મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લાભુભાઇ ત્રિવેદીની ૨૫મી પૂણ્યતિથિ નિમિતે વિવિધ સ્પર્ધાઓ: કાલે વિશેષ પ્રતિભાની હરિફાઇ
મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લાભુભાઈ ત્રિવેદીની ૨૫મી પૂણ્યતિથિ નિમિતે ‘મેરા ટેલન્ટ હી મેરી પહેચાન’ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડ્રામાકોમ્પિટીશન, કરાઓકે કોમ્પિટીશન, ડાન્સ કોમ્પિટીશન તેમજ એકસટ્રાઓડિનરી કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોમ્પીટીશનમાં કુલ ૫૦ જેટલી સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને દરેક ક્ધટેસ્ટન્ટને પ્રમાણપત્ર તથા નંબર લેતા વિદ્યાર્થીઓને રોકડ રકમ સાથે શિલ્ડ આપવામાં આવ્યા હતા. જેમાં મુખ્ય મહેમાન મહાત્માગાંધી ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી મનસુખભાઈ જોશી અને ત્યાંના હેડ હેલીબેન ત્રિવેદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમ ૨૦ થી ૨૩ ડિસેમ્બર સુધી આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૨૦ તારીખે ડ્રામા કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું. ૨૧ તારીખે કરાઓકે (સિંગિંગ) કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જયારે ૨૨ તારીખે ડાન્સ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું તથા ૨૩ તારીખે એકસ્ટ્રાઓડિનરી કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરેક માધ્યમમાં ૧ થી ૩ નંબર આપી રોકડ રકમ અને શિલ્ડ આપવામાં આવશે.
રમેશભાઈ ક્ધયા છાયા વિદ્યાલયના આચાર્યએ અબતક સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ‘મેરા ટેલન્ટ મેરી પહેચાન’ પ્રોગ્રામની ઉજવણી ચાર દિવસથી થઈ રહી છે. ગાંધીજીએ કહ્યું છે શિક્ષણની વ્યાખ્યામાં કે બાળકમાં રહેલી પૂર્ણતાનું પ્રગતીકરણ એટલે શિક્ષણ બાળકોમાં ઘણો ટેલેન્ટ રહેલો છે.
જે આ પ્રોગ્રામ દ્વારા અમે બહાર લાવી શકીએ છીએ. વિદ્યાર્થીઓમાં આટલો ટેલેન્ટ છે. તેને મડારવાનો અમને મોકો મળ્યો છે અને એમની ખુબ જ સુંદર રજુઆત રહી હતી. કરાઓકે ઉપર ફિલ્મી સોંગ ગાઈ શકય છે એ અમને પણ ખબર નહોતી પણ વિદ્યાર્થીઓ એનાથી બરાબર વાકેફ હતા માટે શિક્ષકોએ પણ આ કોમ્પીટીશન માટે પોતાને કેળવ્યા તેમજ વિદ્યાર્થીઓને પણ મઠારવાનું કામ કર્યું. મારું માનવું છે કે દર વર્ષે અભ્યાસિક પ્રવૃતિ સાથે સહઅભ્યાસિક પ્રવૃતિઓનું પણ આયોજન થવું જ જોઈએ. કારણકે પોતાના ટેલેન્ટ દ્વારા તે પોતાના જીવનમાં ઘણા આગળ વધી શકશે. આવા કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓને એક પ્લેટફોર્મ મળે છે.
અબતક સાથેની મુલાકાતમાં વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, એમની શાળામાં ચાલતા આવા કાર્યક્રમોમાં તે લોકો ઉત્સાહભેર ભાગ લે છે અને મેરા ટેલેન્ટ મેરી પહેચાન વિશે વધુમાં જણાવ્યું હતું કે, આવો કાર્યક્રમ પહેલીવાર યોજવામાં આવ્યો છે. જેમાં તેઓ ઉમંગભેર ભાગ લઈ પોતાના ટેલેન્ટને પ્રદર્શિત કર્યો હતો અને સ્કુલ દ્વારા પણ ઘણો સપોર્ટ કરવામાં આવ્યો છે. આવા કાર્યક્રમો દ્વારા એમને પોતાનો ટેલેન્ટ બતાવવા માટે સારું પ્લેટફોર્મ મળ્યું છે અને આવા કાર્યક્રમોથી એમને પ્રેરણા મળે છે.