ઓસ્કાર હોય અથવા ગોલ્ડન ગ્લોબ્સ, બોલીવુડની દેશી ગર્લ Priyanka Chopra ને ખબર છે કે, તેમને આંતરરાષ્ટ્રીય ઇવેન્ટમાં રેડ કાર્પેટ પર પોતાના લુકથી લોકોને કેવી આકર્ષિત કરવાના છે. એક વાર ફરીથી પ્રિયંકા ચોપરાએ હોલીવુડ સ્ટારની વચ્ચે મેટ ગાલા ૨૦૧૭ માં પોતાના સેક્સી અને હોટ લુકથી બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે.
પ્રિયંકા ચોપરા પ્રથમ બોલીવુડ અભિનેત્રી છે જેણે Met Gala માં એન્ટ્રી મળી હોય. પ્રિયંકા ચોપરાનું આ ઇવેન્ટમાં સામેલ થવું એટલા માટે ખાસ છે કેમકે તેમાં હોલીવુડની કેટલીક સેલિબ્રિટીઓનો જ સમાવેશ થાય છે.
કાલે સાંજે આયોજિત આ સમારોહમાં પ્રિયંકા ચોપરા પર રેડ કાર્પેટ પર Ralph Lauren ના ખાખી ટ્રેન્ચ કોટમાં પહોંચી હતી. પ્રિયંકા ચોપરાએ આ ગાઉનની સાથે બ્લેક બુટ પહેર્યા હતા. પ્રિયંકા ચોપરાને આંખો પરનો સ્મોકી મેકઅપ તેમને વધારે સુંદર બનાવી રહ્યો હતો.
પોતાના આ સેક્સી લુકથી પ્રિયંકા ચોપરાએ હોલીવુડની મોટી અભિનેત્રીઓને પણ પાછળ છોડી દીધા છે. તેમના આ લુકના કારણે આંતરરાષ્ટ્રીય મીડિયામાં પણ તેમની ચર્ચાઓ થઈ રહી છે.
અમેરિકન ટીવી સીરીઝ Quantico માં પોતાની એક્ટિંગથી બધાને આકર્ષિત કરનારી પ્રિયંકા ચોપરાએ કોલર કોટ પહેર્યો અને પોતાની લેફ્ટ સાઈડનું બટનને ખૂલું રાખ્યું હતું. તેની સાથે પ્રિયંકા ચોપરાએ કાનમાં લાંબા ઈયરરિંગ્સ પહેરી હતી.