દર વર્ષે ૨૫ ડિસેમ્બરના રોજ ક્રિસમસની ઉજવણી કરવામાં આવે છે.ખ્રિસ્તીઓ આ તહેવારની ઉજવણી ૨૪ ડિસેમ્બરની સાંજથી શરૂ કરી દે છે. જેમ હિન્દુ ધર્મમાં દિવાળીનો તહેવાર સૌથી મોટો ગણાય છે. તેમ ખ્રિસ્તીઓનો મોટો પર્વ નાતાલ છે. મોટાભાગના દેશોમાં આ પર્વ નાતાલથી ન્યુયર સુધી ઉજવાય છે. જો કે, યુરોપમાં લગભગ ૧૨ દિવસ આ તહેવાર ઉજવવામાં આવે છે.
આપણે નાનપણથી સાંભળતા આવ્યા છીએ કે ક્રિસમસના દિવસે સાન્તાક્લોઝ આવશે અને આપણી માંગેલી ગિફ્ટ બારીએ લટકાવેલા મોજામાં આપી જશે. બાળકો સાથે આવી નાની નાની ખુશીઓ વહેચવાનો દિવસ એટલે કે ક્રિસમસ. ક્રિસમસમાં લોકો ક્રિસમસ ટ્રીની સજાવટ કરે છે અને પાર્ટીનું આયોજન કરે છે.પાર્ટીમાં સાંતાકલોઝને બોલાવે છે અને સાંતાકલોઝને બાળકોને અલગ અલગ ગિફ્ટ આપે છે.આ તહેવાર કુટુંબીજનો અને મિત્રો બધા જ સાથે મળીને ઉજવે છે.
શા માટે શણગારવામાં આવે છે ક્રિસમસ ટ્રી ??
ક્રિસમસ પર એક ટ્રી પણ શણગારવામાં આવે છે. એવું મનાય છે કે ભગવાન ઈશુના જન્મની તેમના માતા-પિતાને શુભકામના આપવા દેવોએ વૃક્ષને તારાઓથી સજાવ્યું હતુ. ટ્રી શણગારવાની પરંપરા જર્મનીથી શરૂ થઈ હોવાનું કહેવાય છે. વૃક્ષ ઘરની નકારાત્મકતા દૂર કરતા હોવાનું પણ મનાઈ છે.
સાંતાકલોઝ નામ કેમ પડ્યું :
સાંતાકલોઝ નામ સંત નિકોલસના નામ પરથી પાડવામાં આવ્યું છે જે રાતના સમયે લોકોની મદદ કરતા હતા. તેમણે પોતાનું પૂરું જીવન ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરવામાં વિતાવ્યું હતું.તે લોકોને ખબર ન પડે તેમ રાતના અંધારામાં લોકોની મદદ કરતા હતા. તેથી લોકોએ સંત નિકોલસનાં નામ પરથી સાંતાકલોઝ નામ રાખ્યું છે. ક્રિસમસનાં દિવસે કોઈક સાંતાકલોઝ બને છે અને રાત્રે બાળકોને ગિફ્ટ આપવા જાય છે.