ભારતીય બોકસર મનીષા મોન, લવલીના બોરગોહેન અને ભાગ્યવતી કાથરીનો પણ ર્ક્વાટર ફાઈનલમાં પ્રવેશ: સરિતા દેવી આઉટ
પાંચમી વખત વિશ્વ ચેમ્પીયન રહી ચૂકેલી એમ.સી. મેરીકોમ સહિત ચાર ભારતીય બોકસરોએ દિલ્હીમાં યોજાયેલી વુમન વોકસીંગ ચેમ્પીયનશીપના કવોટર ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે. પરંતુ એલ. સરીતાએ (૬૦ કિલોગ્રામ) કેટેગરીમાં હાર સ્વીકારવી પડી હતી. મેરીકોમે કઝાખસ્તાનની એજરીમ કાસે નાયેવાને ૫.૦થી હરાવી હતી. યુવા બોકસર મનીષા મોને (૫૪ કિ,ગ્રા.) લવલીના બોરગોહેને (૬૯ કિ.ગ્રા.) અને ભાગ્યવતી કાચરીએ (૮૧ કિ.ગ્રા)ની કેટેગરીમાં જીત હાયસીલ કરી છે. વિશ્વ ચેમ્પીયનશીપમાં અનુભવી બોકસર સેમીફાઈનલમાં સ્થાન મેળવવા આવતીકાલે ચીનની બોકસર વુ યુ સામે ભીડશે.
જેણે ફિલીપીન્સની જોસી ગાબુકોને માત આપી હતી એલ સરિતા દેવીને કેલી હેરિંગટને ૨.૩ થી હરાવી છે. ગત વર્ષે ભારતમાં આયોજીત વર્લ્ડ ચેમ્પીયનશીપમાં સરિતાઅ ગોલ્ડ મેડલ હાંસીલ કર્યો હતો ત્યારે મેરી કોમે જીત બાદ કહ્યું કે પ્રથમ રાઉન્ડમાં જીત મેળવી હું ખુબજ ખુશ છું જીત માટે થોડુ દબાણ પણ હતુ કારણ કે લોકોને ઘણી અપેક્ષાઓ છે. મારો મુકાબલો હવે ચીનની બોકસર સામે છે. જે ખૂબજ ચપળ અને સમજદાર છે. માટે સ્પર્ધા પણ એટલી છે પરંતુ હું તમામ તૈયારીઓ સાથે જ રીંગમાં ઉતરીશ.