આવતીકાલે ફ્રાન્સ અને મોરોક્કો વચ્ચે બીજો સેમિફાઇનલ, જીતનારી ટીમ ફાઇનલમાં આર્જેન્ટિના સામે ટકરાશે

 

પીફા વિશ્વ કપ હવે અત્યંત રોમાંચક તબક્કામાં આવી પહોંચ્યો છે જેમાં પ્રથમ સેમિફાઇનલ આર્જેન્ટિના અને ક્રોસિયા વચ્ચે રમાયો હતો જેમાં આર્જેન્ટિનાની ટીમે ક્રોસિયાને 3-0થી માત આપી ફાઇનલમાં ધમાકેદાર પ્રવેશ કર્યો છે ત્યારે આવતીકાલે બીજો સેમિફાઇનલ ફ્રાન્સ અને મોરોક્કો વચ્ચે રમાશે જેમાં જીતનારી ટીમ ફાઇનલમાં આર્જેન્ટિના સામે ટકરાશે.

પ્રથમ સેમી ફાઈનલ ક્રોએશિયા અને આર્જેન્ટિના વચ્ચે રમાઈ હતી. જાણીતા ફૂટબોલ પ્લેયર લોકચહિતા મેસ્સીની આગેવાનીમાં આર્જેન્ટિનાની ટીમે 3 ગોલ કર્યા હતા. જેમાં પ્રથમ ગોલ જ ટીમ સુકાની મેસ્સી દ્વારા કરવામાં આવ્યો હતો. મેચમાં ક્રોએશિયાએ એક પણ ગોલ કરી શક્યું નહતું.. આખરે મેચ પૂરી થતા આર્જેન્ટિનાએ ક્રોએશિયાને 3-0થી હરાવ્યું હતું. અને ફાઈનલમાં ધમાકેદાર પ્રવેશ મેળવ્યો હતો.પ્રથમ સેમિફાઇનલ મેચમાં મેસ્સીએ પ્રથમ ગોલ મેચના 34મી મિનિટમાં જ કર્યો હતો. આર્જેન્ટિનાના સ્ટાર ખેલાડી લિયોનેલ મેસીએ પેનલ્ટી કોર્નર પર આ ગોલ ફટકાર્યો હતો. ફિફા વર્લ્ડકપ 2022માં મેસ્સીનો આ પાંચમો ગોલ હતો. ફિફા વર્લ્ડકપ ઈતિહાસમાં મેસ્સીના 11 ગોલ થયા હતા . મેચમાં જુલિયન અલ્વારેઝે આર્જેન્ટિના માટે બીજો ગોલ કર્યો હતો. જુલિયન અલ્વારેઝે આ ગોલ 39મી મિનિટે કર્યો હતો.

મેચના પ્રથમ હાફના અંત સુધીમાં આર્જેન્ટિનાની ટીમ 2-0થી આગળ હતી. આ પછી બીજા હાફમાં લિયોનેલ મેસીએ પોતાનો બીજો અને 58મી મિનિટે ટીમ માટે ત્રીજો ગોલ ચૂકી ગયો. જો કે લિયોનેલ મેસીએ 69મી મિનિટે જુલિયન આલ્વારેઝને બોલ પાસ કર્યો અને આ યુવા ખેલાડીએ કોઈ ભૂલ કર્યા વગર ગોલમાં પરિવર્તિત કર્યો હતો અને મેચમાં તેનો બીજો ગોલ હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ફીફા વર્લ્ડ કપ હાલ કતારમાં દેશમાં રમાઈ રહ્યો છે. જેની શરૂઆત 20 નવેમ્બર 2022રોજ થઈ હતી. હાલ આ મુકાબલો સેમી ફાઈનલના તબક્કામાં પહોંચી ગયો છે.આ વખતના યજમાન દેશ કતાર રમતમાંથી બહાર નીકળી ગયું છે. અત્યાર સુધીના ફીફા વર્લ્ડ કપના ઇતિહાસમાં આ પ્રકારની ઘટના પ્રથમ વખત બની છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.