- શરીરનું સ્વાસ્થ્ય જાળવવા માટે શરીરનું પરીક્ષણ કરાવવું ખૂબ જરૂરી
- શરીરમાં ટી સેલ્સ અને બી સેલ્સનું પ્રમાણ વધતા કોરોના સામે રક્ષણ સરળતાથી મેળવી શકાય છે
કોરોના સમગ્ર વિશ્વને જ્યારે ધમરોળી નાખ્યું હતું ત્યારબાદ તેની જે અસર માનવ શરીરમાં જોવા મળી હતી તે અત્યંત દયનીય છે. આજ દિન સુધી હજુ પણ લોકો કે જેઓ ને કોરોના થઈ ગયો છે તેવો આ ગંભીર બિમારીથી પીડાઇ રહ્યા છે સાથોસાથ સરકાર દ્વારા જે વ્યક્તિને શનના ડોઝ આપવામાં આવ્યા તેની આડઅસર પણ લોકોમાં થતી જોવા મળી હતી. સોના સમયે લોકોને સાથે વાત ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવતું હતું કે તેઓ વધુ ને વધુ પોતાની રોગપ્રતિકારક શક્તિને વિકસિત કરે. પરંતુ એ વાતનો હજુ પણ ખ્યાલ ન હતો કે રોગ પ્રતિકારક શક્તિ કેટલા સમય માટે લોકોનો સાથ આપે છે.
કોરોના વીતી ગયા ના અનેક સમય બાદ પણ લોકોને રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો જોવા મળ્યો છે જે લોકોના સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી સાબિત થતો હોય છે. લોકો પોતાના જીવનશૈલીમાં બદલાવ લાવશે તો આવનારા સમયમાં ગંભીર રોગોથી જો કોઈ બચાવશે તો તે રોગપ્રતિકારક શક્તિ જ હશે. હાલના સમયમાં અમેરિકા જેવા દેશોમાં કોરોના ફરી માથું ઉચકી રહ્યું છે અને ઇન્ફેકશનના કેસમાં ખૂબ વધારો જોવા મળ્યો છે ત્યારે આ સ્થિતિ ભારતમાં ન ઉદભવે તેના માટે અત્યારથી જ લોકોએ પોતાના રોગપ્રતિકારક શક્તિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું ખૂબ જ જરૂરી છે.
કોરોના ચાલ્યો ગયો હોવા છતાં પણ હજી તેના જ અણસાર છે તે માનવ શરીરમાં છોડીને ગયો છે અને તેનાથી ઘણી ખરી તકલીફોનો પણ સામનો લોકોએ કરવો પડે છે. કોરોના હાલ કાચિંડાની જેમ રંગ બદલે છે પરંતુ સામે ગંભીર અસર પણ માનવ શરીરમાં થતી હોવાનું સામે આવ્યું છે. દેશ-વિદેશના અત્યંત નામાંકિત વૈજ્ઞાનિકો અને ડોક્ટર દ્વારા આ અંગે રિસર્ચ હાથ ધરવામાં આવ્યો છે કે આ ગંભીર બીમારી ની અસર થી કેવી રીતે બચી શકાય. વાત સ્પષ્ટ છે કે જ્યાં સુધી લોકોની રોગ પ્રતિકારક શક્તિ વિકસિત થશે ત્યાં સુધી લોકોને કોરોના જેવી ગંભીર બિમારીથી સંપૂર્ણપણે રક્ષણ મળશે પરંતુ તેના માટે લોકોની જાગૃતતા હોવી એટલી જ જરૂરી છે.
કોરોના બાદ કેટલા સમય સુધી રોગ પ્રતિકારક શક્તિ જળવાય છે
તબીબોના રિસર્ચ બાદ એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે જો વ્યક્તિ ની રોગપ્રતિકારક શક્તિ સારી હોય તો તે કોરોનાવાયરસ ને નાથવામાં અત્યંત કારગત નિવડશે પછી કોરોના ભલે ગમે તેટલા રંગ બદલે. તે ઇન્ફેકશન અથવા લાગી પણ ગયું હોય તો પણ તમારી રોગપ્રતિકારક શક્તિ તેની સામે લડવા માટે અત્યંત કારગત નીવડતી હોય છે. વાઇરસ જે રીતે પોતાનો રંગ રૂપ બદલ્યો છે તેનાથી લોકોમાં કોરોના થી ઇન્ફેક્શન ને લઇ ઘણાખરા પ્રશ્નો પણ ઊભા થયા છે ત્યારે આવનારા સમયમાં આ સ્થિતિનું નિર્માણ થાય તેના માટે તબીબો દ્વારા લોકોને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે સતત પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યું છે અને એ વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે તાવ શરદી ઉધરસ જેવી સહેજ પણ તકલીફ જણાય તો ટેસ્ટ કરી લેવો ખૂબ જ અનિવાર્ય છે.
ઇન્ફેકશનનું જોખમ ઓછું કેવી રીતે કરી શકાય?
રોગ પ્રતિકારક શક્તિ જો યોગ્ય રીતે વિકસિત કરવામાં આવે તો તમારા શરીરમાં ટી સેલ્સ અને બી સેલ્સનું પ્રમાણ સતત વધી જતું હોય છે. ખરા અર્થમાં કોરોના વાયરસ સામે લડવા માટે અત્યંત કારગર નિવડે છે. માનવ શરીરમાં કોરાણા નું ઇન્ફેકશન ઘટાડવા માટે જો યોગ્ય રીતે રસી લેવામાં આવી હોય અથવા તો તે અંગેનો બુસ્ટર ડોઝ લેવાયો હોય તો ભોળો ના જેવી ગંભીર બિમારીથી લોકો બચી શકે છે સાથોસાથ યોગ્ય આહાર લેવાના કારણે પણ આ રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થતા કોરોના થવાના ચાન્સ નહીવત થઇ જતા હોય છે.