નરી આંખે બુધવાર સંધ્યાસમયથી પરોઢ સુધી ઉલ્કાવર્ષા જોઈ શકાશે

અબતક,રાજકોટ

ભારતમાં મંગળવારે લોકો લાંબામાં લાંબી રાત્રિનો અનુભવ કરશે અને બુધવારે દુનિયાભરના લોકોને ઉર્સિડ્સ ઉલ્કાવર્ષાનો અવકાશી નજારો જોવા મળશે . બે દિવસીય ખગોળીય ઘટનાનો અનુભવ , નિહાળવાનો અવસર છે . વર્ષ 2021 નો આખરી ઉલ્કાવર્ષા નજારો નિહાળવા ખોળપ્રેમીઓ થનગની રહ્યા છે . સ્વચ્છ આકાશમાં નરી આંખે જોઈ શકાશે . રાજય ખગોળીય ઘટના સંબંધી જાણકારી આપવા ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ કરી છે . ’ જાથા ’ ના રાજય ચેરમેન જયંત પંડયાએ જણાવ્યું છે કે  તા . 22 મી બુધવાર રાત્રિના સાડા નવ કલાકે ઉસિંડ્સ ઉલ્કાવર્ષા પડતી નજરે જોઇ શકાશે . તા . 26 મી સુધી ક્રમશ: ઉલ્કાવર્ષા પડતી જોવા મળશે . દુનિયાભરમાં દેશ – વિદેશમાં કલાકમાં 10 થી 50 અને વધુમાં વધુ 100 ( એકસો ) ઉલ્કાવર્ષા દિવાળીની આતશબાજીના દ્રશ્યો જેવી અવકાશમાં જોવા મળે છે . અવકાશી અજ્ઞાનતાના કારણે આકાશમાં અગ્નિના બિહામણા દ્રશ્યો જોઈ અમુક લોકો અચંબા સાથે હોનારત જેવો ભય અનુભવે છે . વાસ્તવમાં અવકાશમાં ઉલ્કાનો રીતસર વરસાદ જોવા મળે છે.

વધુમાં પડયા જણાવે છે કે ઉર્સિડ્સ ઉલ્કાવર્ષાનો વરસાદની મહત્તમ તા . 22 બુધવાર એક દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે . નરી આંખે સ્વચ્છ આકાશમાં સ્પષ્ટ નજારો જોઈ શકાય છે . ઉલ્કાવર્ષા નિહાળવા સંધ્યા સમયથી વહેલી પરોઢનો સમય શ્રેષ્ઠ છે . મોટેભાગે વહેલી પરોઢે મહત્તમ ઉલ્કા વરસાદ જોવા મળે છે . ઉત્તર , પૂર્વ દિશા જોવામાં શ્રેષ્ઠ છે . ચારેય દિશામાં ગમે ત્યારે દિવસે – રાત્રે ઉલ્કાવર્ષા થાય છે . બુધવારે ઉલ્કાવર્ષા જોવાનુ ચુકશો નહિ . ખગોળપ્રેમીઓ દરિયાઈ કિનારે તથા પર્વતીય – ખડકાળ , નિર્જન જગ્યાને પસંદ કરી પડાવ નાખશે . ઈન્ટરનેશનલ મેટીયોર ઓર્ગેનાઈઝેશન ઉલ્કા પડવાની નોંધ રાખે છે . સેક્ધડની ગણતરીમાં દિવાળીની આતશબાજી , રંગબેરંગી ફટાકડાના દ્રશ્યો આકાશમાં જોવા મળશે . વિશેષમાં જયંત પંડયાએ જણાવ્યું કે ઉર્સિડ્સ ઉલ્કાવર્ષા દુનિયાના અમુક ભાગોમાં રીતસર વરસાદની જેમ પડશે . શરૂઆતમાં રાત્રે દર કલાકે 5 થી 10 કરતા વધીને 50 થી 100 ઉલ્કા ખરતી જોવા મળશે . તેની ઝડપ પ્રતિ સેક્ધડ 35 કિ.મી. ઝડપે વધીને 130 કિ.મી. ઝડપે પડશે . મધ્યરાત્રિ પહેલા અને વહેલી પરોઢે સ્પષ્ટ જોઈ શકાશે . આ નજારો જોવા મળે તો જીંદગીનો રોમાચક અનુભવ ગણાશે . ઉલ્કા જયારે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે ત્યારે તેને મેટીયોર ઉકા તરીકે ઓળખવામાં આવે છે . પૃથ્વી ઉપર રોજની લગભગ 40 ટન જેટલી ઉલ્કાઓ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે . દૂરબીન , ફાયરબોલ ફોટોગ્રાફી , ડીઝીટલ વિડીયોગ્રાફીથી થઈ શકે છે . અંતમાં રાજયના લોકોને સ્પષ્ટ આકાશમા ઉલ્કાવર્ષા નિહાળવા જાથાએ અપીલ કરી છે . જાથાએ રાજયમાં મુખ્ય કાર્યાલય અને શાખાઓમા આયોજનો કર્યા છે . વિશેષ માહિતી માટે મો . 98252 16689 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.