બિસ્કીટ લઈ આપવાનું કહી અવાવરૂ જગ્યાએ બળાત્કાર ગુજરી બાળકીને ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દીધી
માસૂમ બાળકીનો બે દિવસ બાદ પરિવાર જન્મદિવસ ઉજવે તે પહેલાં હત્યા થતા અરેરાટી
હાલોલમાં હેવાનિયતની હદ વટાવતી જઘન્ય ઘટના સામે આવતા અરેરાટી મચી જવા પામી છે.જેમાં 4 વર્ષની ફૂલ જેવી માસૂમ બાળકી સાથે તેના માનસિક વિકૃત દાદાએ જ દુષ્કર્મ આચરી ગળે ટૂંપો દઈ હત્યા કરી દેવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જે મામલે પંચમહાલ ગ્રામ્યના ડીવાયએસપી વી.જે. રાઠોડ સહિતના સ્ટાફે દુષ્કર્મ કરી હત્યા કરનાર માનસિક વિકૃત દાદાની ધરપકડ કરી તપાસ હાથધરી છે.
વિગતો મુજબ હાલોલ પોલીસની હદમાં એક નાની બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો જે મામલે પોલીસે પંચમહાલ જિલ્લા પોલીસે ટુકડીઓ બનાવી માસૂમ બાળકીના મૃતદેહને હાલોલ રેફરલ હોસ્પિટલ લાવ્યો હતા. ત્યાંથી વડોદરા પેનલ પીએમ અર્થે મોકલતા બાળકી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાનું અને ગળે ટૂંપો દઈ હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે તપાસનો ધમધમાટ કરી, આ હેવાનીયતભર્યું કૃત્ય કરનાર આરોપીને ઝડપી પાડ્યો હતો.આરોપી મૃત બાળકીના કૌટુંબિક દાદા હોવાનું સામે આવતા આરોપી ઉપર લોકો ફિટકાર વરસાવી રહ્યા હતા.
દાદાએ ગઈકાલે બપોરે બાળકીને બિસ્કિટ લઈ આપી રમાડતા રમાડતા તેઓના ઘર પાછળ આવેલા અવાવરુ જગ્યાએ લઈ જઈ હેવાનીયત ભર્યું કૃત્ય કર્યું હતું.
પછી ઘભરાઈ જતા પકડાઈ જવાના ડરે નજીક ઝાડી ઝાંખરામાં આવેલા વેલથી બાળકીના ગળે ટૂંપો દઈ તેની હત્યા કરી ત્યાંથી ફરાર થઇ ગયો હતો.બાળકીનો જન્મદિવસ હતો એટલે ઘર પરિવારના સભ્યો, મોટા ભાઈ અને બેન ઘરે હોઈ બાળકીને ઘરે રાખી બહાર નીકળ્યાં હતા. ત્યારે માસૂમ બાળકી સાથે આ ઘટના બની હતી.
બપોર બાદની બાળકી ગુમ થતા તેની શોધખોળ કરવામાં આવી હતી. તે સમયે કૌટુંબિક દાદાએ પોતે બિસ્કિટ આપી ખેતરે નીકળી ગયો હોવાનું જણાવ્યું હતું. અંતે સાંજે બાળકીનો મૃતદેહ ઝાડી ઝંખરાઓમાંથી મળી આવ્યો હતો.પોલીસે ગણતરીના કલાકોમાં જ ગુન્હાનો ભેદ ઉકેલી હેવાનીયત ભર્યું કૃત્ય આચરનાર બાળકીના કૌટુંબિક દાદાની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.
પરપ્રાંતિની સંડોવણીની શંકાએ ગ્રામજનોએ ગોડાઉન સળગાવ્યું
ચાર વર્ષની બાળકીની હત્યા કરાયા બરા તેનો મૃતદેહ રાત્રે ગામ નજીક ઝાડી ઝાંખરામાંથી મળી આવતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારે તે મામલે પોલીસે ત્યાં નજીકમાં ગોડાઉનમાં રહેતા પરપ્રાંતીઓની પૂછતા જ કરી હતી. જેથી ઉશ્કેરાયેલા ગ્રામજનોએ તે ગોડાઉનમાં રહેતા પરપ્રાંતિઓએ આ કૃત્ય કર્યાની શંકાએ ગોડાઉનમાં આગ ચાંપી દેતા રાત્રે જિલ્લા પોલિસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને આગ બુઝાવવા ફાયનરની ટીમ કામે લાગી હતી. પરંતુ જોત જોતામાં જ આગે વિકરાળ સ્વરૂપ લીધો હતો. જેથી આગને ઉજવવા માટે વધારે ફાયર ફાઈટર ની ટીમને બોલાવવામાં આવી હતી અને કલાકોની જેમ જ બાદ આગ ઉપર ફાયર ફાઈટરોએ આગ પર કાબુ મેળવ્યો હતો.