રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટિમ દ્વારા આજે કેલ્શિયમ કારબાઇડના ઉપયોગથી કેરી પકવતા 40 આસમીઓને ચેકીંગ કરવામાં આવ્યું હતું. ચેકીંગ દરમ્યાન 6 આસામીઓને ફુડના પરવાના બાબતે નોટિસ આપવામાં આવી હતી.વેપારીઓ સુધરી ગયા હોય તેમ કારબાઇડથી પકાવેલી એક પણ કેરી પકડાય ન હતી.
ફૂડ વિભાગ દ્રારા આજે રાજેશભાઇ ટેકવાણી( ગ્રીન પાર્ક કોઠારીયા રોડ),એવન સીઝન સ્ટોર (સોરઠીયા વાડી સર્કલ કોઠારીયા રોડ ), ખોડીયાર સીઝન સ્ટોર (કોઠારીયા રોડ ), જલારામ સીઝન સ્ટોર(કોઠારીયા રોડ), શીવમ્ ફ્રુટ (અમુલ આઇસ્ક્રીમની બાજુમાં કોઠારીયા રોડ) ,પાટીદાર કેરી ભંડાર(કેદાર ગેટની બાજુમાં કોઠારીયા રોડ),દેવો ફ્રુટ( કેદાર ગેટની બાજુમાં કોઠારીયા રોડ), વિશ્ર્વાસ ફ્રુટ(કોઠારીયા રોડ) જલારામ ફ્રુટ (સુભાષ ચોકની બાજુમાં કોઠારીયા રોડ ) ,શ્રીજી કેરી ભંડાર, (આશ્રમ પાસે કોઠારીયા રોડ),અમીનભાઇ જાફરભાઇ કેરીવાળા(ગાંધીગ્રામ મે.રોડ),સુરેશભાઇ ગીલગીલાણી(એસ. કે. ચોક),ગોલ્ડ કેળા કોલ્ડ(સાગર ડેરી પાસે રૈયાધાર રોડ),મહેશભાઇ ગણાત્રા (નાણપરા ચોક, ધરમનગર રોડ),ભાવિનભાઇ ભાલોડીયા( સાધુવાસવાણી રોડ),કેવીન કેરી ભંડાર(સાધુવાસવાણી રોડ), મોમ્સ કેરી ભંડાર(સાધુવાસવાણી રોડ),રામનાથ ફ્રુટ(આનંદ બંગલા ચોક), કુળદેવી કેરી ભંડાર(આનંદ બંગલા ચોક), જયમાતાજી કેરી ભંડાર, (આનંદ બંગલા ચોક) રોજ ફુટ(ઢેબર રોડ),વિરેન્દ્ર ફ્રટ, (ઢેબર રોડ),કાદર ઇસુભાઇ ફ્રુટવાળા(ઢેબર રોડ), અસલમભાઇ મહીડા( ઢેબર રોડ),જય ભવાની ડેરી,(જ્યુબેલી રોડ),જય જલારામ સીઝન(જ્યુબેલી રોડ), કુળદેવી ફ્રુટ સેન્ટર, (જ્યુબેલી રોડ ),ફખરી કેરી ભંડાર(જ્યુબેલી પાછળ) આર. કે. મેંગો(કિશાન પરા), ગુરૂદેવ મેંગો( કિશાન પરા ), રીધ્ધી સીધ્ધી ફાર્મ( કિશાન પરા),ગોપાલભાઇ કેરીવાળા( જામનગર રોડ), અશોકનાથ મકવાણા (જામનગર રોડ),ભારત પ્રવીણભાઇ મકવાણા(જામનગર રોડ) ,રાહુલભાઇ મકવાણા (જામનગર રોડ) રાહુલભાઇ સોલંકી,એસએચએસ ફ્રુટ, (જામનગર રોડ) એચ એસ ફ્રુટ( જામનગર રોડ),ગોલ્ડ કેળા કોલ્ડ( જામનગર રોડ), વાળીનાથ કેરી(મવડી ચોકડી) અને એ વન ફ્રુટ(ગોડલ રોડ)માં ચેકીંગ હાથ ધરાયુ હતું.જોકે એક કિલો પણ કારબાઇડથી પકાવેલી કેરી પકડાય ન હતી. આ ઉપરાંત એસએચએસ ફ્રુટ, એચએસ ફ્રુટ, ગોલ્ડ કેળા કોલ્ડ, એ વન ફ્રુટ, ગોલ્ડ કેળા કોલ્ડ, રામનાથ ફ્રુટને લાઈસન્સ અંગે નોટિસ આપવામાં આવી હતી.