છેલ્લા એક માસ થયા કોરોના મહામારીને દવાખાના, સ્મશાનગૃહોમાં લાંબી લ ઈનો લાગી હતી તેમાં શહેર તાલુકામાં છેલ્લા ૧૦ દિવસમાં ૮૦% જેવો ઘટાડો જોવા મળ્યો છે. કોરોનાની ઓપીડીમાં નામાંકિત ડોકટરો પાસે ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. આને કારણે વેપારીઓનું લોકડાઉન લોકોની સતર્કતા અને આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણના કેમ્પો યોજાતા કોરોના પર કાબુ મેળવવામાં તંત્રને સફળતા મળી છે.
આરોગ્ય વિભાગ માટે આ મહિનો કસોટી રૂપ પૂરવાર થયો છે. એક બાજુ કોરોનાની મહામારીના કેસ બીજી તરફ રસીકરણના કેમ્પ યોજી વધુમાં વધુ લોકો રસીકરણ કેમ્પ તરફ લાવી સરકારની ઝુંબેશને સફળ બનાવવા પ્રયાસ કરેલ ત્યારે બીજી તરફ શહેર તાલુકાના વેપારીઓએ પણ પ્રજાના હિતને ધ્યાનમા રાખી નવ દિવસ સંપૂર્ણ લોક ડાઉન અને ૧૦ દિવસ થયા અર્ધા દિવસ ધંધા રોજગાર બંધ રાખી કોરોનાની લડાઈમાં સહભાગી બનતા તંત્ર દ્વારા કોરોના ઉપર કાબુ મેળવવા સરળ રસ્તો બન્યો હતા જયારે બીજી તરફ પહેલી કોરોનાની લહેરમાં લોકોમાં જાગૃતીનો અભાવ જોવા મળ્યો હતો.
પણ બીજી કોરોનાની લહેરમાં પ્રબુધ્ધ અને જાગૃત અને એજયુકેટેડ નાગરીકો સતત છેલ્લા ૩૦ દિવસ થયા પોતાના ધંધા રોજગાર ઉપર જવાને બદલે ઘરમાં પૂરાઈ રહેતા કોરોના હાવી થાવામાં સરળ થયો નહિ હાલમાં સરકારી કોવિડ સેન્ટર ૧લી તારીખથી બંધ થવા જઈ રહ્યું છે. જયારે ખાનગી કોવિડ સેન્ટરમાં ૫૦% બેડ ખાલી જોવા મળી રહ્યા છે.
ઓકિસજન અને વેન્ટીલેટર બેડ પણ શહેરની હોસ્પિટલમાં સરળતાથી મળી રહ્યા છે. શહેરની નામાંકિત હોસ્પિટલોમાં પણ કોરોનાની ઓપીડી પણ નહિવત થઈ ગયેલ પણ આરોગ્ય વિભાગના સુત્રો પ્રમાણે કોરોનાને હરાવવા સફળતા જરૂર મળી છે.પણ સામે ત્રીજી લહેર અને મ્યુકર માઈક્રોસીસના કેસમાં જોવા મળતા લોકોએ હજુ એક વર્ષ સુધી સરકારની ગાઈડ લાઈનનું પાલન કરવું જરૂરી બનશે.
અત્યારે કોરોનાની ઓપીડીમાં દરરોજ ૧૦ થી ૧૨ પેસેન્ટ હોય છે: ડો. રૂખશાર મકડી
શહેરના જાણીતા એમ.ડી. મેડીસીન્સ અને અમદાવાદની કોરોના હોસ્પિટલમાં સેવા આપી રહેલા ડોકટર રૂખશાર એસ મકડી જણાવે છે કે હાલ મારી હોસ્પિટલમાં કોરોનાની ઓપીડીના પેસેન્ટો દરરોજ ૧૦ થક્ષ ૧૨ હોય છે. તેમાં તાવ, શરદી, ઉધરસ અને વિકનેસના પ્રાથમિક લક્ષણો ધરાવતા દર્દીઓ હોય છે. ને સામાન્ય કહેવાય છે. એકાદ માસ પહેલા ૬ કલાકમાં ૭૦ કરતા વધુ કોરોનાના દર્દીઓની ઓપીડી આવતી તેમાં મોટે ભાગે દર્દીઓને દાખલ કરવા પડે તેવી પોઝીટીનમાં હોય છે. એકંદરેકોરોના કેસમાં ૭૦% જેવો ઘટાડો જોવા મળી રહ્યો છે.
કોરોના ઘટયો પરંતુ નાબુદ નથી થયો જેથી લોકો સાવચેત રહે: ડો.પિયુષ કણસાગરા (એમ.એસ.)
શહેરની જાણીતી ક્રિશ્ર્ના હોસ્પિટલના સર્જન અને શહેરમાં સર્વ પ્રથમ ખાનગી કોવિડ સેન્ટરની મંજુરી મળેલ તે ડો. પિયુષ કણસાગરા જણાવે છે કે ખાનગી કોવિડ સેન્ટરમાં ૫૦% બેડ ખાલી પડયા છે. એક માસ પહેલા મારી હોસ્પિટલમાં ૨૦૦ કરતા વધુ ઓપીડી જોવામાં આવતી હતી. તે આજે ઘટીને ૧૦૦ સુધી પહોચી ગયેલ છે. તેમાં છેલ્લા સાત દિવસથી દરરોજ એકથી બે પેશન્ટ કોરોના પોઝીટીવ જોવા મળે છે. આથી એવું કહી શકાય કે કોરોના ૮૦% જેવો ઘટી ગયો છે. પણ કોરોના હજુ નાબુદ નથી થયો તેથી લોકોને સાવચેતી રાખવી ખૂબજ જરૂરી બની રહેશે.
એક દિવસ સ્મશાન અમને ટુંકુ લાગ્યું તું : હરી સુવા
શહેરમાં છેલ્લા ૪૫ દિવસથી સ્મશાનમાં કોરોના પોઝીટીવ દર્દીઓના અગ્નિ સંસ્કાર કરતા અભિમન્યુ ટીમના હરી સુવાએ જણાવેલ કે એક જ દિવસમાં અમોએ ૨૭ લાશોને અગ્નિસંસ્કાર કરેલ ત્યારે અમને સ્મશાન ટુંકુ પડયું હતુ ઈશ્ર્વરે અમારી પ્રાર્થના સાંભળી હવે છેલ્લા ૧૦ દિવસથી દરરોજ ૬ થી ૭ લોકોના અગ્નિસંસ્કાર કરવામાં આવે છે. તેમાં કોરોના પોઝીટીવ એક કે બે લાશો હોય છે.
અત્યારે કોરોના પોઝીટીવ લોકોને દાખલ નથી કરવા પડતા: ડો. બ્રિજેશ મોડિયા
શહેરમાં જાણીતા હૃદયના ન્યુ લાઈફ હોસ્પિટલના ડો. બ્રિજેશ મોડિયાના જણાવ્યા અનુસાર આજથી ૨૫ દિવસ પહેલા હોસ્પિટલમાં ૧૫૦ કરતા વધુ ઓપીડી નોંધવામાં આવતી હતી છે. જયારે છેલ્લા આઠ નોંધાય છે. હાનિ કોરોના પોઝીટીવ વાળા દર્દીઓને દાખલ નથી થવું પરંતુ તેને પ્રાથમિક સારવારથી સ્વસ્થ થઈ જાય છે. શહેર તાલુકામાં અત્યારે કોરોનાનું જોર ઘટી ગયું છે. તેવું કહી શકાય પણ કોરોના સાવ ગયો નથી તેમ પણ કહી શકાય બને ત્યાં સુધી લોકોએ કામ વગર બહાર ન નીકળવું જોઈએ.
કોરોના દર્દીમાં ઘટાડો થતાસરકારી કોવિડ સેન્ટર આગામી ૧લીજૂનથી બંધ કરવામા આવશે: પ્રથમ નાગરીક મયુર સુવા
શહેરના પ્રથમ નાગરીક અને શહેરને કોવિડ સેન્ટરની ભેટ આપનાર મયૂર સુવાએ સરકારી કોવિડ સેન્ટર વિશે આંકડા સાથે માહિતી આપતા જણાવેલ કે કોવિડ સેન્ટર ચાલુ થયું ત્યારથી આજ દિવસ સુધીમાં ૭૧૪ જેટલા દર્દીઓ કોવિડ સેન્ટરમાં દાખલ થવા માટે આવ્યા આમાંથી ૨૫૭ દર્દીઓને દાખલ કરવામાં આવેલ. આજના દિવસ સુધીમાં ૧૧૨ દર્દીઓ સ્વચ્છ થતા રજા આપવામાં આવી છે.જયારે ૪૧ દર્દીઓ સ્વૈચ્છિક રીતે રજા લઈને જતા રહ્યા હતા જયારે ૭૦ જેટલા દર્દીઓને વધુ સારવાર જણાતા રીફર કરવામાં આવેલ હતા જયારે ૩૦ દિવસમાં ૧૬ દર્દીઓનાં અવસાન થયા હતા. હાલમાં કોવિડ સેન્ટરમાં ૧૮ દર્દીઓ ઓકિસજન સારવારમાં છે. અને ઓબ્ઝર્વેશન વોર્ડમાં એક પણ દર્દી નહિ હોવાથી આ રૂમ સાવ ખાલી છે. જયારે ત્રીજા નંબરનો વોર્ડ પણ સંપૂર્ણ ખાલી છે. આથી આગામી ૧લી જૂન ના રોજ કોવિડ સેન્ટર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વધુમાં વધુ લોકો રસી મુકાવે જયેશ ત્રિવેદી-વિક્રમ સોલંકી
સરકાર દ્વારા કોરોના વેકિસન ઝુંબેશ ચલાવવામાં આવી છે. તેને કારણે કોરોના ને ભાગવું પડયું છે. હાલમાં શહેર તાલુકામાં ૨૦૧૧૯ લોકોએ રસી લીધી છે. આ રસી લેવાથી કોરોના લોકોને મૃત્યુ સુધી લઈ નથી જતો આથી વધુમાં વધુ લોકોએ રસી લેવી જોઈએ તેમ શહેર રસીકરણના ઈન્ચાર્જ જયેશભાઈ ત્રિવેદી અને વિક્રમસિંહ સોલંકીએ જણાવ્યું હતુ.