• રૂા.33.84 લાખની કિંમતનો 33,840 બોટલ દારૂ સાથે ત્રણ શખ્સોની ધરપકડ: પીએસઆઇ કુલદીપસિંહ ગોહિલ અને ટીમને મળી સફળતા

લોધીકા તાલુકાના મેટોડા-જીઆઇડીસી વિસ્તારમાં ટ્રકમાં મીઠાની આડમાં વિદેશી દારૂની હેરાફેરીનો મેટોડા પોલીસે પર્દાફાશ કરી રૂા.33.84 લાખની કિંમતનો 33,840 બોટલ વિદેશી દારૂ સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરી રૂા.44 લાખનો મુદ્ામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી કરી છે. પોલીસની પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ જિલ્લામાં દારૂબંધીનો કડક અમલ કરવા એસ.પી. જયપાલસિંહ રાઠોડે આપેલી સૂચનાને પગલે મેટોડા પોલીસ મથકના પીએસઆઇ કુલદીપસિંહ ગોહિલ સહિતના સ્ટાફે પેટ્રોલીંગ હાથધર્યું હતું

ત્યારે જીજે-36-વી-2060 નંબરની ટ્રકમાં અમરેલીનો મેહુલ ઉર્ફે લાલો, રમેશ ચાવડા નામનો શખ્સ વિદેશી દારૂનો જથ્થો લઇને રાજકોટ તરફથી આવી રહ્યાની હેડ કોન્સ્ટેબલ યોગીરાજસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે સ્ટાફે હાઇવે પર આવેલી પાઠક સ્કૂલ પાસે હેડ કોન્સ્ટેબલ છત્રપાલસિંહ જાડેજા, મયુરસિંહ ઝાલા, કોન્સ્ટેબલ લક્કીરાજસિંહ જાડેજા, રાજદીપસિંહ ગોહિલ અને રવુભાઇ ગીડા સહિતના સ્ટાફે વોંચ ગોઠવી હતી. ત્યારે પૂરપાટ ઝડપે આવતા ટ્રકને અટકાવી તલાસી લેતા જેમાં મીઠાની આડમાં છૂપાવેલો 33.84 લાખની કિંમતનો 33,840 બોટલ દારૂ સાથે અમરેલીના મેહુલ ઉર્ફે લાલો ચાવડા, અમદાવાદનો જીમીત પટેલ, યુ.પી.નો ગજશેન કેવટની ધરપકડ કરી રૂા.44 લાખનો મુદ્ામાલ કબ્જે કરી આ દારૂનો જથ્થો મોકલનાર રાહુલ અને મુકેશ વસોયાને પહોંચાડવાનો હોવાની કબૂલાત આપતા બંનેની શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.