હ્રીમ ગુરુજી

બુધ 27 ફેબ્રુઆરીએ કુંભ રાશિમાં ગોચર કરી રહ્યાં છે અને 28 ફેબ્રુઆરીએ સવારે 9 વાગ્યે તેમાં અસ્ત થઇ જશે. અવાર-નવાર જોવામાં આવે છે, જ્યારે પણ કોઈ ગ્રહ અસ્ત થાય છે તો તેના અશુભ પ્રભાવ બધી રાશિના જાતકોના જીવન પર જોવા મળે છે.

જ્યોતિષ શાસ્ત્ર મુજબ જે જાતકની કુંડળીમાં બુધ ઉચ્ચ સ્થિતિમાં હોય છે તો તેવા જાતકોને વેપાર અને વાણીમાં બેહિસાબ ઉન્નતિ મળે છે. પરંતુ બુધ અસ્ત થવાથી તેના અશુભ પ્રભાવ વધી જાય છે અને શુભ પ્રભાવ ઘટી જાય છે. આ દરમ્યાન વ્યક્તિએ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ સમયગાળામાં કર્ક, કન્યા અને ધન રાશિના જાતકોને વિશેષ રીતે સાવધાન રહેવાની જરૂર છે. નોકરી-વેપારમાં નુકસાન થઇ શકે છે. એવામાં સમજી વિચારીને પગલા ઉઠાવો. બુધના અશુભ પ્રભાવને ઘટાડવા માટે કરો આ ઉપાય.

બુધ અસ્તના ઉપાય

જ્યોતિષ શાસ્ત્ર મુજબ બુધના અસ્ત થવાથી અશુભ પ્રભાવને ઘટાડવા માટે માં દુર્ગાની પૂજા કરો. આ સમયગાળામાં બુધવારે વિશેષ પૂજાથી લાભ થાય છે.

જ્યોતિષ શાસ્ત્ર મુજબ જે જાતકોની કુંડળીમાં બુધ ઉચ્ચ સ્થિતિમાં નથી તેવા જાતકોએ નિયમિત બુધ ગાયત્રી મંત્ર ‘ઓમ સૌમ્યરૂપાય વિદ્મહે વાણેશાય ધીમહિ તન્નો સૌમ્ય પ્રચોદયાત’ મંત્રનો જાપ કરવો જોઈએ.

એટલું જ નહીં, ‘ઓમ બ્રાં બ્રીં બ્રોં સ: બુધાય નમ:’ આ મંત્રના જાપથી પણ જાતકને લાભ મળે છે. આ સાથે વ્યક્તિએ વિષ્ણુસહસ્ત્રનામનો પાઠ કરવો જોઈએ.

બુધવારના દિવસે બુધના શુભ પ્રભાવને વધારવા માટે લાલ અથવા લીલા રંગના વસ્ત્ર ધારણ કરવા જોઈએ. આ સાથે આ દિવસે મીઠાં વગરની મગની દાળનુ સેવન કરવુ જોઈએ.

જો તમે બુધના શુભ પ્રભાવને વધારવા માંગો છો તો જાતક પન્ના રત્ન પણ ધારણ કરી શકે છે. જેને વીંટી અથવા પછી ગળામાં લૉકેટની જેમ ધારણ કરી શકો છો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.