બેસ્ટ પરફોમન્સને પ્રોત્સાહિત ઈનામો અપાશે :બુધવારે રાત્રે કલ્ચરલ નાઈટ અને લાઈવ કોન્સર્ટ

રાજકોટની બી.એચ.ગાર્ડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી હમેશા વિદ્યાર્થીઓની સર્વાંગી વિકાસ માટે અનેક  અવનવા કાર્યક્રમોનું આયોજન કરતી આવી છે.હાલની પરિસ્થિતિને જોતા ગુજરાત સરકાર પણ ટેકિનકલ ક્ષેત્રે પ્રાયોગિક શિક્ષણની અમલવારી દરેક સંસ્થામાં થાય તેના પાછળ અથાગ પ્રયત્નો કરી રહી છે.ત્યારે ગુજરાત સરકારના આ જ અભિગમને અનુલક્ષિને  નેશનલ લેવલની ઈવેન્ટનું આયોજન આગામી તારીખ ૧૯ અને ૨૦ ફેબ્રુઆરીના રોજ થવા જઈ  રહ્યું છે.આ નેશનલ લેવલની ઈવેન્ટમાં ૧૦ થી વધારે ટેકનિકલ અને ૧૫ થી વધારે નોનટેકિનકલ ઈવેન્ટસનો સમાવેશ થાય છે.ટેકનિકલ ઈવેન્ટમાં ભાગ લેવા માટે વિદ્યાર્થીઓ ગાર્ડી વેબસાઈટનો ઉપયોગ કરી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકે છે.જયારે નોનટેકિનકલ ઈવેન્ટસમાં ઓન ધ સ્પોટ રજીસ્ટ્રેશન કરી કોઈ પણ વિદ્યાર્થી ભાગ લઈ શકે છે.

આ ઉપરાંત ઈવેન્ટસમાં  સારુ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ૪ લાખથી વધુની કિમતના પ્રોત્સાહિક ઈનામોનું વિતરણ પણ કરવામાં આવશે.તેમજ ૧૯ ફેબુ્રઆરીએ રાત્રે કલ્ચરલ નાઈટ અને લાઈવ ઈન કોન્સર્ટનું પણ આયોજન થવા જઈ રહ્યું છે. જેની માહિતી આપવા માટે વિદ્યાર્થીઓએ અબતક પ્રેસની મુલાકાત લીધી હતી.

ઈમેકયુલેટ-૨૦૨૦ ની સૌથી ખાસ બાબત એે છે કે આ સમગ્ર ઈવેન્ટ વિદ્યાર્થીઓ દ્વારા સંચાલિત છે કલાસરૂમ અને પુસ્તક બહારના જીવન માટે વિદ્યાર્થીઓ ધડાય અને તેમની આવડતને પ્રદર્શિત કરવાની તેઓને તક મળે તેથી આજ લક્ષ્યને હાસિંલ કરવા કોલેજના એકિઝકયુટીવ ડાયરેકટર ડો.સિદ્ધાર્થસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પ્રોફેસરો અને વિદ્યાર્થીઓની ટીમ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે તેવું આજે અબતકની મુલાકાતે આવેલા આગેવાનોએ જણાવ્યું હતું. તેમણે સફળ આયોજનને લઈ વિશ્ર્વાસ વ્યકત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.