મર્સિડીઝની AMG GTR સુપર કારે ભારતના લોન્ચ થયા પહેલા જ એક રેકોર્ડ બનાવી નાખ્યો છે. આ કારે ગ્રેટર નોએડા સ્થિત બુધ્ધ ઇન્ટરનેશનલ સર્કિટ (BIC) પર માત્ર ૨ મિનિટ અને 09.853 સેક્ધડમાં પુરો કર્યા અને આ સાથે તે સૌથી ઝડપી કાર બની.
૨૧ ઓગષ્ટે લોન્ચ થશે.- આ સ્પીડ ટેસ્ટને FMSCI એટલે કે ફેડરેશન ઓફ મોટર સ્પોર્ટ્સ કલબ્સ ઓફ ઇન્ડિયાએ ઓર્ગેનાઇઝ કરી હતી. ભારતમાં આ કાર ૨૧ ઓગષ્ટે લોન્ચ થશે.
– આ લેટેસ્ટ સ્પોર્ટ્સ મોડલમાં જુના મોડેલના મુકાબલે મોડિફાઇડ સસ્પેન્શન, એરોડાયનેનિક્સ, એક્ટિવ રિયર એક્સલ સ્ટિયરિંગ, બિસ્પોક ટાયર્સ અને ઇન્ટેલિજન્ટ લાઇટવેર ડિઝાઇન આપવામાં આવી છે.
શું છે તેની થીમ (કલર) અને કિંમત :-ગ્રીન કલર થીમ પર બેઝડ આ કારને ‘એ એમજી ગ્રીન હેલો મેંગો’ રોડ આપવામાં આવ્યો છે.ડિઝાઇન અને તેની ખાસીયતોજેમા
-૪.૦ લીટર વી ૮ એન્જિન
– 577 BHP પાવર
– 7સ્પિડ ડ્યુઅલ કલચ ગિયર બોક્સ
– હલકા એવા ફોઝર્ડ વ્હિલસ
– મોટા રિયર એરોફોઇલ
– હાલ તો મર્સિડિઝે આ કારની કિંમતને લઇને કોઇ ખુલાસો કર્યો નથી. પરંતુ લોન્ચિંગ સમયે આ કારની કિંમત જાહેર કરે તેવી શક્યતાઓ છે.