IMG 20230126 WA0300બોટાદમાં રાજયકક્ષાની ઉજવણીમાં સામેલ થતા રાજયપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ: દેશભકિતનો કેસરિયો રંગ ઘુટાયો

ગુજરાતમાં 74માં પ્રજાસતાક પર્વની ઉજવણી આન, બાન, શાન સાથે  કરવામાં આવી હતી નાના ભૂલકાથી મોડી વયોવૃધ્ધ સુધીના તમામ લોકો   દેશભકિતના કેસરિયા રંગે રંગાયા હતા બોટાદમાં રાજયપાલના પ્રજાસત્તાક  પર્વની  ઉજવણીમાં રાજયપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિતના  મહાનુભાવો  સામેલ થયા હતા.

રાજયના  અલગ અલગ 17 જિલ્લાઓમાં રાજયપાલ, મુખ્યમંત્રી, વિધાનસભાના  અધ્યક્ષ તથા   મંત્રી મંડળના સભ્યોના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતુ. જયારે 15 જિલ્લાઓમાં જિલ્લા કલેકટરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યુંહતુ. રાજકોટ જિલ્લા કક્ષાની પ્રજાસતાક પર્વની ઉજવણી ધોરાજી ખાતે કરવામાં આવી હતી વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ  ચૌધરીએ ધ્વજવંદન  કર્યુ હતુ.

IMG 20230126 WA0069

પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે પણ પ્રજાસતાક  પર્વની ઉજવણી કરવામાં આવી હતી પ્રદેશ ભાજપ અધ્યક્ષ  સી.આર.પાટીલના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતુ રાજયભરમાં પ્રજાસતાક પર્વની ગરીમાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી.

IMG 20230126 WA0173

રાજયકક્ષાની  ઉજવણી અંતર્ગત બોટાદમાં   કરોડો રૂપીયાના વિકાસ કામોની  ભેટ આપવામાં આવી હતી. રાજકોટ મહાનગરપાલીકા દ્વારા  પ્રજાસતાક  પર્વની  પુર્વ સંધ્યાએ બોલીવુડના  ખ્યાતનામ  પ્લેબેક સિંગર દર્શન રાવલની  સુનહરી સાંજ સંગીત સંધ્યા યોજાઈ હતી જેમાં બહોળી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.