ધો.૧થી ૮ અને ૯થી ૧૧માં પણ ગણિત અને વિજ્ઞાનનાં પુસ્તકોનો અભ્યાસક્રમ આગામી વર્ષથી બદલાઇ રહ્યો છે. અંદાજે દોઢ કરોડથી વધુ પુસ્તકો પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રિન્ટ કરવામાં આવે છે. ગત વર્ષે રાજ્યની તમામ સરકારી શાળાઓ માટે પાઠ્યપુસ્તકોની જરૂરિયાત અને માગ ઓનલાઇન રજિસ્ટર્ડ કરવાનું ફરજિયાત કરાયું હતું, જેમાં મળેલી સફળતાના પગલે હવે બુકસેલર, વેપારીઓ અને ડિસ્ટ્રિબ્યૂટર માટે પાઠ્યપુસ્તકોના ઓર્ડર ઓનલાઇન કરવાનું અને પેમેન્ટ પણ ઓનલાઇન કરવાનું ફરજિયાત કરાયું છે.

પાઠ્યપુસ્તક મંડળના કાર્યવાહક નિયામક નીતિન પેથાણીએ જણાવ્યું હતું કે નવા અભ્યાસક્રમનાં પુસ્તકોનું ટ્રાન્સલેશન થઇ ચૂક્યું છે. સીબીએસઇનાં પુસ્તકોનું ફેરફાર વગર ટ્રાન્સલેશન કરાયું છે. હાલમાં તેની ચકાસણી થઇ રહી છે. માસના અંત સુધીમાં પુસ્તકો પ્રિન્ટ થવાનું શરૂ થઇ જશે અને ડિસેમ્બરથી પુસ્તકોના ઓનલાઇન ઓર્ડર લેવાનું શરૂ કરાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.