- મેટોડાની ગોપાલ નમકીનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
- ગોપાલ નમકીનમાં લાગી ભીષણ આગ, ધુવાડાના ગોટે-ગોટા ઉડ્યા
રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના મેટોડા જીઆઇડીસીમાં ગોપાલ નમકિન ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. આથી ફાયર ફાઇટરો દોડી ઘટના સ્થળે પહોંચ્યા છે. આ દરમિયાન ફાયરના સ્ટાફે આગને કાબૂમાં લેવાની કાર્યવાહી શરૂ કરી છે. આગના બનાવને કારણે ગોપાલ નમકિન ફેક્ટરીના સ્ટાફમાં અફરાતફરી મચી ગઈ છે. તેમજ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા છે.
એક કિમી દૂર ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા
આગ એટલી વિકરાળ લાગી છે કે, ધૂમાડાના ગોટેગોટા નીકળી રહ્યા છે અને એક કિમી દૂરથી ધૂમાડા જોવા મળી રહ્યા છે. તેમજ ફાયરના જવાનો દ્વારા આગ પર પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. જો કે, આગ ક્યાં કારણોસર લાગી તે હજુ બહાર આવ્યું નથી.