જીનિયસ સ્કૂલમાં મનોદિવ્યાંગ બાળકો માટે અવાર-નવાર વિવિધ પ્રવૃતિઓનાં આયોજન કરવામાં આવે છે. તાજેતરમાં ગાંધી જયંતીના ઉપલક્ષમાં રાજકોટ ઇન્ટેક ગ્રુપના સહયોગથી જીનિયસ સુપર કિડસના મનોવ્યિાંગ બાળકો માટે ‘ચલો ચરખા ચલાયે’ અભિયાન અંતર્ગત ચરખો ચલાવતા શીખવવામાં આવું હતું.
INTACH (ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ) ગ્રુપ ભારતના વારસા અંગે જાગૃતિ અને સંરક્ષણને આગળ વધારવાના હેતુ સાથે કાર્ય કરે છે. આ સંસ્થા સાથે જોડાયેલા જીનિયસ ગ્રુપના શિક્ષીકા આશાબહેન વાઘેલાએ ગાંધી જયંતીના ઉપલક્ષમાં જીનિયસ સ્કૂલના મનોદિવ્યાંગ બાળકોને ચરખાની મદદથી સુતર કેવી રીતે કાંતવામાં આવે છે. તેની માહિતી આપી હતી. આ અભિયાનનો હેતુ લોકોને ચરખા વિશે જ્ઞાન મળે, ચરખાને સમજવા અને સ્વીકારવામાં અને તેની કામગીરી શીખવામાં મદદરૂપ થાય તેવા પ્રયાસો કરવાનો છે. બાળકોએ પણ આ પ્રવૃતિને ખુબ રસપૂર્વક નિહાળીને તેનું અનુકરણ કરવાનો પ્રયત્ન કર્યો હતો. બાળકોની સરખા પ્રત્યેની જીજ્ઞાસા જોઈને ઈન્ટેક ગ્રુપ દ્વારા બાળકોને એક ચરખો પ્રેક્ટિસ કરવા માટે ભેંટ આપ્યો હતો.
ચલો ચરખા ચલાયે અભિયાનના આયોજન થકી મનોદિવ્યાંગ બાળકોને ભારતીય સંસ્કૃતિ તથા પરંપરા સાથે જોડીને ચરખાની માહિતી આપવા બદલ સંસ્થાના ચેરમેન ડી.વી. મહેતા, સીઇઓ ડીમ્પલબેન મહેતા અને જીનિયસ સુપર કિડસના સેકશન હેડ બીજલબેન હરખાણીએ ઈન્ટેક ગ્રુપના તમામ સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા.