સિટી વુમન્સ કલબ દ્વારા જુના નવા હિન્દી ગીતોનો કાર્યક્રમ યોજાયો: શ્રીકાંત નાયર, અશ્વિનની મહેતા, રૂષભ મકવાણાએ મહિલાઓને ડોલાવી
રાજકોટ સીટી વુમન્સ કલમ દ્વારા હેમુ ગઢવી હોલ ખાતે મહીલાઓ માટે ‘ગાતચા રહે મેરા દિલ’સંગીત કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં જુના હિન્દી ગીતોની રમઝટ બોલાવવામાં આવી હતી કાર્યક્રમમાં શ્રીકાંત નાયર, અશ્ર્વિની મહેતા, રૂષભ મકવાણા અને પુનમ ગજેરાએ પોતાના અવાજમાં ગીતો ગાઇને મહિલાઓને આનંદ લેવડાવ્યો હતો. આ સંગીત કાર્યક્રમનો હેતુ મહીલાઓને પોતાના માટે થોડોસમય આપવાનો હતો. આ કાર્યક્રમમાં અગર તુમ સાથ દેને કા વાદા કરો, તુજ સંગ પ્રિત લવાઇ, કયા ખૂબ લગતી હો જેવા અનેક જુના ગીતો ગાઇને મહિલાઓને આનંદિત કર્યા હતા. આ ગીતોનો વધુ આનંદ સંગીતના સાધનો દ્વારા જ હોય છે.
સંગીત કાર્યક્રમમાં ગીતો ની સાથે વાંસળી, તુમ્બા, તબલા, ઢોલક, ગીટાર, કિબોર્ડ જેવા અનેક સંગીતના સાધનોના અવાજોથી ગીતોને વધુ આનંદદાથી બનાવવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં એન્કર ગાર્ગી નીંબારકે પણ મહિલાઓને પોતાના શબ્દોથી ઉત્સાહિત કરી તે હજુ જવાન છે. એવું કહીને મહીલાઓને આનંદીત કર્યા હતા. કાર્યક્રમમાં હની ટયુન બેન્ડ દ્વારા મહિલાઓને અવનવા ઇન્સ્ટુમેન્ટ દ્વારા મહિલાઓને આનંદ અપાવ્યો હતો.
સીટી વુમન્સ કલબના પ્રમુખ પ્રફુલાબેનએ આ કાર્યક્રમનું આયોજન માત્ર મહિલાઓ દ્વારા જ કર્યુ હતું. નોંધનીય છે કે આ કાર્યક્રમની ઓડીઅન્સ માત્ર મહિલાઓ જ હતી.કાર્યક્રમમાં ગાવામાં આવેલા બધા જ જુના હિન્દી ગીતો હતા આ કાર્યક્રમમાં લગભગ ૫૦૦ થી વધારે મહીલાઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતમાં સંગીતકારોએ મહિલાઓને પણ ગીતો ગવડાવી સ્ટેજ પર ડાન્સ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં દરેક મહિલાઓએ ઘરનીબધી જ ચિંતા છોડીને ખુલ્લા મને ડાન્સ કર્યો હતો. કાર્યક્રમમાં કલબના સભ્યો દ્વારા ઓડીયન્સ ને તાળીઓ દ્વારા વધારવવામાં આવ્યા હતા.
રાજકોટ સીટી વુમન્સ કલબના પ્રમુખ પ્રફુલાબેન મહેતાએ જણાવ્યું હતું કે આ રાજકોટ સીટી વુમન્સ કલબની સ્થાપના ૨૦૧૮માં કરવામાં આવી હતી. ત્યાદરબા અનેક કાર્યક્રમો કરી રહ્યા છે. જેમાં ખુબ ઓછી ફીમાં મહિલાઓને આનંદ મળી શકે છે. રાજકોટ સીટી વુમન્સ કલબ દ્વારા ગાતા રહે મેરા દિલ સંગીત કાર્યક્રમનું આયોજન કર્યુ હતું. જેમાં શ્રીકાંત નાયર, અશ્ર્વિની મહેતા, રૂષભ મકવાણા અને પુનમ ગજેરા દ્વારા અનેક હિન્દી ફિલ્મોના ગીતો ગાઇને મહિલાઓને આનંદ લેવડાવ્યો છે. સંગીતકારો દ્વારા અનેક મહિલાઓને વધુ પસંદ પડે એવા જ ગીતો ગવડાવી મહિલાઓને આનંદ અપાવ્યો હતો. આ સંગીત કાર્યક્રમની તૈયારી અમે એક મહીનાથી કરતા હતા કાર્યક્રમની તૈયારી માત્ર મહિલાઓ દ્વારા જ કરવામાં આવી હતી. આ કાર્યક્રમની સફળતા મારા કલબની મહિલા સમીતી અને ઓડીયન્સના સાથથી મળી છે હું મારા મહિલા કમીટી સીંગરો અને ઓડીયન્સનો ખુબ આભાર માનું છું.
સંગીતકાર શ્રીકાંત નાયરે જણાવ્યું હતું કે રાજકોટ સીટી વુમન્સ કલબના સભ્યોએ સાથે મળીને ગાતા રહે મેરા દિલ સંગીત કાર્યક્રમનું આયોજન કર્યુ છે. ત્યારે અમને બધા કલાકારો ને મોકો મળ્યો છે કે બધા બહેનોએ અમારી કલાથી ખુશ કરી શકીએ. મોટા ભાગે બહેનોના કાર્યક્રમમાં બહેનો શાંતિથી સાંભળતા હોય એવું બનતું હોય પરંતુ આજા કાર્યક્રમમાં અમને બહેનોનો પ્રતિસાદ પણ ખુબ જ સારો મળ્યો છે.
સીટી વુમન્સ કલબના બહેનો અને ઓડીયન્સ ની તાળીઓ અને સીટીથી અમને ઘણો ઉત્સાહ થાય છે. મે મારી કારર્કીદીની શરુઆત રાજકોટમાં જ કરી છે અને બે વર્ષ પહેલા મે મારા નામે એક વર્લ્ડ રેકોર્ડ પણ નોંધાવ્યો છે. જેમાં કિશોર કુમારના ૧૫૧ ગીતો સતત ૧૫ કલાક સુધી ગાઇને રેકોર્ડ બનાવ્યો છે. એમાં અશ્ર્વિની મહેતાએ મારો સાથ આપેલો છે.
આજના કાર્યક્રમમાં હની ટયુન બેન્ડ એટલે મયુરભાઇ અને એમના કલાકારો આવવાના હતા પરંતુ મયુર સોનીને અચાનક કામ આવતા નામચહિન ડિબોર્ડ પ્લેયર દર્શીત કાચાએ આ કાર્યક્રમને ખુબ સરળ રીતે આજના કાર્યક્રમને સફળ બનાવ્યો છે. આજના કાર્યક્રમમાં અમારા ૩૦ ગીતો અને બહેનોને ડાન્સીંગ અને નંબર આપી બહેનોને આનંદ અપાવ્યો હતો. મને ગીતો ગાવાની પ્રેરણા કિશોર કુમારના ગીતો મહંમ્મદ રફી, મુકેશજીના ગીતો સાંભળીને મળ્યું છે.