતાના ઉદ્યોગને સંભાળી શકશે તેજ સફળ થશે. જે વિકાસ લક્ષી અભિગમ ધરાવતા ઉદ્યોગો હોય તેના માટે આ સમય ગાળો ઘણી ખરી તકો ને લઈ આવ્યો છે. જેનો સ્વીકાર કરવો જોઈએ ગત વર્ષની સરખામણીમાં ઉદ્યોગોમાં રો-મટીરીયલ વિકટ પરિસ્થિતિનો સામનો નહી કરવો પડે.

નાણાંની અછત ઈન્ડસ્ટ્રીઝ માટે અત્યંત જવાબદાર સાબીત થશે કારણ કે બજારમાં તરળતાનો અભાવ પૂર્વતહ જોવા મળી રહ્યો છે. કોવીડ આવતાની સાથે કોઈ ઉદ્યોગ હવે નાનો કે મોટો રસ્તો નથી જેનામાં ક્ષમતા હશે તે જ આ સમયગાળા દરમિયાન ટકી શકશે. આ સમયગાળા દરમિયાન સ્ટાફનો ખૂબ સારો સપોર્ટ મળ્યો હતો જે અમારા માટે આશિર્વાદ રૂપ સાબીત થયું છે. અંતમાં તેઓએ ટ્રાન્સપોર્ટેશન ડિસ્ટ્રીબ્યુશન ચેનના મૂદે જણાવતા કહ્યું હતુ કે ઉદ્યોગોએ હજુ ઘટતી બધી મંજીલ કાપવાની બાકી છે.

  • અમારી પાસે એડવાન્સ ઓર્ડર અને કાચો માલ હોવાથી કામગીરી ચાલુ જ છે : રૂપેશભાઇ મહેતા

03030

મંગળવાર સીએનસીસીના સી.ઇ.ઓ. રૂ પેશભાઇ મહેતાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ડિફેન્સ લોકડાઉન પહેલા જ તેઓએ તેમની સિસ્ટમ, સોફટવેરને બધાના ઘરે પહોચાડી અને જેના કારણે બધાના ઘરે પહોચાડી અને જેના કારણે ઘણા સુધારાઓ જોવા મળે છે. તેઓની કંપની ડિફેન્સના સાધનોનું ઉત્પાદન કરે છે. હાલમાં કુલ લોકોના ર૦ ટકા સ્ટાફને બોલાવી હાલ કામગીરી શરૂ  કરવામાં આવી છે. આ ઉપરાંત કાચા માલનો પ્રશ્ર્ન હાલમાં ન હોવાથી હાલમાં કામગીરી ચાલુ રાખવામાં આવી છે, સાથો સાથ પરપ્રાંતિય કર્મચારીઓ છે. તેવોને પણ ટુંક સમયમાં બોલાવી કામગીરી વધુ ઝડપે કરવામાં આવશે. હાલમાં તેઓ પાસે એડવાન્સ આર્ડર હોવાથી તેઓને અને કાચા માલનો પ્રશ્ર્ન ન હોવાથી તેવો ઉત્પાદન પર ઘ્યાન આપી રહ્યા છે, હજુ એક મહિના સુધી તેવોને કાચા માલનો પ્રશ્ર્ન ઉદભવશે નહિ, હાલમાં તેવોની સાથે જોડાયેલા કર્મચારીઓને પણ કયાંક કોરોનાને લઇને ડર છે તેને દુર કરવાના પુરો પ્રયત્નો કંપની દ્વારા કરવામાં આવી રહ્યા છે. બે વખત કર્મચારીના શારિરિક તપાસ પણ કરાવેલ છે. આ ઉપરાંત તેઓએ લોકડાઉનમાં મશીન ટુલ્સ મેન્યુફેકચરી એસોશિએશનના ઓનલાઇન સેમીનારમાં ભાગીદાર થયા. સમાજના નાગરીક તરીકે કંઇ રીતે મદદરૂ પ થઇ શકાય. ખાસ તો લોકડાઉનનો સમય ઘરેથી જ કામ કરી વિતાવ્યો હતો. સાથો સાથ હવે એક નવી રાહ મળી છે. કે ઘરે બેસીને કામ કંઇ રીતે થઇ શકે અને હાલમાં તેઓને તેમના માલના ઉત્૫ાદનને લઇ હજુ હાલમાં એક મહિના સુધી કોઇપણ પ્રકારનો પ્રશ્ર્ન નથી.

  • અગાઉથી કાચામાલનો સ્ટોક હોવાથી ફેકટરીનું કામ યથાવત : સનદ કણસાગરા

03030303030

સનરાજ પોલીપ્રિન્ટર્સ એલ.એલ.પી. ના ભાગીદાર સનદ કણસાગરાએ અબતક સાથની વાતચીતમાં જણાવ્યું છે. તેવો પેકેજીંગનો બિઝનેસ કરે છે. ખાસ તો જે રીતે લોકડાઉનની અસરોતો વ્યવસાય પર રહેવાની પરંતુ જેટલી ધારેલી હતી તેનાથી ઓછી અસરો થઇ છે. ફેકટરી શરુ કરવાની પરવાનગી મળ્યા બાદ તેવોએ ૩૦ ટકા સ્ટાફ સાથે કામગીરી શરુ કરી હતી. તેવો બાલાજી, ગોપાલને તેવો પેકેજીંગ સપ્લાય કરે છે.

મેટોડા જી.આઇ.ડી.સી. ની મોટા ભાગની કં૫નીમાં ૮ કે ૧૦ દિવસનો પ્રોસેસ સ્ટોક રાખવામાં આવે છે હાલમાં ફેકટરી ઓછા સ્ટાફ સાથે ઉત્૫ાદન કરી રહી છે. કોવિંદ-૧૯ ની પરિસ્થિતિમાં તેવોએ ભારત સરકારની કામગીરી રાજય સરકાર અને લોકલ લેવલે કલેકટર અને આર.એમ.સી.ની લોકોનો પણ પૂર્ણ સહકાર જોવા મળે છે. આ ઉ૫રાંત હાલના સમયમાં તેવોને નવું એ જાણવા મળ્યું કે તેવો ર૬ ટકા લોકો કંપનીમાં કામ કરે તેની સાથે ૧૦ લોકો ઘરે બેસીને પણ કામ કરી શકે છે. જેથી આગામી દિવસોમાં લોકો ‘વર્ક ફ્રોમ હોમ’પસંદ કરશે. હાલમાં ટ્રાન્સપોર્ટેશન બંધ હોવાથી પરપ્રાંતિય મજુરોને બોલાવવામાં આવ્યા નથી. સવિશેષ લોકડાઉન હળવું થઇ જાય જેથી તેમનો વ્યવસાય ફરીથી ધમધમે તેવી વાત વ્યકત કરી.

  • પોલીપ્લાસ્ટ ઉદ્યોગમાં ઈનહાઉસ સ્ટાફથી ધીમેધીમે પ્રોડકશન શરૂ કરાયું છે

60606060

સાગર પોલીપ્લાસ્ટના પાર્ટનર ડેનીસ કણસાગરા એ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતુ કે અમારૂ  માર્કેટ સમગ્ર ભારતમાં છે. તથા ઘણા દેશોમાં એકસપોર્ટ પણ કરીએ છીએ અમારી ઈન્ડસ્ટ્રીઝમાં માર્ચથી જૂન માસનાં સમયમાં સીઝનનો સમય હોય છે.

લોકડાઉન પહેલા અમે ફૂલ ફોર્મમાં પ્રોડકશન કરતા હતા. ગ્રાહકોને ખરીદી કરવા જવા માટેની મંજૂરી ન હોવાથી અમારી પ્રોડકટ તૈયાર હોવા છતાં તેની ડીલેવરી બંધ રાખવામાં આવી છે. બીજા દેશોમાં પણ લોકડાઉનની સ્થિતિ છે. માટે તે લોકો દ્વારા અપાયેલા ઓર્ડર હાલમાં લોકડાઉનના કારણે નાના મોટા દરેક ઉદ્યોગોને નુકશાની થયેલી છે.પરંતુ માનવજીવન સામે વ્યવસાય મહત્વનો નથી દર ઉનાળાની સિઝનમાં મજરોના પ્રશ્ર્નો તો રહેતા જ હોય છે. પરપ્રાંતીય મજૂરો પોતાના વતન જતા રહે છે.

હાલ ઈન હાઉસ જે લીમીટેડ સ્ટાફ છે. તેનાથી લીમીટેડ પ્રોડકશન કરીએ છીએ. બેંકોએ વ્યાજ માફી આપવી જોઈએ તેવું મારૂમાનવું છે.

  • આંતરરાજયમાં માલ પરિવહન માટે ટ્રાન્સપોર્ટરો તૈયાર નથી, ઉદ્યોગો માટે પડકારરૂપ પ્રશ્ર્ન : તુષાર બારસીયા

70000000

મેટોડા જીઆઇડીસીનો ગ્રાઉન્ડ રિપોર્ટ કરતા સિગ્નોર પોલીમર્સના ડીરેકટર તુષાર બારસીયાએ જણાવ્યું હતું કે, ટ્રાન્સપોર્ટેશન પૂર્ણ રીતે શરુ થયું નથી. જેથી ખાનગી રીતે ગાડી ભાડે રાખી માલ પરિવહનનો પ્રયાસ કરીએ છીએ. પરંતુ આંતરરાજય પરિવહન માટે ટ્રાન્સપોર્ટરો તૈયાર થતાં નથી. જે સમસ્યા છે. સરકાર સમક્ષ અપેક્ષા સાથે માંગ છે કે જયાં કોરોનાની અસર નથી તેવા વિસ્તારોમાં પરિવહન શરુ કરાવવું જરુરી છે. નહીં તો ગુજરાત બહાર વેપાર કરવો કંપનીઓને અધરો પડી જશે. તુષાર બારસીયાએ ઉમેર્યુ હતું કે, ઉઘોગનું ભવિષ્ય હવે શું હશે તે નકકી કરી શકાય તેમ નથી. સરકાર કઇ રીતે છુટ આપે છે? કયાં કયાં છુટ આપે છે ? તેના પર નિર્ભર રહેશે. હાલ કંઇ કહી શકાય તેમ નથી. આશા રાખું છું કે આગામી સમય ઉઘોગકારો માટે બેસ્ટ રહેશે. હાલનો સમય પડકારરૂ પ છે. હાલ જરૂરીયાત જણાઇ તે વિભાગના કર્મચારીઓને જ ફેકટરીમાં બોલાવીએ છીએ.  સેલ્સની કામગીરી કર્મચારીઓ ઘરેથી જ કરે છે શરુઆતી તબકકાના ભાગરુપે પ્રોડકશન વિભાગ શરૂ કર્યુ છે.

  • હિમાલીયા રેફ્રીજરેશન કર્મચારીઓની સેફટી પર ખાસ ઘ્યાન આપે છે : રવિભાઇ ડોડીયા

800000000000

વર્ષ ૧૯૭૮થી કાર્યરત હિમાલયા રેફ્રીજરેશન ઇન્ડસ્ટ્રીઝને કોરોના મહામારીની અસર પડી છે. આ કંપનીના માલિક રવિભાઇ ડોડીયાએ જણાવ્યું હતું કે, એશિયા અને ગલ્ફના દેશોમાં નિકાસ કરીએ છીએ. જેથી ફેબ્રુઆરી માસથી જ માગ ઘટી ગઇ હતી. લોકડાઉનમાં ઓર્ડર સાવ ઘટી ગયા હતા. હાલ છુટછાટ મળતા કં૫નીમાં પેન્ડીંગ ઓર્ડર પુરા કરવાની કામગીરી શરુ કરી છે.

હાલ અહીંના વિસ્તારમાં રહેતા કર્મચારીઓ જ ફકેટરીમાં કામે આવે છે શહેરી વિસ્તારમાં રહેતા કર્મચારીઓની નોકરી ચાલુ થાય તે માટે પ્રયાસ કરી રહ્યા છીએ. રવિભાઇજે જણાવ્યું હતું કે, ભારત સરકાર નિકાસકારોને ખુબ સહકાર આપે છે. એકસપોર્ટસ માટે જે કરે છે તે યોગ્ય છે. જેથી અન્ય કોઇ અપેક્ષા નથી મહત્વનું છે હિમાલયા કંપની કોરોના સંક્રમણને અટકાવવા માટે સચેત છે જેના ભાગરુપે ફેકટરીમાં આવતા દરેક કર્મચારીને સેનેટાઇઝ કરવામાં આવે છે તેના બોડીનું ટેમ્પરેચર માપવા સ્કીનિંગ મશીનની સુવિધા રાખીછે. કર્મચારીઓએ માસ્ક, હેન્ડ ગ્લોઝ પહેર્યા છે કે નહીં તે અંગે પણ તકેદારી રાખવામાં આવે છે. કામના સમયમાં અને ત્યારબાદ પણ કર્મચારીઓ સોશિયલ ડિસ્ટન્ટ જાળવે તેવી સાવચેતી રાખવામાં આવે છે. કર્મચારીઓની સેફટી માટે હિમાલય કંપની ગંભીર હોવાનું જણાયું છે.

  • ટ્રાન્સપોર્ટેશનના અભાવે વેચાણમાં સિઘ્ધો જ ૬૦ ટકાનો ઘટાડો નોંધાયો જે અત્યંક કઠીન છે : ભ્રીગુભાઇ મહેતા

9000000000000

અબતક સાથેની વાતચીતમાં ફુડ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા અને કૃતિકા દેશી ગોળ કંપનીના ભ્રીગુભાઇ મહેતાએ માહીતી આપતા જણાવ્યું હતું કે લોકડાઉન પહેલા ભારતની ફુડ ઇન્ડસ્ટ્રી ખુબ સારી રીતે વિકાસની હરણફાળ ભરી રહી હતી. લોકડાઉન થતાં જ સદંતર નહીવત પહોચતા તેની ઘણી અરસ પહોંચી છે. ઉઘોગો માટે હવે લોજીસ્ટીક સૌથી મોટું પરીબળ બની રહેશે. કારણ કે લોજીસ્ટીક એટલે ટ્રાન્સપોર્ટેશન નહી ખુલે તે કંપનીઓએ માઠી અસરનો સામનો કરવો પડશે.

ફુડ કોમોડીટી ના વ્યવસાયમાં હોવાથી તેમની ચીજવસ્તુઓનું વેચાણ સદંતર ૬૦ ટકા જેટલું ઘટી ગયું છે જે ફુડ ઇન્ડસ્ટ્રી માટે સારા સમાચાર નથી. કારણ કે ૬૦ ટકા જેટલો વેપાર ગુજરાત બહાર કરવામાં આવતો આ તકે ભીગુભાઇએ જણાવતા કહ્યું હતું કે, જો સરકાર આંતર રાજય પરિવહન જીવન જરૂ રીયાત ની વસ્તુ માટે ખોલી નાખે તો ઉઘોગોને ઘણી રાહત પહોચશે પરપ્રાંતિય મજુરો કામ કરતા હોવાથી માત્ર ૫૦ ટકા જ કામ શરુ થયુ છે. વળી હજુ પણ બંધ છે જે ઉઘોગો માટે સતાવતો પ્રશ્ર્નો  છે.

  • તંત્ર પાસેથી પરવાનગી લેવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે સાથો સાથ ઉત્૫ાદનને પણ માઠી અસર પહોંચે છે : ધર્મેશ ભાલડીયા

1000000000

કાવ્યા ઓટો ઇન્ડસ્ટ્રીના માલિક ધર્મેશભાઇ ભારડીયા એ અબતક સાથેની વાતમાં જણાવ્યું હતું કે  લોકડાઉન પહેલા ઉઘોગોની સ્થીતી ખુબ સારી હતી પરંતુ જેમ લોકડાઉન થયું ત્યાર બાદ ઉઘોગોને ઘણી ખરી અસર પહોચવા પામી છે. એક તરફ સરકાર દ્વારા ઉઘોગો શરુ કરવા જણાવ્યું હતું કે બીજી તરફ ઉઘોગોને રાબેતા મુજબ ચાલુ કરવા માટે તંત્ર પાસેથી પરવાનગી લેવામાં ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમજ જે ઓર્ડર મળેલા હોય તો તેને પુર્ણ કરવા અત્યંત કપરું બન્યું છે. ફેકટરીમાં પરપ્રાંતિય મજુર હોવાથી ઓછા કારીગરો સાથે કામ કરવામાં આવતા ઉત્૫ાદનમાં પણ અનેકગણો ઘટાડો જોવા મળ્યો છે.

સરકાર ધંધા રોજગારીને બેઠા કરવા રાહત પેકેજ જાહેર કરે અથવા તો જીએસટીમાં જો છુટછાટ અપાય તો ઘણી ખબી રાહત મળી રહેશે. અંતમાં તેઓએ માહીતી આપતા જણાવ્યું હતું કે પરપ્રાંતિય મજુર વતન ગયા છે તેમને પાછા આવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. ઓટો પાર્ટસેકશનમાં હોવાથી ટ્રાન્સપોટેશનને લઇ જે મુશ્કેલી તો સામનો કરવો પડે છે તેમાં સરકારે વિચારી કાંઇ ફેરફાર કરવા કારણ કે પરિવહન શરુ થશે તો રો-મટીરીયલસ પુરતા પ્રમાણમાં મળશે. હાલ જે સ્ટોકનો ઇસ્યુ આવે છે તેમાં પણ ઘણા પ્રશ્ર્નો ઉદભવિત થઇ રહ્યા છે.

  • રો-મટીરીયલ્સના અભાવથી કંપની ચલાવવામાં મોટી સમસ્યા : વિજયભાઇ વાઘેલા

vijaybhai

મેટોડા જીઆઇડીસીમાં આવેલી જે.કે. ઇન્ડસ્ટ્રીઝ કંપનીના વિજયભાઇ વાઘેલાએ જણાવ્યું હતું કે, તેની કં૫ની મોબાઇલના બ્રેક કવરનું પ્રોડકશન કરે છે. લોકડાઉનને લીધે તમામ પરિવહન  રોકાઇ જતા હાલ તેઓની કંપનીમાં માત્ર ર૦ દિવસ ચાલે તેટલું જ રોમટીરીયલ્સ છે. જેથી રો-મટીરીયલ્સના અભાવથી કંપની કેમ ચલાવવી તે સમસ્યા ઉભી થઇ છે. સરકારે રો-મટીરીયલ સરળતાથી ઉપલબ્ધ કરાવે તેવી અપેક્ષા કંપની ઓનર રાખી રહ્યા છે. સાથે આ લોકડાઉનના લીધે કંપનીને નવેસરથી ધંધો વિકસાવવો પડશે. તદઉપરાંત હાલ ઘણા ઓર્ડર પેન્ડીંગ છે પરંતુ ટ્રાન્સૃપોટેશન ઉપલબ્ધ ન હોવાથી હવે પછી તૈયાર થનાર પ્રોડકટ પણ પડતર રહેશે. તેમજ જો આવ સ્થિતિ લાંબા સમય સુધી રહેશે તો વેપારીઓ ઓર્ડર રદ કરાવી નાખે તેવી શકયતા પણ છે. વિજયભાઇ વાઘેલાએ ઉમેર્યુ હતું કે હાલ કંપનીમાં ઇન હાઉસ રહેતા કર્મચારીઓને જ કામ માટે બોલાવાયા છે. અપડાઉન કરતા કર્મચારીઓને સાવચેતીના ભાગરુપે બોલાવાયા નથી. ફેકટરીમાં આવતા કર્મચારી માસ્ક પહેરે, સોશ્યિલ ડિસ્ટન્ટ રાખે, સેનેરાઇઝનો ઉપયોગ કરે તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.

  • બહારગામના કર્મચારી અને મજૂરોની સમસ્યાનો ઉકેલ લાવવા તંત્રને સહયોગની અપીલ : અરવિંદભાઈ પટેલ

kamalam

અરવિંદભાઈ પટેલ વિશ્ર્વાસ એન્જીનીરીંગના માલીક એ અબતકની મુલાકાતમાં જણાવ્યું હતુ કે, કોઈપણ ધંધો વ્યવસાય એકવાર થોભી ગયા બાદ તેને શરૂ  કરવો એટલે તેની સાથે ઘણા પડકારો આવે છે. લોકડાઉનમાં અમે ઈન્ડસ્ટ્રી શરૂ  કરવાની મંજૂરી સરકાર દ્વારા આપવામાં આવી છે. ત્યારે અમારો મહત્વનો પ્રશ્ર્ન મજૂરો અને કર્મચારીઓનો છે. બહાર ગામથી આવતા મજૂરોને તુરંત કામ પરત આવી શકે તેવી સુવિધા આપવા વિનંતી છે. ધંધામાં હાલ કોઈ તેજી નથી અને મંદી પણ નથી પરંતુ રોટેશન મૂજબ વધારે કામ ચાલુ થઈ શકે તેવી સ્થિતિની જરૂ ર છે. અમારી ઈન્ડસ્ટ્રીને હાલ તંત્ર, કર્મચારીઓ, બેંકો તેમજ સરકાર પાસેથી ખૂબ સારો સહયોગ મળે તેવી મારી નમ્ર અપીલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.