માત્ર ૯ વર્ષની વયે ગામડે ગાયમાતાની સેવાથી શરૂઆત કરનાર આજે દરરોજ ચાર-પાંચ ગાંડાઓની સેવા કરે છે
નંદલાલભાઈ અમરશીભાઈ વાઘેલા ઉ.વ.૩૯ મૂળ કાલાવડ તાલુકાના મોટાવડાળા ગામે જન્મ થયો માત્ર ૯ વર્ષની વયે ગાયમાતાની સેવા કરીને સમગ્ર પંથકમાં સેવા ભાવી છોકરાની ખ્યાતી મેળવી હતી. હાલ તેઓ છેલ્લા ઘણા વર્ષોથી ગાંધીગ્રામમાં અક્ષરનગરમાં રહે છે. છેલ્લા પાંચ વર્ષથી શહેર કે આસપાસનાં વિસ્તારોમાં રખડતા-ભટકતા ગાંડાઓની અનોખી સેવા કરી રહ્યા છે.
ટીવી-ફ્રિઝ-રીપેરીંગનાં કુશળ કારીગર અડધો દિવસ કુટુંબ નિર્વાહ માટે કામ કરે છે ને બાકીનો સમય ગાય માતાને ગાંડાઓની સેવા કરવામાં વિતાવે છે. તેમની સાથે એક થેલી હંમેશા ભેગી હોય જેમાં કપડા-સાબુ-ચંપલ, નેલકટર, દાઢી વાળ કટીંગનો સામાન પાટાપીડી ડેટોલ વિગેરે સામાન હોય છે. જેવો ગાંડો મળ્યો કે તુરંત જ તેને નવડાવીને સ્વચ્છ કરીને વસ્ત્રો પહેરાવે છે.
નંદલાલભાઈ વાઘેલાએ અબતક સાથેની વાતચિતમાં જણાવેલ કે મને લોકોનો સહયોગ બહુ જ મળે છે. લોકો વસ્તુના સ્વરૂપમાં દાન આપે છે. હું રોકડા પૈસા લેતો નથી કપડાની જોડીની તો આખી પતરાની કેબીન ભરાય ગઈ છે. લોકો કિડીયારૂ પૂરવા સુજીનોલોટ ખાંડ દળેલી ગોળ ખાલી નારિયેરન ત્રોફા આપી જાય છે.
કિડીયારૂ પૂરવા નંદલાલભાઈનો આઈડયા સારો છે જેમાં ખાલી નારીયેરના ત્રોફામાં સુજીન લોટ દળેલી ખાંડ ભરીને ગોળનું શીલ કરીને હજારોની સંખ્યામાં હાઈવે ઉપર તેઓ નાના જીવજંતુ માટે મૂકી આવે છે. માત્ર ચૈત્ર મહિનામાં જ એક ટન જેવા નારીયેર તૈયાર કરીને તેઓ એ મૂકયા હતા.
નંદલાલભાઈ વાઘેલાનો આખો દિવસ સેવામાં પસાર થઈ જાય છે. મુશ્કેલીમાં માણસને મદદ કરવી તે જ તેનો ધર્મ છે. તેઓ રાજકોટના વિવિધ વિસ્તારોમાં ગાંધીગ્રામ-પુનીત-બાલાજી હોલ, કે.કે.વી. ચોક, માર્કેટીંગ યાર્ડ, જંકશન , પાણીનો ઘોડો, જયુબેલી, આજીડેમ ચોકડી ઉપરાંત પડધરી, ચોટીલા, શાપર-વેરાવળ જેવા વિસ્તારોમાં પણ ગાંડાની સેવા કરે છે.
ગાંડા-મંદબુધ્ધીના લોકો ઉપરાંત કચરો ખાતી રખડતી-ભટકતી ગાયોને નિયમિત લીલુ ઘાસ નાખીને નાંખી સેવા નંદલાલભાઈ કરે છે. એક શિવરાત્રે મહાદેવનાં દર્શન કરવા ગયેલ નંદલાલભાઈ ગાંડાને જોઈ જાય છે. ને મનમાં વિચાર આવે છે કે આવા લોકોની કોણ સેવા કરે…ને શરૂ થયું એક અભિયાન રોજ ચાર પાંચ આવા લોકોની સેવા નંદલાલભાઈ કરવા લાગ્યા.
રસધરાવતા કે સેવામાં યોગદાન આપવા માટે તમે પણ નંદલાલભાઈ વાઘેલાના નંબર ૯૨૭૫૦ ૮૭૪૧૦ ઉપર સંપર્ક સાધી શકો છો. સાચી-નોખી કે અનોખી સેવાના ભેખધારી નંદલાલભાઈ વાઘલેને એક સલામ