રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહીના પગલે રેડએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે સુરતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યભરના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 43 ડિગ્રીએ ક્રોસ કર્યો છે.
અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમીનો કેર યથાવત છે. આજે રાજ્યમાં ગરમીનો 17 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. મોડાસામાં ગુજરાતમાં સૌથી વધુ 48 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદ-45 અને સુરેન્દ્રનગરમાં તાપમાન 46 ડિગ્રીને પાર થઈ ગયું છે. તો બીજી 5 શહેરોમાં તાપમાન 42-43 ડિગ્રી વચ્ચે હોવાથી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી 48 કલાક ગુજરાતમાં હીટવેવની આગાહી કરી છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, ભાવનગર, વેરાવળ, પોરબંદર, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, કચ્છ અને દીવનો સમાવેશ થાય છે