૧૯૪૦ થી ૨૦૧૭ સુધીના નવા જૂના ગીતોની રંગત જામશે

રાજકોટ મહાનગરપાલીકા દ્વારા શહેરની કલા પ્રેમી જનતા માટે ૧લી મે ના રોજ ગુજરાત રાજય સ્થાપના દિન નિમિતે ‘ગાતા રહે મેરા દિલ’ સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જુના યાદગાર ફિલ્મી ગીતોની રંગત જામશે. દિલ ડોલાવશે. ૧૯૪૦થી લઈ ૨૦૧૭ સુધીના નવા જૂના ફિલ્મી ગીતો લોકોનું દિલ ડોલાવશે તેમ સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કરક પટેલ તથા સમાજ કલ્યાણ ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું છે.

રાજકોટ મહાનગરપાલીકા દ્વારા વર્ષભર જુદા જુદા અનેકવિધ સાંસ્કૃતિક, રમત ગમત ગીત સંગીત તથા અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેને લોકો મન ભરીને માણે છે તદનુસાર આગામી ૧લી મે ગુજરાત રાજય સ્થાપના દિનની ઉજવણી અંતર્ગત તા.૧.૫.૧૭ના રોજ રાજકોટની કલાપ્રેમી જનતા માટે રાજકોટ મહાનગરપાલીકા તરફથી કવિ રમેશ પારેખ રંગદર્શન ખાતે ‘ગાતા રહે મેરા દિલ’ એક સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવશે આ કાર્યક્રમાં દેશના ખ્યાતનામ સિંગરો, સુપ્રસિધ્ધ બોલીવુડના મ્યુઝીક ડાયરેકટર સંદીપ ક્રિશ્ર્ચન, અનિલ બાજપાઈ, આનંદ વિનોદ, વિભાવરી યાદવ, સુરોજીત ગૃહા, પામેલા જૈન, તથા એન્કર પરીશી વર્મા પોતાના સંગીતથી રાજકોટની જનતાને મનોરંજન પીરસશે. આ સમગ્ર આયોજનમાં અધતન જેબીએલની સાઉન્ડ સિસ્ટમ અને અધ્યતન એલઈડી સ્ક્રીનો લગાવામાં આવશે. સમગ્ર રાજકોટના વડીલો, ભાઈઓ બહેનો અને યુવાધનને સહપરિવાર માનવા લાયક આ કાર્યક્રમમાં પધારવા સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન પુષ્કર પટેલ તથા સમાજ કલ્યાણ સમિતિનાં ચેરમેન જયમીન ઠાકરે અનુરોધ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.