- 37.5 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજયનું સૌથી ગરમ શહેર: સુરતમાં પણ પારો 37 ડિગ્રીએ આંબી ગયો
આ વર્ષ ઉનાળો ગરમીમાં તમામ રેકોર્ડ તોડે તેવા એંધાણ વર્તાય રહ્યા છે. ફેબ્રુઆરી માસમા જ તાપમાનનો પારો 37 ડિગ્રીને પાર થઈ ગયો છે. રવિવારે ‘રવિ’ થશેડા આકરા મિજાજમાં જોવા મળ્યા હતા 37.5 ડિગ્રી સેલ્સીયસ તાપમાન સાથે રાજયનું સૌથી ગરમ શહેર રહ્યું હતુ સુરતનું પણ મહતમ તાપમાન 37 ડિગ્રીએ પહોચી ગયું હતુ. ફેબ્રુઆરી માસમા તાપમાનનો પારો 37 ડિગ્રીને પાર પહોચી ગયો છે. તો એપ્રીલ અને મેં માસમાં ગરમીનો પારો કયાં પહોચશે તેની કલ્પના લોકોને પરસેવા છોડી રહ્યા છે. જોકે હજી વહેલી સવારે અને મોડીરાત્રીના સમયે વાતાવરણમાં ઠંડકનો અનુભવ થાય છે. રવિવારે અમદાવાદનું તાપમાન 35 ડિગ્રી, ડિસાનું તાપમાન 35.7 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 34.2 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 34.9 ડિગ્રી, વડોદરાનું તાપમાન 35.2 ડિગ્રી, સુરતનું તાપમાન 37 ડિગ્રી, દમણનું તાપમાન 35.2 ડિગ્રી, ભૂજનું તાપમાન 36.1 ડિગ્રી, નલીયાનું તાપમાન 34.2 ડિગ્રી, કંડલા પોર્ટનું તાપમાન 34.1 ડિગ્રી, કંડલા એરપોર્ટનું તાપમાન 35.6 ડિગ્રી, ભાવનગરનું તાપમાન 34 ડિગ્રી, દ્વારકાનું તાપમાન 31.5 ડિગ્રી, ઓખાનું તાપમાન 29.8 ડિગ્રી, પોરબંદરનું તાપમાન 34.5 ડિગ્રી, વેરાવળનું તાપમાન 31.1 ડિગ્રી રાજકોટનું તાપમાન 37.5 ડિગ્રી, દિવનું તાપમાન 32.7 ડિગ્રી, સુરેન્દ્રનગરનું તાપમાન 36.7 ડિગ્રી, અને કેશોદનું તાપમાન 35.5 ડિગ્રી, સેલ્સીયસ નોંધાયું હતુ ફેબ્રૂઆરી માસમાંજ પારો 37 ડિગ્રીએ પહોચી જતા જનજીવન અકળાય ગયું છે.