મહિલા કલાકાર રીટાબેન ચૌહાણના કંઠે ભજનોની ભભક, લોકગીતોના લહેકા અને લગ્નગીતોનો માંગલિક સૂર વહેતો થશે
અબતક ચેનલ દ્વારા પ્રસ્તુત કલા રસીક દર્શકોનો અતિલોક પ્રિય કાર્યક્રમ ‘ચાલને જીવી લઇએ’માં રજુ થતાં કલાકારો પોતાની આગવછી કલાથી સૌરાષ્ટ્ર, ગુજરાત, દેશ અને વિદેશમાં વસતા ગુજરાતીઓને મંત્રમુગ્ધ કરી છે. આપણા લોકસંગીતને લોકો વધુને વધુ માણે સાથે સાથે ખુબ જ સારા અપ્રચલિત કલાકારોને પોતાની કલા છેવાડાના લોકો સુધી પહોચાડયા માટેનું પ્લેટ ફોર્મ પુરુ પાડવા ‘અબતક’ ચેનલનો હમેશા પ્રયાસ રહ્યો છે.
‘ચાલને જીવી લઇએ’ કાર્યક્રમમાં આજે પ્રસિઘ્ધ મહિલા કલાકાર રીટાબેન ચૌહાણ ભજનો, લોકગીતો, લગ્ન ગીતોનો રસથાળ લઇને આવી રહ્યા છે. તેઓ છેલ્લા ૧૬ વર્ષથી સંગીત ક્ષેત્રે કાર્યરત છે. ગુરુ અંબાલાલ પોમલ પાસે સંગીનની શિક્ષા મેળવી સંગીત વિશારદ સુધીની શિક્ષા મેળવી છે. તેઓ ભજન, લોકસંગીત, સુગમ સંગીતના જાહેર કાર્યક્રમો કે જેમાં પ્રસિઘ્ધ સંગીતકાર પંકજ ભટ્ટ, લોકગાયક બિહારીભાઇ ગઢવી, લલીતાબેન ઘોડાદ્રા વગેરે ની ઉપસ્થિતિમાં કાર્યક્રમો રજુ કર્યા છે.
રાજય સરકારના સાંસ્કૃતિક વિભાગ દ્વારા યોજાતા યુવા મહોત્સવ અંતર્ગત, શાસ્ત્રીય ગાયન અને વાદન સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ છે.
ઉપરાંત શહેરમાં યોજાતા લોકમેળામાં પોતાની કલા દ્વારા લોકોનું મનોરંજન તેમજ ગણેશોત્સવ, નવરાત્રી મહોત્સવમાં પણ છેલ્લા ઘણા વર્ષોથી લોકસંગીત, ગીત, લોકગીતના કાર્યક્રમો દ્વારા લોકચાહના મેળવનાર રીટાબેનએ સંસ્કૃતમાં એમ.એ.બી.એડ સુધીનો અભયાસ કર્યો છે. આકાશવાણી પર પણ અનેક વખત પોતાની કલા રજુ કરનાર મહિલા કલાકાર રીટાબેન ચૌહાણ ચાલને જીવી લઇએ માં કંઠના કામણ કરશે.
આજે પ્રસ્તુત થનાર સુમધુર કૃતિઓ
- * મેરૂ તો ડગે જેના મનડા….
- * ધુણી રે ધખાવી….
- * કાનજી તારી મા કહેશે….
- * મારા તે રતનનો ચોર રે….
- * મને લાગે છે વ્હાલો….
- * મારી શેરી એથી કાન કુંવર…
- * હરિ દાણ માગે કાનુડો દાણ માગે…..
- * માથે મઢુકડી મહીની….
- * કંકુ છાંટી કંકોતરી….
- * સાંજ પડીને ઝાલર વાગી….
- * હજારો હાથીડા…..
આ કાર્યક્રમ રાત્રે ૮ કલાકે અબતક ચેનલ, યુ-ટયુબ અને ફેસબૂક પર લાઈવ નિહાળી શકશો
- ઈન કેબલ ચેનલ નં.૫૬૧
- ડેન નેટવર્ક ચેનલ નં.૫૬૭
- મુંબઈ સેવન સ્ટાર ચેનલ નં.૫૪૦
- સુરત રિયલ જીટીપીએલ ચેનલ નં.૯૮૩ અને ૩૫૦