સુરેન્દ્રનગરના પાટડીના રણમાં ગરમીનો પારો ૪૬ ડિગ્રીને પાર પહોંચ્યો

સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં છેલ્લાં અઢી મહિનાથી સુર્યનારાયણ કાળઝાળ બની આકાશમાંથી રિતસર અગનવર્ષા કરી રહ્યાં છે. સૌરાષ્ટ્રમાં સુર્યપ્રકોપનાં કારણે જનજીવન ત્રાહિમામ પોકારી ગયું છે. ગઈ કાલે  ૪૫ ડિગ્રી સેલ્શીયસ તાપમાન સાથે સુરેન્દ્રનગર સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ રાજયનું સૌથી ગરમ શહેર તરીકે નોંધાયું હતું. સુરેન્દ્રનગર કાલે ૪૩.૭ ડિગ્રી તાપમાન સાથે રીતસર અગનભઠ્ઠીમાં ફેરવાઈ ગયું હતું. આગામી દિવસોમાં હજી રાજયમાં ગરમીનું જોર વધે તેવી આગાહી વ્યકત કરવામાં આવી છે.

આજે પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હોય અનેક શહેરોમાં તાપમાનનો પારો ૪૩ ડિગ્રીથી ૪૫ ડિગ્રી વચ્ચે રહે તેવી પ્રબળ સંભાવના છે.રવિવારે આકાશમાંથી અગનવર્ષા બાદ સોમવારે સમગ્ર સૌરાષ્ટ્ર સહિત રાજય જાણે અગનભઠ્ઠીમાં ફેરવાઈ ગયું હોય તેવા આકરા તડકાનો અનુભવ લોકોએ કર્યો હતો. સુરેન્દ્રનગરનું મહતમ તાપમાન ૪૪ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું.

સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ ખૂબ આકરો તાપ વરસી રહો છે.ત્યારે જિલ્લા માં ગરમી નો પારો ખૂબ ઉંચે ચળ્યો છે.સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમી નો પારો ૪૩ ડિગ્રી છે.ત્યારે આ તાપમાન રણ મ ૨ ડિગ્રી વધી ને ૪૬ડિગ્રી એ પહોંચે છે.ત્યારે રણ માં કામ કરતા અને કાયમી વસાવટ કરતા લોકો ને ખૂબ ગરમી નો સામનો કરવો પડી રહો છે.

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી પાસે આવેલા રણ માં ગઈ કાલે ગરમી નો પારો ૪૫ ડિગ્રી એ પહોંચ્યો હતો.ત્યારે ત્યાં વસવાટ કરતા અબોલ જીવો ના જીવ રણ માં પાણી ના અભાવે યાકુલ વ્યાકુળ બન્યા હતા.ત્યારે રણ માં વસતા અનેક અબોલ પશુ પક્ષીઓ ના જીવો ગરમી ના કારણે તાળવે મુકાયા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.