તબીબ દંપતીને ઇન્સ્ટ્રાગ્રામમાં બિભત્સ મેસેજ મોકલી બદનામ કરતો
રાજકોટ જીલ્લાના લોધીકા તાલુકાના મેટોડા ખાતે કલીનીક ધરાવતા મહિલા તબીબને સોશ્યલ મીડીયાના ફેંક આઇ.ડી. મારફતે બિભત્સ મેસેજ કરી તેના સ્કીન શોટ મહિલા તબીબના પતિને મોકલી બ્લેક મેઇલીંગ કરાતા હોવાની ફરીયાદ નોંધવામાં આવી છે.
વધુ વિગત મુજબ લોધીકા તાલુકાના મેટોડા ખાતે કલીનીક ધરાવતા મહીલા તબીબનો સોશ્યલ મીડીયા ના પ્લેટફોર્મ પર ફેક આઇડી મારફતે રીકવેસ્ટ મોકલેલી તે રીકવેસ્ટ એકસેપ્ટ કરી નથી તે ફકત મેસેજ જોયો હતો બાદ તે જ એકાઉન્ટમાંથી મહિલા તબીબીના પતિ ના ઇન્સ્ટ્રાય્રામ એકાઉન્ટ પર મને કરેલા મેસેજનો સ્કીન શોટ મોકલ્યો હતો બાદ તબીબ દંપતિમાં મેસેજ બાબતે વાતો કરી હતી. બાદ બન્નેના એકાઉન્ટમાં બિભત્સ માંગણી કરતા મેસેજ મોકલી બદનામ કરવાના ઇરાદે તે મેસેજોનો સ્કીનશોટ પાડી ફરીયાદીના પતિ અને પરિવારજનોને મોકલી બદનામ કર્યાની અંગેનુ ફરીયાદમાં જણાવ્યું હતું.
પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી ધરપકડ કરવા પેએસઆઇ કે.વી. પરમાર સહીતના સ્ટાફે તપાસનો ધમધમાટ આદર્યો છે.