૨૭ ફેબ્રુઆરી સોમવારે બુધ મહારાજ અસ્તના થઇ ને કુંભ રાશિમાં પ્રવેશી રહ્યા છે. બુધ મહારાજનો અમલ વેપાર વાણિજ્ય આયાત નિકાસ બેન્કિંગ શેરબજાર મુદ્રાસ્થિતિ પર જોવા મળે છે માટે બુધ મહારાજના અસ્ત થવાથી આ બાબતો પર વિશેષ અસર જોવા મળે છે, અને મુદ્રાસ્થિતિમાં ફેરફાર જોવા મળે મોટી કંપની કર્મચારી પર કાપ મુકવાનું ચાલુ રાખે.
સરકારો પણ આ સમયમાં કરકસરના પગલાં લે અને આ સમયમાં બેંકોની હાલત કફોડી થતી જોવા મળે અને મોટા આર્થિક કૌભાંડો સામે આવતા જોવા મળે. આમ ગણો તો આગામી માર્ચ માસ આર્થિક કૌભાંડોને ઉજાગર કરતો જોવા મળશે અને તેમાં વિવિધ સંસ્થાઓની સામેલગીરી પણ જોવા મળશે વળી આ સમયમાં મોટા આર્થિક કૌભાંડીઓ સામે શું કરવું એ પ્રશ્ન સરકાર સામે પણ ઉભો રહે.
શેરબજાર પણ આ સમયમાં ગોથા ખાતું જણાય અને બુધ અસ્ત થવા સાથે ઉચ્ચ પડે બિરાજમાન લોકો પણ અવિચારી પગલાં ભરતા જોવા મળે જેની અસર બે દેશ વચ્ચેના સંબંધોમાં પડતી જોવા મળે વળી અગાઉ લખ્યા મુજબ પાકિસ્તાનની હાલત આગામી માસ માં વધુ કફોડી થતી જોવા મળે અને વિશ્વમાં હજી એક પ્રકારનો ઉચાટ જોવા મળે.
–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨