રિફંડ મેળવવાની લાયકાત ધરાવતા વ્યાપારીઓ માટે લેવાયેલો નિર્ણય આશ્ચર્યજનક 

ઇનપુટ ટેક્ષ ક્રેડિટના રિફંડને લઇ અનેક પ્રશ્નો સતત ઉદ્ભવી રહ્યા છે. આ તકે ઇનપુટ સર્વિસ પરના ઇનપુટ ટેક્ષ ક્રેડિટ રિફંડના પ્રશ્નને સુપ્રીમ કોર્ટએ તાકીદ કરતા જણાવ્યું હતું કે, આ કિસ્સામાં વ્યાપારીઓ રિફંડ ક્લેઇમ કરી શકતા નથી. સુપ્રીમ કોર્ટ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હરિ કે, ઇનપુટ સર્વિસ પરનું ઇનપુટ ટેક્ષ ક્રેડિટ રિફંડ વ્યાપારીઓ મળવા પાત્ર નથી. આ મુદ્દાને ધ્યાને લઇ કોર્ટએ જીએસટી કાઉન્સિલને પણ તાકીદ કરતા જણાવ્યું હતું કે, આ તમામ મુદ્દા પર યોગ્ય નિર્ણય લેવાવો જોઈએ.

ઇનપુટ પરનો ટેક્સ તે ફિનિસડ પ્રોડકટ પરની ડ્યુટી કરતા વધુ છે. બીજી તરફ ગુજરાત હાઈકોર્ટમાં એક આ પ્રકારનો કેસ સામે આવ્યો હતો જેમાં વ્યાપારીઓ ઇનપુટ સર્વિસ પરના ઇનપુટ ટેક્ષ ક્રેડિટનું રિફંડ મેળવી શકે. કોર્ટના જણાવ્યા મુજબ ઇવરટેડ ડ્યુટી સ્ટ્રકચર મુજબ જે રીતે રિફંડ ગ્રાન્ટ કરવામાં આવે છે તેને મુલવવામાં નહીં આવે.

હાલ જે રોષ વ્યાપારીઓમાં જોવા મળી રહ્યો છે તેને જોતા કોર્ટ દ્વારા જીએસટી કાઉન્સિલને સૂચન કરતા જણાવ્યું હતું કે, આ મુદ્દે રિફંડનું જે કેલ્ક્યુલેસન કરવામાં આવે છે તે પદ્ધતિ પર વિચાર કરવો જોઈએ અને યોગ્ય પોલિસી અંગે નિર્ણય પણ લેવો જોઈએ. બીજી તરફ ટેક્ષ કન્સલ્ટન્ટનું માનવું છે કે આવનારા સમયમાં વ્યાપારીઓને ઇનપુટ સર્વિસ પર ઇનપુટ ટેક્સ રિફંડ મળવા પાત્ર રહેશે. પરંતુ હાલની સ્થિતિને ધ્યાને લઈ બેનામી વ્યવહારો વધવાની પણ શક્યતા વધુ પ્રબળ બનશે.

ટેકશ કન્સલ્ટન્ટો દ્વારા એ વાત પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં સરકાર તમામ ઇનપુટ સર્વીસ પરના રિફંડને મંજૂરી આપશે. અને તે અંગેના યોગ્ય નિયમો પણ અમલી બનાવશે. જેથી જીએસટી વધુ સુદૃઢ બની શકે અને વ્યાપારીઓ સરળતા રહે. હાલ જે મુદ્દો રિફંડને લઇ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને જોતા જીએસટી કાઉન્સિલ યોગ્ય પગલાં લેશે અને ઉદભવતા પ્રશ્નોનું નિરાકરણ લાવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.