નોકરીની અસલામતી મનુષ્યનાં વ્યકિતત્વને ખરડાવે છે
હાલના સાંપ્રત સમયમાં લોકો માનસિક શાંતીને ગોતવા ઘણી ખરી ઉકિત કરતા નજરે પડે છે પરંતુ લોકોને એ વાતનો ખ્યાલ નથી કે જે કોઈ સમયે તે તેમનું મનગમતું કામ કરે અથવા તો કામને મનગમતું બનાવે તો તેનો આનંદ અનેરો જોવા મળે છે ત્યારે એ વાતની પણ સ્પષ્ટતા થાય છે કે, માનસિક શાંતી માટે ખોરાક નહીં પરંતુ કામ કરવાનો આનંદ જ અત્યંત મહત્વપૂર્ણ અને જરી છે પરંતુ હાલ ૨૧મી સદીમાં નોકરીની અસલામતી મનુષ્યનાં વ્યકિતત્વને પૂર્ણત: ખરડાવે છે અને તેના નીજી જીવનને પણ અસર કરે છે. આજનું યુવાધન કામ કરવા માટેની જે ગેરમાન્યતા લઈ આગળ વધી રહ્યું છે તેનાથી તેનો અથવા તો દેશનો ઉથાન કોઈ પણ રીતે શકય બની શકતો નથી. લોકોનું માનવું છે કે, જેટલી કમાણી થતી હોય તેની સરખામણીમાં ઓછુ કામ કરવું જોઈએ પરંતુ જો આજનું યુવાધન તેની માનસિકતામાં ફેરબદલ કરે અને મળતા નાણાની સરખામણીમાં વધુ કામ કરે તો તે અત્યંત લાભાન્વિત સાબિત થાય છે.
નોકરી કરતા લોકોમાં પોતાની રોજીરોટી પ્રત્યે સહેજ પણ સભાનતા જોવા મળતી નથી જેના કારણોસર મનુષ્યને તેના રોજગાર અને રોજગારી માટે ઈનસીકયુરીટી રહે છે જેનું એકમાત્ર કારણ એ પણ છે કે, કામ કરતા લોકો તેમનું કાર્ય તેમની સેલેરીથી જ તુલના કરતા હોય છે જેથી તેમને જે યોગ્ય વળતર અને માનસિક શાંતી મળવી જોઈએ તે મળતી નથી અને ઘણા પ્રશ્ર્નો પણ ઉદભવિત થતા નજરે પડે છે. પહેલાના સમયમાં લોકો ગમે તેવો ખોરાક આરોગતા હતા પરંતુ તેઓનું સ્વાસ્થ્ય બગડતું ન હતું પરંતુ હાલ ખોરાકનાં બદલે કામ કરવામાં ઉદાસીનતાનાં કારણે લોકોનું સ્વાસ્થ્ય પણ બગડતું નજરે પડે છે. પહેલા જયારે પણ કોઈ કામ કરતા વ્યકિતને તેની નોકરી પર જોખમ લાગતુ હતું તે સમયે તે કર્મચારી તેનું કામ ગંભીરતાપૂર્વક અને દિલથી કરતો નજરે પડતો હતો જેથી તેની નોકરી ન જોખમાય પરંતુ હવે પરિસ્થિતિ વિપરીત બની છે જેમાં નોકરીનું જોખમ ઉભું થતાની સાથે જ લોકો તેના કામ પ્રત્યે સભાન રહેતા નથી અને કામ પ્રત્યેના લગાવથી દુર રહેતા નજરે પડે છે જેના કારણે અનેકવિધ પ્રશ્ર્નો પણ ઉદભવિત થાય છે.
રીસર્ચમાં એ વાતની પણ સ્પષ્ટતા થઇ છે કે, જે લોકો જોબ ઈનસિકયોરીટીનો ભોગ બને છે તેનાથી તેનું વ્યકિતત્વ ખરડાય છે અને પરીણામપે તેમની ઈમાનદારી, તેમની લોકો સાથેની અનુકૂળતા અને ભાવનાત્મક સહિતના પરીબળો સૌથી વધુ અસરકારક સાબિત થયું છે. સર્વેમાં એ વાતની પણ સ્પષ્ટતા થઈ રહી છે કે, લોકોને જયારે સતત તેમની કામ પર જોખમ વધુ દેખાવા મંડે તો તેમનું કૌશલ્ય, તેઓની આવડત પણ મહદઅંશે જોખમાય છે ત્યારે સર્વેનાં અંતે એ વાત સ્પષ્ટ થાય છે કે, જોબ ઈનસિકયોરીટી સહેજ પણ હોતી નથી પરંતુ કામ પ્રત્યેની સભાનતા, તેની ગંભીરતામાં ઘટાડો થતાની સાથે જ આ તમામ પ્રશ્ર્નો ઉદભવિત થતા નજરે પડે છે. ઘણાખરા કિસ્સામાં કર્મચારીઓ ટેકનોલોજીને ગાળો આપતા હોય છે પરંતુ તેઓ ટેકનોલોજી સાથે તાલ-મેલ મેળવવામાં નિષ્ફળ નિવડે છે.