સમાજને લાલબતી દેખાડતો આ કિસ્સો ચેતવણી સમાન

છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં રહેલા સૌરાષ્ટ્રના અપિરણીતો માટે ખતરનાક બની રહેલી એક ટોળકીએ ગામડાના ભોળા લોકોને ઘર બાંધી દેવાની વાતો કરી અને ક્ધયા સાથે ખોટા દસ્તાવેજોના આધારે વિશ્વાસમાં લઈ માતબર પૈસા પડાવવાનો ધંધો પુરબહારમાં ખીલ્યો છે.તેવામાં મેંદરડાનાં નિકુંજ પટેલ નામનો યુવાન પણ આ સાણસામાં આવી ગયેલ છે.

સુરતના એક દલાલ પોતાનું નામ હરેશ કાપડીયા બતાવી અને તેઓ ગરીબ છોકરીઓના કલ્યાણ અર્થે એક સંસ્થા ચલાવે છે તેવી વાતો દ્વારા આ નિકુંજ પટેલ સાથે પોતે ભાડે લઈ આવેલ રૂબી નામની છોકરી સાથે લગ્ન કરાવી આપેલ અને તેનું મેરેજ સર્ટિફિકેટ પણ મળી ગયેલ છે . અને ગરીબ છોકરીઓના ઉછેર માટે સંસ્થામાં દાન આપો એમ કહી ઘર બંધાવ્યુ છે તો 2 લાખ આપો તેમ કહી પૈસા ઓળવી લીધા લગ્ન ના 10-12 દિવસ પછી પૂર્વ આયોજન મુજબ ક્ધયા રૂબી ઘરે આંટો મારવા જાવું છે.

ત્રણ દિવસ પછી પોતાના પતિ નિકુંજ પટેલ ને કિધુ કે તેડી જશો એમ કહી સુરત મુકામે જવાનું કહીને ઘરેથી રોકડ રકમ અને ઘરેણાં ઉપાડી છુ મંતર બની ગઈ જ્યારે નિકુંજ તેડવા સુરત ગયો તો તેનો ફોન બંધ આવતો હતો અને વચ્ચે ના દલાલનો પણ ફોન બંધ આવતો હતો.ત્યારે ખબર પડી કે પોતે છેતરાયો છે તો તેના માટે મેંદરડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હોવાનુ જાણવા મળેલ છે.

આવા અનેક કિસ્સાઓ સમાજમાં બહાર આવતા નથી.જો આ બાબતે છેતરતા લોકો સામે કોઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવે તો અસંખ્ય લોકો વારંવાર લૂંટાઈ જવાની ઘટનાઓ બહાર આવશે.ઉપરોકત દલાલ અને ક્ધયાનો ફોટોગ્રાફ છાપેલો છે જેથી કરીને ફરી કોઈ છેતરપિંડી નો ભોગ ના બને સમાજને લાલ બત્તી દેખાડતો આ કિસ્સો આ ચેતવણી સમાન છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.