બોગસ ઇ-વેબીલ બનાવતા વ્યાપારીઓ પર સ્ટેટ જીએસટી તવાઈ બોલાવશે: સ્પોટ વિઝીટ કરશે અધિકારીઓ રિટર્ન ફાઇલ ન કરનાર, ફિઝિકલ વેરીફીકેસન ન કરાવનાર અને ગેરલાયક ઠરેલા વ્યાપારીઓના જીએસટી નંબર થશે રદ
અબતક, રાજકોટ
આવકવેરા વિભાગ બાદ જીએસટી વિભાગ પણ વ્યાપારીઓ ઉપર તવાઈ બોલાવી રહ્યું છે. એટલું જ નહીં સેન્ટ્રલ જીએસટી અને સ્ટેટ જીએસટી સંયુક્ત ઉપક્રમે વ્યાપારીઓ કે જે ગેરરીતિ આચરતા નજરે પડતા હોય છે તેમના પર આકરી કાર્યવાહી કરી રહ્યા છે અને આ કાર્યવાહી કર્યા બાદ અન્ય વેપારીઓમાં પણ ડર વ્યાપી ઉઠ્યો છે. આ અંગે રાજકોટ ઘટકના સ્ટેટ જીએસટીના અધિકારી સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે હાલ સેન્ટ્રલ જીએસટી અને સ્ટેટ જીએસટી તમામ વેપારીઓ ના જીએસટી નંબર રદ કરી રહ્યા છે કે જેવો ગેરલાયક ઠરેલા હોય. તેઓએ જીએસટીના કરદાતાઓને પણ ચેતવણી આપતા તાકીદ કરી છે કે જો તેઓ કોઈપણ પ્રકારે ગેરરીતિ કરતા નજરે પડશે તો તેમના પર આકરા પગલાં લેવામાં આવશે એટલું જ નહીં તેમના જીએસટી નંબર પણ રદ્દ થઇ જશે.
હાલના તબક્કે જીએસટી નંબર મેળવનાર વેપારીઓ ઘણી ખરી વખત બોગસ ઇવેબીલ બનાવતા નજરે પડતા હોય છે. ત્યારે આગામી સમયમાં આ પ્રકારની સ્થિતિ ન ઉદભવે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં સ્ટેટ અને સેન્ટ્રલ જીએસટી ના અધિકારીઓને તાકીદ પણ કરવામાં આવી છે કે તેઓ જે નવા નોંધણી કરવા આવેલા વ્યાપારીઓ જે જીએસટી નંબર મેળવી રહ્યા છે તેમને ત્યાં નિયત સમયમાં જ સ્પોટવિઝીટ કરે અને ખરા અર્થમાં તેમના પેઢીની ચકાસણી કરે. અત્યાર સુધી સ્પોટ વીઝીટ થતી હતી પરંતુ જે નિર્ધારિત સમયમાં થવી જોઈએ થઇ ન શકતા ઘણાખરા પ્રશ્નો પણ ઉદભવીત થયા હતા. એટલું જ નહીં હાલ જીએસટી નંબર મેળવો આશાન નથી તેમ છતાં ઘણા વેપારીઓ મસમોટા જીએસટીના કૌભાંડો આચરી રહ્યા છે જેની સીધી અસર સરકારની આવક ઉપર પણ પોતે છે.
આ સ્થિતિને ધ્યાને લઇ આવનારા સમયમાં કોઈપણ પ્રકારની અસર સરકારની આવક પર ન પડે તે માટે તંત્ર દ્વારા મહેનત કરવામાં આવી રહ્યુ છે અને કેન્દ્ર તરફથી રહેવાની તાકીદ પણ કરવામાં આવી છે કે હવે કોઈ પણ વેપારીઓ કે જેઓએ જીએસટી નંબર મેળવેલા હશે અને તેઓ રિટર્ન ફાઇલ ન કરવામાં આવેલા હોય અથવા તો ફિઝિકલ વેરિફિકેશનમાં નિષ્ફળ નીવડયા હોય તે તમામ વેપારીઓના જીએસટી નંબર રદ કરી દેવામાં આવશે. આ અંગે અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે જે વેપારીઓના નંબર રદ કરવામાં આવશે તે પૂર્વે તેઓને શોકોઝ નોટિસ પણ પાઠવવામાં આવશે જેથી તેઓ તેમનો અભિપ્રાય રજૂ કરી શકે. જો નોટિસ બાદ પણ વ્યાપારીઓ તેમનો જવાબ આપવામાં આવશે તો તેમના ઉપર આકરી કાર્યવાહી કરવામાં આવશે અને સીધો જ તેમનો જીએસટી નંબર રદ કરી દેવાશે.
સરકાર અને નાણા મંત્રાલય નો સૌથી મોટો હેતુ અને લક્ષ્યાંક એ છે કે સરકારને ઘરની આવક કઈ રીતે વધારવામાં આવી શકાય કારણકે એસટીમાં ઘણાખરા કૌભાંડો આચરવામાં આવતા હોવાથી સરકારને ઘણી નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે અને તેની સીધી અસર દેશના અર્થતંત્ર ઉપર પણ પડે છે. ત્યારે આવનારા સમયમાં આ પ્રકારની કોઇપણ ઘટના ન ઘટે અથવા તો કૌભાંડો ઉપર અંકુશ રાખવામાં આવે તો આ સ્થિતિમાં અનેક અંશે સુધારો આવી શકશે.