- તમે હૃદયની સંભાળ લો, હૃદય તમારી સંભાળ લેશે
- આપણા દેશમાં દસ કરોડથી વધુ લોકો હ્રદયની ધમનીના રોગોથી પીડાય છે : ગુસ્સો કરો ત્યારે મગજને સૌથી વધુ લોહીની જરૂર પડે : આપણું હૃદય મિનિટમાં 72 વાર ધબકે છે: પુરૂષ અને સ્ત્રી બન્નેમાં હાર્ટ એટેકનાં લક્ષણો જુદા-જુદા હોય છે
- લવ સિમ્બોલમાં હાર્ટનો પ્રયોગ ઇ.સ.1250 થી કરાય છે : દિલની બિમારીથી સૌથી વધુ તુર્કિસ્તાનમાં મૃત્યુ પામે છે : 1893માં પ્રથમ હાર્ટ સર્જરી થઇ, તો 1950માં પ્રથમવાર કૃત્રિમ વાલ્વનું સફળ ઓપરેશન થયું
આપણાં શરીરનું સૌથી મહત્વનું હાર્ટ કે હૃદય છે. અવિતરત ધબકતું હૃદય જ્યાં સુધી ચાલુ રહે ત્યાં સુધી જ આપણે સજીવ છીએ અર્થાત્ જીવતા છીએ. એ બંધ થાય એટલે મૃત્યું જ છે. દુનિયાભરમાં હાર્ટ એટેકના કે હૃદયરોગીઓ ભારતમાં વધુ છે. તેની જાગરૂકતા માટે દર વર્ષે 29 સપ્ટેમ્બરે વિશ્ર્વ હૃદય દિવસ ઉજવાય છે. હૃદય રોગોની ગંભીરતા અને તેને સ્વસ્થ રાખવા માટે હવે જાગૃત થવું જ પડશે. આજની લાઇફ સ્ટાઇલ સાથે અનિયમિતતા ખોટી દિનચર્યા, તણાવ, ખોટો આહાર-વિહાર, પર્યાવરણ, પ્રદૂષણ વિગેરે સમસ્યાઓ પણ હૃદયરોગ માટે જવાબદાર છે. ડાયાબીટીસ વાળાને હાઇબ્લડ પ્રેશર જેવી સમસ્યા જ હૃદયરોગ નોતરે છે.
હૃદયરોગને કારણે દુનિયામાં એક કરોડથી વધુ લોકો મૃત્યુ પામે છે, એમાં 50 ટકા તો દવાખાને પહોંચે એ પહેલા રસ્તામાં દમ તોડે છે. ગત્ વર્ષના અંત સુધી દર ત્રીજા માનવીના મોતનું મેઇન કારણ હૃદયરોગ હતું. હૃદયને સ્વસ્થ રાખવા માટે દરેક વ્યક્તિએ સેલ્ફ કેર લેવી જરૂરી છે. પૂરી ઊંઘ, ધુમ્રપાન નિષેધ, તણાવમુક્ત જીવન, ખોરાકમાં મીઠું અને ચરબીની માત્ર ઓછી સાથે સવાર-સાંજ ખુલ્લી હવામાં ચાલવાનું અને રૂટીંગ કાર્યોની સાથે હળવો વ્યાયામ હૃદયને સ્વસ્થ રાખે છે.
પવર્તમાન સમયમાં યુવનોમાં પણ હાર્ટએટેકની સમસ્યા આવવાથી તે બાબતે જાગૃતિ લાવવી અતિ આવશ્યક બની ગયું છે. તમે તમારા દિલથી કોઇ અન્યને પ્રેમ કરો તેટલો જ પ્રેમ તમારા હૃદયને પણ કરો. પુરૂષ અને સ્ત્રી બંનેમાં હાર્ટ એટેકના લક્ષણો જુદા-જુદા હોય છે. તંદુરસ્ત હૃદય દિવસમાં લગભગ 1,15,200 વખત ધબકે છે. તે શરીરના તમામ 75 ટ્રિલિયન કોષો સુધી લોહી પહોંચાડે છે. એક નવાઇ ભરી વાત છે કે પુરૂષોનું હૃદય સ્ત્રી કરતાં 10 ટકા વધુ ઝડપથી ધબકે છે. દરરોજ હસવાથી ટેન્શન 50 ટકા હળવું થઇ જાય છે.
ઝડપી શહેરીકરણ, તણાવવાળી જીવનશૈલી, તમાકુનો ઉપયોગ, ચરબીવાળો આહાર, ડાયાબીટીસ, બ્લડ પ્રેશર અને બેઠાડું જીવન જેવા વિવિધ કારણોથી ભારતીયોમાં હૃદયરોગનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે. હવે તો નાની ઉંમરના ને પણ આ સમસ્યા જોવા મળે છે. હાલ ભારતમાં 10 કરોડથી વધુ લોકોને હૃદયની ધમનીના રોગથી પીડાય છે. વિશ્ર્વના તમામ હૃદયરોગીની સંખ્યાની અડધી સંખ્યા તો માત્ર ભારતની છે. કુદરતનો ચમત્કાર કહેવાય કે મુઠ્ઠી જેવડું હૃદય જીવનભર આપણાં આખા શરીરને જીવનભર લોહી પહોંચાડે છે. તેની પાસે પોતાનું ઇલેક્ટ્રિકલ જનરેટર છે, જે હૃદયને નિયમિત સમયાંતર દર મિનિટે 60 થી 80 ધબકાવે છે. પંપનું કામ કરતાં ક્ષેપકો નબળા પડે કે વધુ બોજ આવે તો હૃદય પણ નબળું પડે છે.
હૃદય નિરંતર શરીરના તમામ ભાગો-અવયવોને લોહી પહોંચાડે છે. અત્યાર સુધીમાં કોઇ માણસના સૌથી ઓછ ધબકારા 26 અને સૌથી વધુ 480 પ્રતિ મિનિટ નોંધવામાં આવ્યા હતાં. 3000 વર્ષ પહેલા સાચવી રાખેલા મમ્મીમાં પણ હૃદયની બિમારી જોવા મળી હતી. દુનિયામાં એક માત્ર ઓક્ટોપસને ત્રણ હૃદય હોય છે. આપણાં શરીરને પૂરતા આરામની જરૂર હોય છે. આખો દિવસની દોડ-ભાગ દરમ્યાન શરીરનાં તમામ અંગો સક્રિય રહે છે, જે રાત્રે આરામનાં સમયે આરામ કરે છે, તેની કાર્યશક્તિ ઘટી જાય છે. આપણાં શરીરનું મહત્વનું અંગ હૃદય છે. એ જ્યાં સુધી ધબકે છે ત્યાં સુધી જ આપણે જીવીએ છીએ. આરામ સરળ લોજીકને હૃદય સાથે સીધો સંબંધ છે.
આપણું હૃદય એક મિનિટમાં 72 વાર ધબકે છે. આખા દિવસમાં હૃદય આપણા ઘરની પાણીની ટાંકી કરતાં સાત ગણું લોહી પમ્પીંગ કરે છે. આપણાં મગજને 70 ટકા લોહીની જરૂર પડે છે, જ્યારે બાકીનાં અંગોને 30 ટકા રક્તની જરૂર પડે છે. ધબકતા હૃદયને પણ ધબકવા લોહીની જરૂર પડે છે.
એક ધબકારાનો સમય 0.8 સેક્ધડ લે છે,. આ સેક્ધડ મ 0.3 સેક્ધડ હૃદય પોતે સંકોચાયને રક્ત આગળ મોકલે છે અને આ ગાળા દરમ્યાન 0.5 સેક્ધડ પોતે રેસ્ટ પણ કરી લે છે, આ આરામના સમયમાં લોહી ફેક્સામાં જઇને શુધ્ધ થાય છે અને હા, એક વાત હૃદયના આરામનો સમય ઓછો થાય તો રક્ત પુરેપુરૂં શુધ્ધ થતું નથી.
હવે એકવાત કે તમે ગુસ્સામાં હો ત્યારે તમારા મગજને સૌથી વધારે લોહીની જરૂર પડે છે. ત્યારે તમારૂં હૃદય 0.5 સેક્ધડ બદલે 0.4 સેક્ધડ જ આરામ કરે છે. એક ધબકારાનો સમય 0.4 + 0.3 = 0.7 સેક્ધડ થઇ જાય છે. તેથી એક મિનિટમાં ધબકારા 84 થઇ જાય છે. અહીંથી લો-બી.પી. કે હાય બી.પી.ની સમસ્યા થઇ જવાની શક્યતા છે. માટે ગુસ્સો ન કરવો.
હૃદયના આરામનો સમય વીસ ટકા ઘટાડતા, તે હવે 80 ટકા જ લોહીને શુધ્ધ કરશે. આને કારણે શરીરમાં અશુધ્ધ લોહીને લીધે શરીરનો કચરો બરાબર સાફ થતો નથી, અને તમે ઘણી બધી બિમારીના શિકાર બની જાવ છો. આપણાં શરીરનાં રૂધિરાભિસરણ તંત્રને સમજવાની જરૂર છે. ખાલી ગુસ્સો ન કરો, ચિંતા ન કરો, તો હૃદયના ધબકારા 72 જ રહેશેને, તમારૂં મગજ એક્ટિવ રહેશે.
આમ આપણા ‘આરામ’ની સાથે આપણાં હૃદયને ઘણો જ સંબંધ છે. જો કે હવે તો મેડીકલ સાયન્સની પ્રગતિથી હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થવા લાગ્યા છે, પણ આપણી થોડી સાવચેતી જ આપણને સારૂ સ્વાસ્થ્ય બક્ષે છે, એ વાત ભૂલવી ન જોઇએ.
હૃદય વિશેના રોચક તથ્યો
હૃદયના ઇતિહાસની વાતોમાં પ્રથમ સફળ હાર્ટ સર્જરી 1893માં થઇ જ્યારે પ્રથમ કૃત્રિમ વાલ્વની સર્જરી 1950માં થઇ હતી. ઓક્ટોપસને ત્રણ દિલ તો શરીરનાં આકાર પ્રમાણે કૂતરાનું દિલ મોટું હોય છે. પાઇથનનું દિલ ખોરાક લેતા સમયે મોટું થતુ જોવા મળે છે. દુનિયામાં સૌથી વધુ હાર્ટરોગીના મૃત્યુ તુર્કીસ્તાનમાં જોવા મળે છે. ઇસીજી મશીનની શોધ 1903 માં થઇ હતી. સ્ત્રીઓના દિલના ધબકારા પુરૂષોના ધબકારાથી દર મિનિટે આઠ વધુ હોય છે. માત્ર ચાર અઠવાડિયાની પ્રેગ્નેન્સી પછી બાળકનું હૃદય ધબકવાનું ચાલુ કરી દે છે. આપણાં સંપૂર્ણ જીવન દરમ્યાન હૃદય લગભગ અઢી અબજ વખત ધબકે છે. દિલના ધબકારાનો અવાજ સંભળાય છે તે ચાર વાલના ખુલવા ને બંધ થવાના કારણે સંભળાય છે. દુનિયામાં સૌથી મોટું હૃદય વ્હેલ માછલીનું હોય છે, જે 590 કિલો વજન ધરાવતું એક મોટી કાર જેવું હોય છે.