મર્સિડીઝએ પોતાનુ નવુ મોડલ મર્સિડીઝ મેબાચ-૬ કેબરરેવલે લોન્ચ કરી દીધુ છે. જેના બોનેટની નીચે કોઇ કલ્પના પણ નહી કરી શકે તમે પણ એ જોઇને આશ્ર્ચર્ય ચકિત થઇ જશો.
મેલ ઓનલાઇનના રિપોર્ટ મુજબ આ મોડલના બોનેટમાં એન્જિનના બદલે ડિનરસેટ, ખાવાની છત્રીઓ અને ટ્રોલી બેગ રાખવામાં આવ્યા છે. જેનો મુસાફરી દરમિયાન ઉપયોગ કરી શકાશે. વેબ પોર્ટલ મુજબ આ મોડલની ડિઝાઇન લકઝરી બોટ સુપરયાટથી પ્રભાવિત થઇને બનાવવામાં આવ્યું છે. આ ગાડી એટલી તાકતવર છે કે ફક્ત ૪ સેક્ધડમાં ૦ થી ૧૦૦ કિલોમીટર પ્રતિકલાકની સ્પીડ પકડવાની કાબેલિયત ધરાવે છે. તેની કુલ સ્પીડ ૫૦૦ કિલોમીટર પ્રતિકલાક છે. આ ગાડી ૫.૭ મીટર લાંબી અને ૨.૧ મીટર પહોળી છે.
આ ગાડીમાં ૪ તાકાતવર ઇલેક્ટ્રીક મોટર લગાવવામાં આવી છે જે એક-એક ટાયરની જોડાયેલી અને દરેક મોટર એક ટાયરને ચલાવે છે. તેની કિંમત હજી સામે આવી નથી પરંતુ કહેવામાં આવે છે કે આ ગયા વર્ષે આવેલ મોડલ મેબાચએસ ૬૫૦ કેબરેવલે કરતા મોંઘી છે. જેની કિંમત ૨ લાખ ૬૦ હજાર પાઉન્ડ એટલે કે લગભગ ૨ કરોડ હતી.