છરીના 20 ઘા ઝીંકી દેનાર પાંચ શખ્સોની અટકાયત: મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર
મેંદરડાના ખીજડીયા ગામે વાડી વિસ્તારમાં જયસુખભાઇ વજુભાઈ મુછડીયા ઉંમર વર્ષ 38 ની રાત્રિના બારેક વાગ્યા આસપાસ 20 થી વધારે છરીના ઘા મારી તીક્ષણ હથિયારથી હત્યા કરવામાં આવતા ચકચાર મચી છે. લાશને મેંદરડા સિવિલ હોસ્પિટલ ખાતે લઇ અવાઇ છે. જયાં મેંદરડા સિવિલ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં દલિત સમાજના આગેવાનો હોસ્પિટલે આવી પહોંચ્યા હતા.
જયસુખભાઇના પિતા વજુભાઇ મુછડીયા દ્વારા મેંદરડાપોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. હત્યા કરી આરોપી ઘટના સ્થળેથી નાસી છૂટયો હતો. જેને લઇ મેંદરડા પોલીસ દ્વારા શોધખોળ ચાલુ કરી દેવામાં આવી હતી. શંકાના આધારે પાંચ જણાને ન પૂછપરછ માટે મેંદરડા પોલીસ સ્ટેશન ખાતે લઇ આવવામાં આવ્યા હતા હાલ આગળની કાર્યવાહી પીએસઆઇ મોરી દ્વારા હાથ ધરી હતી.
અજાણ્યા શખ્સો તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી જયસુખભાઇની હત્યા કરીને નાસી ગયા હતા.રાત્રીનાં 11-30નાં અરસામાં મરનાર 38 વર્ષીય જયસુખભાઇ ઉપર અજાણ્યા શખ્સોએ ગામના ધણસેરમાં હુમલો કર્યો હતો. જેમાં તેમનું શરીરના જુદા-જુદા ભાગે ગંભીર ઇજા થતા મૃત્યુ નિપજયું હતું.આ અંગેની જાણ થતાં મેંદરડા ખાતેથી પી.એસ.આઇ. કે. એમ. મોરી સ્ટાફ સાથે દોડી ગયા હતા અને જયસુખભાઇનાં મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મેંદરડા ખાતે મોકલી આપી તપાસ હાથ ધરી હતી.
આ અંગે મૃતકનાં પિતા વજુભાઇ ઉર્ફે ભાકુભાઇ ખીમાભાઇ મુછડીયાની તેમનાં પુત્ર જયસુખભાઇની હત્યા અંગે અજાણ્યાં શખ્સો સામે ફરિયાદ લઇ મેંદરડા પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.દરમ્યાન જાણવા મળ્યા મુજબ સવારે મૃતકનાં પરિવારજનો તેમજ દલિત સમાજનાં લોકો મેંદરડાની સરકારી હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા અને તેઓએ જયાં સુધી આરોપીઓ પકડાય નહિં ત્યાં સુધી જયસુખભાઇનો મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરતાં પોલીસ મુંઝવણમાં મુકાઇ ગઇ હતી.
બીજી તરફ કોઇ અનિચ્છનીય બનાવ બને નહિં તે માટે જુનાગઢ એ, બી, સી અને તાલુકા વગેરે પોલીસનો બંદોબસ્તન ગોઠવી દેવામાં આવેલ છે. ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાનાં માર્ગદર્શનમાં યુવાનની હત્યાની તપાસ ચલાવી રહેલા મેંદરડાનાં પી.એસ.આઇ. કે. એમ. મોરીએ ટેલીફોનીક વાતચીતમાં જણાવેલ કે, હત્યારાઓની ધરપકડ માટે પોલીસની જુદી-જુદી તપાસ કરી રહી છે.
મેંદરડા દલિત યુવાનની હત્યા મામલો દલિત યુવાનની લાશને સરકારી હોસ્પિટલથી આંબેડકર ચોક ખાતે લયાવાય અઢી કલાકથી સતત ચક્કાજામ જાહેર ચોકમાં ધરણા સાથે રાખી ડેડબોડી લાશ ને સાથે રાખી કરાયા આંબેડકર ચોકમાં ધરણા જ્યાં સુધી આરોપી નહીં પકડાઈ ત્યાં સુધી રોડ ચક્કાજામ સાથે ધરણા જુનાગઢ થી તાત્કાલિક પોલીસ કાફલો પહોંચ્યો