• કુબલીયાપરામાં બંધ મકાનમાંથી  1.66 લાખની અને સુખધામ ઈન્ડસ્ટ્રીઝમાં સિન્ટેકસની ટાંકીમાં  રાખેલા 1 લાખની ચોરી
  • કુવાડવા રોડ પર મુરલીધર ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી ફલીપકાર્ડના રૂ. 3.58 લાખના  16 મોબાઈલ ચોરાયા

શહેરમાં ખાખીનો ખોફ ઓસર્યો છે તસ્કરો શહેરને બાનમાં  લીધું છે. પોલીસ પેટ્રોલીંગ  વચ્ચે ચોરીના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. જેમાં વધુ ત્રણ  સ્થળે તસ્કરોએ હાથ ફેરો કરી રૂ. 6.27 લાખની મત્તાની ચોરીની ઘટના પ્રકાશમાં અ ાવી છે. કુબલીયાપરામાં  બંધ મકાનમાંથી રૂ. 1.66 લાખની સુખધામ ઈન્ડસ્ટ્રીયઝમાંથી રૂ.1.03 લાખની અને મુરલીધર ટ્રાન્સપોર્ટનાં ગોડાઉનમાંથી  રૂ. 3.58 લાખની કિમંતના  16 મોબાઈલ ચોરી કરી ગયાની ઘટના  પ્રકાશામં આવી છે.જામનગર રોડ વાંકાનેર સોસાયટીમાં રહેતા જનકભાઈ  દેવરાજડાંગર નામના ટ્રાન્સપોર્ટ સંચાલકની નવાગામ આણંદપર પાસે રઘુવંશી વે બ્રીજ પાસે આવેલા ગોડાઉનમાં રૂ. 3.58 લાખની કિંમતના 16 મોબાઈલ ચોરી કરી ગયાની કુવાડવા  રોડ પોલીસ મથકમાં  ફરિયાદ નોંધાવી છે.પોલીસની પ્રાથમિક  તપાસમાં મુરલીધર ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં રહેલ ઓનલાઈન  શોપીંગ કંપની ફલીપકાર્ડના મોબાઈલ ચોરી ગયાનું ખૂલતા  પોલીસે અજાણ્યા શખ્સ સામે  ગુનો નોંધી  સીસીટીવી ફૂટેજના આધારે પીએસઆઈ એસ.આર.વળવી સહિતના સ્ટાફે તસ્કરોનું પગેરૂ દબાવ્યું છે.

શહેરના જામનગર રોડ પર આવેલા પરસાણા નગરમાં રહેતા કમલદિલીપભાઈ પારવાણીનું રેફયુજી કોલોની શેરી નં.10માં  આવેલ સુખધામ ઈન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં  ગત રાત્રે અજાણ્યા શખ્સો ત્રાટકી દરવાજાનું તાળુ તોડી કારખાનામાં સીનટેકસ ટાંકામાં રાખેલા પ્લાસ્ટીકની બરણીમાં રાખેલા રોકડા 1 લાખ ચોરી કરી ગયાની પ્ર.નગર પોલીસ મથકમાં  ફરિયાદ નોંધાવી છે. પી.એસ.ઔઈ. જે.જી. તેરૈયાએ સીસીટીવી ફૂટેજના  આધારે તસ્કરોનું  પગેરૂ દબાવ્યું છે.

આ ઉપરાંત નવા થોરાળા મેઈનરોડ  પર કુબલીયા પરામાં રહેતા સોનલબેન ચનાભાઈ મકવાણા નામના મહિલાના બંધ મકાનના દરવાજાનો નકુચો  તોડી નાખી અને બારસાક તોડી નાખી અજાણ્યા શખ્સોએ  પ્રવેશ કરી લોખંડના  કબાટમાં રાખેલા સોના-ચાંદીના ધરેણા અને એલઈડી ટીવી રૂ,. 165900ની મતા ચોરી ગયાની થોરાળા પોલીસ મથકમાં  ફરિયાદ નોંધાવી છે. પીએસઆઈ  એચ.ટી.જીજાળા સહિતના સ્ટાફે જાણભેદુ હોવાની શંકાએ તપાસનો ધમધમાટ  આદર્યો છે.

તસ્કરો ઓટો રીક્ષા અને  બાઈક હંકારી ગયા

શહેરમાં  મકાનતો સલામત નથી પરંતુ   મોબાઈલ અને વાહન ચોરીના  બનાવોમાં નોંધપાત્ર વધારો  થયો છે. જેમાં  મોરબી રોડ ચામડીયાપરા  ખાટકીવાસમાં રહેતો નજીર આદમ ભાડુલા નામના યુવાનની ઘર નજીક જી.જે. 03બીયુ 9019 નંબરની   રૂ.1 લાખની  કિંમતની રીક્ષા ચોરીકરી ગયાની બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જયારે મોટામવા ગામ પાસે કૃષ્ણઅમર સોસાયટીમાં રહેતો રવિભાઈ મહેશકુમાર ગોલે નામના  ખાનગી કંપની કર્મચારીનું ઘર પાસે પાર્ક કરેલુ જી.જે.10 બી.એમ. 156 નંબરનું  રૂ. 25000ની કિંમતનું  બાઈક ચોરી કરી ગયાની  તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

એક માસમાં શહેરના ત્રણ અલગ અલગ વિસ્તારમાં થયેલી લાખોની ચોરી હજુય અનડિટેક્ટ!!

શહેરમાં એક તરફ સતત ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યાં બીજી બાજુ ચોરી કરનારા તસ્કરો પોલીસની પકડથી દૂર છે. શહેરના આજી જીઆઈડીસી વિસ્તારમાં આવેલા કારખાનામાં આશરે 15 દિવસ પૂર્વે થયેલી રૂ. 10 લાખની રોકડની ચોરીમાં ચડ્ડી-બનિયાનધારી ગેંગની સંડોવણી હોવાનું ખુલ્યું હતું પરંતુ હજુ કોઈ તસ્કરની ભાળ મળી નથી. બીજી ઘટનાની વાત કરવામાં આવે તો ઇમિટેશન માર્કેટમાં એક જ રાતમાં 4 દુકાનના તાળા તોડી રૂ. 9 લાખની મતાની ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. તેમજ બે દિવસ પૂર્વે રેલનગર વિસ્તારમાં કુલ 3 જેટલાં મકાનના તાળા તોડીને લાખો રૂપિયાના ઘરેણાંની ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. આ ત્રણેય ગુન્હા હજુ પણ અનડિટેક્ટ હોય ત્યારે પોલીસ તસ્કરોને પકડવામાં અસમર્થ હોય તેવું ચિત્ર ઉપસતા તસ્કરોને પ્રોત્સાહન મળી રહ્યું હોય તેવી રીતે સતત ચોરીના બનાવો સામે આવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.