આજે ૨૫મી ડિસેમ્બર એટલે વૈશ્વિક તહેવાર ક્રિસમસ (નાતાલ) છે. ખાસ કરીને ક્રિશ્ર્ચિયન સમુદાયના લોકોમાં ક્રિસમસને લઈને ખાસ્સો ઉત્સાહ હોય છે. તેમના ઘર ઘરમાં ક્રિસમસ ટ્રી, લાઈટીંગ તથા વિવિધ ડેકોરેશન કરવામાં આવ્યા છે. ચર્ચને લાઈટીંગથી ડેકોરેટ કરવામાં આવ્યા છે.

રાતે ૧૨ વાગ્યે ૨૫મી ડિસેમ્બર એટલે કે ક્રિસમસનું આગમન થતા જ શહેરના અલગ અલગ ચર્ચમાં લોર્ડ ઈશુના જન્મદિનનું સેલિબ્રેશન શ‚ થઈ ગયું હતું. લોકોએ એકબીજાને મેરી ક્રિસમસ કહીને શુભકામના પાઠવી હતી. ચર્ચમાં પરંપરાગત પ્રાર્થના અને વિધિઓ થઈ હતી.

બધાએ એકબીજાને મોં મીઠા કરાવ્યા હતા. આજે ક્રિસમસ નિમિતે જાહેર રજા છે એટલે લોકો ક્રિસમસને યાદગાર બનાવી રહ્યા છે. ઉકત તસવીરોમાં કાલાવડ રોડ પર પ્રેમમંદિર (લવ ટેમ્પલ) અને મોચી બજાર સ્થિત ચર્ચમાં ક્રિસમસ સેલિબ્રેશનની છે. રાજકોટ સહિત દેશભરમાં અને દુનિયાભરમાં આજે ક્રિસમસ ઉજવાઈ રહી છે. બધાએ સાન્ટા પાસે કઈને કઈ વિશ (ઈચ્છા) માગી છે અને યોગ્યતા પ્રમાણે સાન્તા બધાની વિશ પુરી પણ કરે છે. બાય ધ વે, તમે શું વિશ માગી છે ?

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.