- કાલે સવારે 9 કલાકે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ પ્રતિમા, બહુમાળી ભવન ચોક, રેસકોર્ષ રિંગ રોડ ખાતેથી “તિરંગા યાત્રા” શરૂ થશે.
રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં સ્વતંત્રતા સપ્તાહ દરમ્યાન “તિરંગા યાત્રા” કાર્યક્રમની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ અંતર્ગત આગામી 15મી સુધી સ્વતંત્રતા સપ્તાહ દરમ્યાન રાજ્ય કક્ષાએ લોકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના જાગે તે હેતુથી સ્વતંત્રતા સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. આ સ્વતંત્રતા સપ્તાહના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાલે સવારે 09:00 કલાકે “તિરંગા યાત્રા” કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.
આ “તિરંગા યાત્રા” અનુસંધાને કાર્યક્રમ સ્થળ તથા રૂટની સ્થળ મુલાકાત દરમ્યાન મેયર નયનાબેન પેઢડિયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતા શાહ, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોધરા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર ડી. પી. દેસાઈ, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષના દંડક મનીષભાઈ રાડીયા, શહેર ભાજપ મહામંત્રી અશ્ર્વિનભાઈ મોલીયા, ડો.માધવ દવે, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, આરોગ્ય સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલ, ભાજપ પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ, પૂર્વ ડેપ્યુટી મેયર વલ્લભભાઈ દુધાત્રા, નાયબ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે, ચેતન નંદાણી, હર્ષદ પટેલ, સહાયક કમિશનર સમીર ધડુક, બી. એલ. કાથરોટીયા, સિટી એન્જિનિયર વાય. કે. ગૌસ્વામી, અતુલ રાવલ, કુંતેશ મહેતા, પી. ડી. અઢીયા, બી. ડી. જીવાણી, પર્યાવરણ ઈજનેર નિલેશ પરમાર, સુરક્ષા અધિકારી આર.બી.ઝાલા, શાસનાધિકારી કીરીટસિંહ પરમાર તથા તિરંગા યાત્રાના અનુસંધાને જવાબદારી સુપ્રત કરેલ લગત અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ મુલાકાત દરમ્યાન રૂટ પરના સ્ટેજ વ્યવસ્થા, મુખ્ય સ્ટેજ વ્યવસ્થા, રૂટ સફાઈ, લાઈટ્સ, સાઉન્ડ, સુરક્ષા, પાર્કિંગ, તિરંગા વિતરણ વગેરે તમામ બાબતોની મેયર સહિતના પદાધિકારીઓ, અધિકારીઓઅને એજન્સીઓ સાથે કાર્યક્રમના સુચારૂ આયોજન માટે જરૂરી ચર્ચા કરવામાં આવેલ તેમજ સંબંધક અધિકારીઓને અને એજન્સીના પ્રતિનિધિઓને સુચના આપવામાં આવી હતી. શહેરીજનોને તિરંગા યાત્રામાં ઉમટી પડવા હાંકલ કરવામાં આવી છે.
હર ઘર તિરંગા યાત્રામાં જોડાવવા શહેરીજનોને આહવાન કરતા મંત્રી ભાનુબેન બાબરીયા
15મી ઓગષ્ટે સ્વાતંત્ર્ય પર્વ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે આગામી 10મી ઓગષ્ટે રાજકોટ ખાતેથી ભવ્યાતિત તિરંગાયાત્રા રાષ્ટ્રીય અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટી તેમજ કેન્દ્રીય મંત્રી આરોગ્ય અને પરિવાર કલ્યાણ, કેમિકલ અને ફર્ટિલાઈઝર જે.પી.નડ્ડા અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ‘તિરંગાની આન, બાન અને શાન’ થીમ સાથે આ યાત્રાનો પ્રારંભ કરાવશે ભારત સરકારે આ સ્વતંત્રતા દિવસ પર દરેક ઘર, શેરી, વિસ્તાર, સોસાયટી અને ગ્રામ્ય વિસ્તાર સહિત રાષ્ટ્રધ્વજ ફરકાવવાની ખૂબ જ પ્રશંસાત્મક પહેલ શરૂ કરી છે. વડાપ્રધાનએ મન કી બાત કાર્યક્રમ થકી ફરી દેશવાસીઓના હૃદયમાં દેશભક્તિની લાગણી જગાવવાના ઉદેશ્ય સાથે હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરી છે.
આ અભિયાન અંતર્ગત દેશના નાગરિકો 9 ઓગસ્ટ-2024 થી 15 ઓગસ્ટ 2024 સુધી ‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ તિરંગો ફરકાવવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. રાજકોટના તમામ નાગરિકો ઘર પર તિરંગો લહેરાવે અને રાષ્ટ્રભાવનાના આ યજ્ઞમાં ઉત્સાહભેર જોડાઈને મા ભારતીનું ગૌરવ વધારે એવી અપેક્ષા સાથે આ તિરંગા યાત્રાથી રાજકોટવાસીઓ દેશભક્તિના રંગે રંગાય, અને તેમનામાં દેશભક્તિ અને રાષ્ટ્રભાવના વિકસે તે પ્રકારે સમગ્ર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ જુદી-જુદી કચેરીઓ મારફત ટેબ્લોનું નિદર્શન, ગ્રામ્ય, તાલુકા અને શહેરી વિસ્તારના વોર્ડ વાઇઝ વધુને વધુ લોકો આ પર્વમાં જોડાઇ તેમજ પોતાના ઘરે તિરંગો લહેરાવે તેવો મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ અનુરોધ કર્યો છે.
શહેરીજનોના દિલો દિમાગમાં છવાશે તિરંગોનો રંગ : ઉદય કાનગડ
‘અબતક’ સાથેની વાતચીતમાં ધારાસભ્ય ઉદયભાઇ કાનગડએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનની પ્રેરણા અને માર્ગદર્શનમાં સમગ્ર દેશમાં આજથી 1પમી ઓગષ્ટ દરમિયાન ‘હર હર તિરંગા’ યોજાનાર છે.
ત્યારે આવતીકાલે ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ જે.પી.નડ્ડા, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, મંત્રી સી.આર. પાટીલ સહીતના મહાનુભાવોની ઉ5સ્થિતિમાં શહેરના બહુમાળી ભવન સરદાર પટેલની પ્રતિમાંથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવશે અને શહેરના વિવિધ રાજમાર્ગો પર તિરંગા યાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવશે. અને આ તિરંગા યાત્રામાં શહેરીજનો ઉમળકાભેર જોડાઇને તિરંગા પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યકત કરે દેશ અને આપણા સૈન્ય પ્રત્યે વફાદારીનો પરિચય આપી દેશની એકતા અને અખંડિતા જાળવવા અને રાષ્ટ્ર પ્રથમ ની વિચારધારાનું પ્રગટીકરણ કરીએ.તિરંગા યાત્રા બહુમાળી ભવન સરદાર પટેલની પ્રતિમાથી ચૌધરી હાઇસ્કુલથી મહાત્મા ગાંધી પ્રતિમા જયુબેલી બાગ ખાતે સમાપન કરવામાં આવશે.
હર ઘર તિરંગાની યાત્રા રાષ્ટ્રઘ્વજથી શરુ કરીને વ્યકિતના ચારિત્ર્ય નિર્માણ દ્વારા રાષ્ટ્રનિર્માણ સુધી વિસ્તરેલી છે. તો સૌ શહેરીજનો આ તિરંગા યાત્રામાં જોડાઇ હૈયામાં રાષ્ટ્રઘ્વજ લહેરાવી દેશના સાચા નાગરીક બની રાષ્ટ્ર અને સમાજને માટે સમર્પિત બનીએ અને આ તિરંગા યાત્રામાં તમામ શહેરીજનોને ઉ5સ્થિત રહેવા અનુરોધ છે.મને આશા છે કે બહોળી સંખ્યામાં લોકો તિરંગા યાત્રામાં જોડાશે અને તેમના દિલોદિમાગ પર દેશની આન, બાન અને શાન સમો તિરંગો છવાઇ જશે.
પોલીસ કમિશનર બ્રજેશ ઝા સહિતના અધિકારીઓએ તિરંગાનું વિતરણ કર્યું
રાજકોટ શહેરના જિલ્લા પંચાયત ચોક ખાતે પોલીસ કમિશ્નર બ્રજેશ ઝા, એડી. સીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બંગરવા, ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ, એસીપી રાધિકા ભારાઈ, એસીપી ટ્રાફિક જે બી ગઢવી સહિતના અધિકારીઓએ તિરંગાનું વિતરણ કર્યું હતું. ઉપરાંત તાલુકા પોલીસ મથકના પીઆઈ હિરપરાએ કટારીયા ચોકડી ખાતે તિરંગાનું વિતરણ કર્યાનું ઉપરોક્ત ફોટોમાં જોઈ શકાય છે.
તીરંગા યાત્રામાં શહેરીજનોને જોડાવવા અપીલ કરતા સાંસદ પરસોત્તમ રૂપાલા- રામભાઇ મોકરીયા
લોક્સભા સાંસદ પરશોતમભાઈ રૂપાલા અને રાજયસભા સાંસદ રામભાઈ મોકરીયાએ જણાવાયું છે કે આઝાદીના અમૃત મહોત્સવ અતંર્ગત દેશભરમાં તા.15 ઓગષ્ટ સુધી વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. દેશમાં આઝાદી પર્વમાં દર વર્ષની ઉજવણીમાં વધુને વધુ લોકો ભાગ લે અને આઝાદી માટે શહિદ થયેલ તમામ નાગિરકો તેમજ સૈનિક જવાનોને સલામ કરી તેઓને યાદ કરે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહયો છે.
તે અંતર્ગત પ્રદેશ ભાજપની યોજના અનુસાર તિરંગા યાત્રાનું આયોજન રાજકોટમાં આવતીકાલે સવારે 10.00 કલાકે રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાજીની ઉપસ્થિતિમાં તીરંગા યાત્રા યોજવામાં આવશે. જે યાત્રા બહુમાળી ભવન સરદાર પટેલની પ્રતિમાથી ચૌધરી હાઇસ્કુલ થઈ જયુબેલી બાગ ખાતે આવેલ મહાત્મા ગાંધીજીની પ્રતિમા ખાતે સમાપન કરવામાં આવશે. તિરંગો એ ભારતની આન-બાન-શાનનું પ્રતિક છે જેથી આ તિરંગા યાત્રામાં રાજકોટના શહેરીજનોને જોડાવા પરશોતમભાઈ રૂપાલાએ જાહેર અનુરોધ ર્ક્યો છે.