‘કોસ્ચ્યૂમ ઇન્સ્ટિટ્યૂટ ગાલા’ તરીકે ઓળખાતી ‘મેટ ગાલા’ કે ‘મેટ બૉલ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. દર વર્ષે મે મહિનાના પહેલા સોમવારે યોજાતી આ ફેશન ઇવેન્ટ ન્યૂ યોર્કના મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ્સ કોસ્ચ્યૂમ ઇન્સ્ટિટ્યૂટમાં યોજાય છે. વાસ્તવમાં 1948થી યોજાતી આવતી આ એક ફંડ રેઝિંગ ઇવેન્ટ છે. ફેશન અને લાઇફસ્ટાઇલ મેગેઝીન ‘વોગ’ આ ઇવેન્ટને ઓર્ગેનાઈઝ કરે છે.
આ કોસ્ચ્યૂમ એક્ઝિબિશનમાં દર વર્ષે અલગ-અલગ થીમ હોય છે અને તે મુજબ મહેમાનો ડ્રેસિંગ કરીને આવે છે. આ વખતની થીમ ‘કેમ્પઃ નોટ્સ ઓન ફેશન’ હતી. આ ઈન્વિટેશન ઓન્લી હાઈપ્રોફાઈલ ઇવેન્ટમાં કોસ્ચ્યૂમ એક્ઝિબિશનની સાથે ડિનર પાર્ટી પણ હોય છે. રેડ કાર્પેટ બાદની પાર્ટીના કોઈપણ ફોટો સોશિયલ મીડિયા પર શેર કરવા પર છેલ્લાં ત્રણ વર્ષથી પ્રતિબંધ છે.
બોલિવુડની બે સૌથી મોટી અભિનેત્રી એટલે કે દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપડાએ હાલમાં જ ગાલા મેટ 2019માં જઈ ધમાકો કરી દીધો. બંને પોતાના લુકમાં ઘણી શાનદાર લાગી રહી હતી અને ચર્ચાનો વિષય બનેલી હતી. પ્રિયંકા ચોપડાએ પોતાના ડિફરન્ટ લુકથી લોકોને ચોંકાવ્યા તો દીપિકા પાદુકોણ એક રાજકુમારીના લુકમાં ઘણી સુંદર અને બાર્બી ડૉલ જેવી લાગી રહી હતી. પ્રિયંકા ચોપડા સાથે તેના પતિ નિક જોનસ પણ જોવા મળ્યા હતા. હાલમાં એવા ઘણા ફોટા વાયરલ થઈ રહ્યા છે જે તેમના ફેન્સને દિવાના બનાવી દેશે.