ગોંડલ માર્કેટીંગ યાર્ડના સંચાલનને કાબિલેદાદ ગણાવ્યું ;ગોંડલ યાર્ડને સૌરાષ્ટ્રનું નહીં પરંતુ દેશનું અગ્રિમ યાર્ડ કહેવામાં કોઈ અતિશયોક્તિ નહિ કહેવાય
સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટયાર્ડમાં દર વર્ષ ની જેમ આ વર્ષે પણ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી વેપારીઓ ડુંગળી અને મરચાની ખરીદી માટે આવતા યાર્ડના સત્તાધીશોએ મિટિંગ નું આયોજન કર્યું હતું.
સૌરાષ્ટ્ર ગુજરાત, મહારાષ્ટ્ર, યુપી, બિહાર, રાજસ્થાન, દિલ્હી સહિતના અલગ અલગ રાજ્યોમાંથી ગોંડલ માર્કેટયાર્ડ ખાતે ડુંગળી અને ગોંડલીયા મરચાની ખરીદી કરવા વેપારીઓ આવી પહોંચ્યા છે, ત્યારે ગોંડલ માર્કેટયાર્ડ ખાતે સત્તાધીશો એ અન્ય રાજ્યોમાંથી આવેલા વેપારીઓની સાથે મિટિંગ નું આયોજન કર્યું હતું આ તકે માર્કેટયાર્ડના ચેરમેન ગોપાલભાઈ શીંગાળા, – વાઇસ ચેરમેન કનકસિંહ જાડેજા સહિત ના યાર્ડ ના કર્મચારીઓ વેપારીઓ હાજર રહ્યા હતા આશરે 15 જેટલા રાજ્યોમાંથી આવેલા વેપારીઓએ ડુંગળીની ક્વોલિટી એક સરખી મળતી રહે, ફાડા કે ટુકડા થઈ ગયેલી ડુંગળીનો જથ્થો અલગ રાખવામાં આવે તેમજ મરચા ભારી ની જગ્યાએ કોથળા માં ભરી આપવામાં આવે તો વેપારીઓને વધુ સરળતા રહેશે તેવું જણાવી ગોંડલ માર્કેટીંગ યાર્ડના સંચાલનને બિરદાવ્યું હતું.