શહેરના મહાનુભાવોએ સાઈકલ ચલાવી શહેરને ફીટ એન્ડ ફાઈન રહેવા કરી અપીલ: સાઈકલોફન અને મેરેથોનમાં ભાગ લેવા શહેરીજનો તલપાપડ
રાજકોટને ફીટ એન્ડ ફાઈન તેમજ હર્યુંભર્યું બનાવવાના ઉમદા હેતુથી રોટરી ક્લબ ઓફ રાજકોટ મીડટાઉન દ્વારા ૧૫ ડિસેમ્બરે સાઈકલોફન અને ૨૯ ડિસેમ્બરે મેરેથોન ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન ૨૭ નવેમ્બરે સમી સાંજે રેસકોર્સ ખાતે પ્રિ-સાઈકલોફન પ્રમોશન ઈવેન્ટ નામના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહાનુભાવોએ સાઈકલસવારી કરી લોકોને ગ્રીન એન્ડ ક્લિન રાજકોટનો મેસેજે આપ્યો હતો. ડિસેમ્બર મહિનામાં આયોજિત થનારા આ બન્ને કાર્યક્રમમાં ભાગ લેવા માટે શહેરીજનોમાં અદ્ભુત ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
પ્રિ-સાઈકલોફન ઈવેન્ટમાં ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, ઉદ્યોગપતિ મૌલેશભાઈ ઉકાણી, સવન બિલ્ડર્સના વિપુલભાઈ ગજેરા, અશોકભાઈ ગજેરા, ડેપ્યુટી કમિશનર ચેતનભાઈ નંદાણી, કરણભાઈ શાહ, ગેલેક્સી ગ્રુપના રશ્મીભાઈ પટેલ, અમિનેશભાઈ રૂપાણી , સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશનના પ્રમુખ અજયભાઈ પટેલ ઉપરાંત રાજકોટ સાઈકલ ક્લબ ફેમિલી અને રોટરી મીડટાઉન ફેમિલીના સભ્યોએ ખાસ ઉપિસ્થત રહી રેસકોર્સ ફરતે સાઈકલનો રાઉન્ડ લગાવ્યો હતો અને શહેરીજનોને ગ્રીન રાજકોટ, ક્લિન રાજકોટનો સંદેશ આપ્યો હતો. આ બન્ને ઈવેન્ટને સફળ બનાવવા માટે રાજકોટ સાઇકલ કલબના સભ્યો, રોટરી કલબ મિડટાઉન, રાજકોટ રનર્સ કલબના સભ્યો સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.