બાર ગાવે બોલી બદલે: વસતી ગણતરી બાદ વિવિધતામાં એકતાનો આંકડા બહાર આવ્યા
બાર ગાવે બોલી બદલે ઉક્તિ મુજબ વિવિધતામાં એકતા ધરાવતા ભારત દેશમાં વર્ષ ૨૦૧૧ની વસ્તી ગણતરીનાં જાહેર કરવામાં આવેલ વિશ્વલેષણ મુજબ ભારતમાં વસવાટ કરતા નાગરિકો ૧૯૫૦૦ પ્રકારની ભાષા બોલતા હોવાનું સતાવાર રીતે જાહેર કરાયું છે.
રજીસ્ટ્રાર જનરલ અને સેન્સર કમિશનર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડામુજબ ભારતની ૧૨૧ કરોડની વસ્તીમાં ૧૦,૦૦૦ કે તેથી વધુ વ્યકિતઓના જુદી-જુદી ૧૯,૫૦૦ પ્રકારની ભાષામાં વાતચીત કરતા હોવાનું નોંધવામાં આવ્યું છે. સતાવાર રીતે દેશમાં ૨૨ ભાષાઓ સતાવાર રીતે સ્વિકૃત કરવામાં આવી છે અને દેશની ૯૬.૭૧ ટકા વસ્તી આ ૨૨ માતૃભાષા પૈકી ૧ ભાષામાં વાતચીત કરે છે.
ભારતના બંધારણની આઠમી સુચિ મુજબ દેશમાં આસામી, બંગાળી, ગુજરાતી, હિન્દી, કન્નડ, કાશ્મીરી, કોંકણી, મલપાલન, મણિપુરી, મટાડા, નેપાળી, ઉડીયા, પંજાબી, સંસ્કૃત, સિધી, તમિલ, તેલુગુ, ઉર્દુ, બોડો, સંધાલી, મૈયિવી અને ડોગરી ભાષાઓનો સમાવેશ થયો છે પરંતુ આ ભાષાઓ ઉપરાંત જુદા-જુદા રાજયોમાં લોહીના સંબંધો ધરાવતા કૌટુંબીક સભ્યો અને સમુદાયો વચ્ચે કુલ મળી ૧૯૫૦૦ જેટલી ભાષાઓ કે જે નોંધાયેલ નથી તે બોલવામાં આવે છે.
આ વણનોંધાયેલ ભાષા ખોલવા પાછળ જે-તે સમાજની સલામતી તેમજ અલગ સામુદાયીક ઓળખ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ૨૦૧૧ની વસ્તી ગણતરીમાં એકથી વધુ વ્યકિતઓ દ્વારા બોલાતી ભાષાની નોંધ કરવામાં આવી હતી. જેમાં સરેરાશ ૧૦ હજાર લોકો અલગ પ્રકારની ભાષામાં વાતચીત કરતા હોય તેવી ૧૯૫૦૦ ભાષા બોલવામાં આવી હોવાનું સુત્રોએ ઉમેર્યું હતું.
ભારતનાં રજીસ્ટ્રાર જનરલ અને સેશન્સ કમિશનર દ્વારા જણાવાયું હતું કે, ૨૦૧૧ની વસ્તી ગણતરીમાં મુખ્યત્વે ૨૨ ભાષાઓ જાળવવામાં આવી છે. જેમાં ૯૬.૭૧ ટકા લોકો માંથી ૨૨ ભાષા ઉપયોગ કરતા હોવાનું અને ૩.૨૯ ટકા લોકો અન્ય ભાષામાં બોલતા હોવાનું નોંધાયું છે. જેમાં ૨૭૦ ભાષા ઓળખી શકાય તેવી હોવાનું પણ સતાવાર રીતે જણાવાયું હતું.