6 સ્ટેટ તથા 100થી વધુ શાળા સાથે મેટબુક XR સંકળાયેલુ 

આલ્ફાબેટ ધ લર્નિંગ સિસ્ટમ દ્વારા વિદ્યાર્થીઓને એડવાન્સ ટેકનોલોજીથી સજ્જ વર્ચ્યુલી રિયાલિટી બેઝ મેટાબુક XR સંપૂર્ણ અભ્યાસ પૂરું પાડે છે. હાલ રેસકોસ ગ્રાઉન્ડ ખાતે ટ્રેડ ફેરમાં મેટાબુક XRનો વિદ્યાર્થીઓને વર્ચ્યુલી રિયાલિટી ડેમો મળી રહે તેવા હેતુસર ડોમ અમાં 23નં નો સ્ટોલ રાખવામાં આવ્યો છે.મેટાબુક XR લેટેસ્ટ ટેકનોલોજીથી સજ્જ એજ્યુકેશન સિસ્ટમ છે.6 સ્ટેટ તથા 100થી વધારે શાળાઓ સાથે મેટબુક XR સંકળાયેલું છે.

માત્ર 19 મિનિટમાં વિદ્યાર્થીને અભ્યાસની સમજણ પૂરી પાડે છે.વિદ્યાર્થીઓને મેટાબુક XRથી ગિરિરાજ, અંબિકા ટાઉન્સિપ,મોદી સ્કૂલ પાસે,રાજકોટ ખાતે અવગત કરવામાં આવે છે.વિદ્યાર્થીઓને  સંપૂર્ણ અભ્યાસ પૂરો પાડવા પાછળ ટેકનોલોજીનો ખુબ સારો ભાગ ભજવી રહી છે.હાલના સમયમાં કોઈ પણ અભ્યાસ વ્યવસ્થિત સમજી અને તેનો સંગ્રહ મગજમાં ઉતારવો એ પણ મેટાબુક XR વડે વિદ્યાર્થીઓ સરળતાથી શિખી શકે છે.

આલ્ફાબેટ ધ લર્નિંગ સિસ્ટમના આદિત્યએ જણાવ્યું કે,બાળકોને વર્ચ્યુઅલ અનુભવ સાથે અભ્યાસ પૂરો પાડવાની આમરી નેમ છે.ઓછા સમયમાં ગુણવત્તા વાળું શિક્ષણ મેટાબુક XR પૂરું પાડી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.