લધરવધર રહેવાની જગ્યાએ હેર અને બીયર્ડની સ્ટાઇલ તથા બ્યુટીફીકેશનમાં પુરૂષો સભાન થયા
ફેસીયલ, આઇબ્રો અને વેકસીંગનું પ્રમાણ સ્ત્રીઓ કરતા પુરૂષોમાં વઘ્યું
પુરૂષોની સુંદરતાનું મહત્વ શું ? શું સુંદરતામાં પણ સ્ત્રી અને પુરૂષો માં સમાનતા છે ? પ્રાચીન કાળમાં પુરૂષો સમયના અભાવે જરુરીયાત મુજબ હેરસલૂનમાં જતા હતા. પરંતુ રામી સદીની વર્તમાન પરિસ્થિતિ અનુરુપ આજના યુવાનો સોશીયલ મીડીયા, ક્રીકેટર, ફુટબોલરને જોઇને એના જેવી હેરસ્ટાઇલ, બિઅર્ડ તથા બ્યુટી પ્રત્યે સભાન થઇ રહ્યા છે.
યુવાનો પણ સ્ત્રી જેટલા જ સુંદરતામાં સભાન થઇ ગયા છે. અઘતન ટ્રીટમેન્ટ પુરૂષો કરતા થઇ ગયા છે તો જાણીએ વિવિધ હેરસલૂનના ઓનર પાસેથી કે હાલ કંઇ પ્રકારનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.ભાવીન ખોખલીયા કે જે છેલ્લા કેટલાક વર્ષોથી બોનાન્ઝા મેન્સ અને વુમેન્સ પાર્લર ચલાવે છે જેને વધુમાં જણાવ્યું હતું કે, સુંદરતાનું મહત્વ હવે અમે હેરડ્રેસર અને બ્યુટીશીયન આવી ગયા એટલે વિચારવાની જરુર નથી પરંતુ જે પણ ઇન્ટનેશનલ પ્રોડકટ છે. આર્ટીસ્ટ છે અમે લંડન જઇને શીખીએ છીએ. એક નોર્મલ બોય ને મેક ઓવર કેમ કરવો એ અમારા હાથમાં છે.એક ટ્રેન્ડ અત્યારે મેક ઓવરનો બન્યો છે. જયારે સુંદરતા અમારા હાથમાં છે. અત્યારે મેન્સમાં ઘણો નવો નવો ટ્રેન્ક આવી ગયો છે. પહેલાના જમાનામાં વાળંદ પાસે લોકો જતા હતા. અને ચાર્જ પણ સસ્તો હતો પરંતુ અત્યારે એ જ જૂની ફેશનનો ટ્રેન્ક આવ્યો છે અને વધુમાં અત્યારે ક્રિકેટર વિરાટ કોહલી અને રણવીર સિંગ જેવા એકટર ને મેઇન બીઅર્ડ અને હેરકટ કરાવી રહ્યા છે. અત્યારે સારામાં સારો હેરસ્ટાલીસ્ટ રપ૦ થી સ્ટાર્ટ બીઅર્ડનું કરે છે સલૂન દિવસે ને દિવસે વિસકતું જાય છે હેરકટ તો ઘણા બધા પ્રકારના હોય એમના હેયરના ટેકસ્ચર પ્રમાણે ફેસ શેઇપ કેવો હોય, એના પ્રમાણે અમે હેરકટ કરાવી આપીઅ છીએ. અત્યારે બોયઝમાં સ્પાઇડી, સાઇડની ટૂંકા કરે એુવા મેરસી લુક વાળા મોહક લાગે એવા મેન્સી હેરકટ કરાવે છે હર મહિને આજે પુરૂષોને કંઇક નવી હેરસ્ટાઇલ જોતી હોય છે બીઅર્ડમાં પણ નવી અને અલગ આકારની કરાવે છે. ટ્રેન્ડ જ અત્યારે બીઅડનો છે રાજા મહારાજા પહેલા મૂછો રાખતા એવો જ ટ્રેન્ડ અત્યારે ચાલે છે.
જેના માટે ઘણી બધી ઇન્ટનેશનલ પ્રોડકટ બિઅર્ડો છે અને બીજી બધી કે સેવીંગ્સમાં હેર આવતા ન હોય તેના માટે પણ વિવિધ ઓઇલ ઉપલબ્ધ છે કે જે હેરને વધુ ગ્રો કરે. વિરાટ કોહલી અત્યારે ‘વી’ શેઇપમાં બીએર્ડ રાખે છે તો અત્યારે બધા એવું ફોલો કરે છે. લોંગ પણ વી શેઇપમાં રાખતા હોય છે.૯૯ ટકા બોયઝ મેકઅપ પ્રિફર કરતા નથી પરંતુ અત્યારે ફેશિયલ, આઇબ્રો, વેડસીંગ બધી જ સ્ત્રીઓ કરતા પણ વધુ પુરૂષો ટ્રીટમેન્ટ મહીનામાં ૩ વાર કરાવતા હોય છે. ડસ્ટના કારણે પણ એ ડેમેજ સ્કીન ન થાય એટલે કરાવતા હોય છે. અત્યારે મેન્સ માટે વિવિધ મેકઅપ કીટ આવે છે.જે લગાવાથી નેચરલ મેકઅપ લાગે જેનું પ્રમાણ પણ વઘ્યું છે. હવે નો ટ્રેડ બહુ જ અલગ છે પહેલા સ્ત્રીઓ મેનીકયોર, પેડીકયોર કરાવતી હોય છે પરંતુ અત્યારે પુરૂષ વધારે આવી બધી ટ્રીટમેન્ટ કરાવી રહ્યા છે.
અબતક સાથેની વાતચીત દરમિયાન હેમ્સ મેન્સ સલૂનના ઓનર હેમન રાવરાનીએ જણાવ્યું હતું કે પુરૂષ દિવસેને દિવસે મેન્સ સલૂનનો ક્રેઝ વધતો જાય છે. અને પુરૂષ વકીંગમાં હોય બહાર રહેતા હોય તો એમને બધુ કરાવું જ જોઇએ. અત્યારે પુરૂષોમાં સૌથી વધુ બીઅર્ડ, હેરકર્ટનો ફ્રેઝ વધતો જાય છે. બીઅર્ડ દ્વારા અલગ અલગ લૂક આપી શકાય છે. બીઆર્ડો ઓઇલમાં એમીનો કંટેન્ટ આવે જેનાથી બીઅર્ડ ગ્રો થઇ શકે અને એક નવો જ એકટર અને ક્રિકેટર જેવો બીઅર્ડ નો લુક આપે.
જેટલું સ્ત્રીઓ બ્યુટી પ્રોડકટ, સમાજ, ટ્રીટમેન્ટ કરે છે તેટલું જ આજના પુરૂષો કરાવે છે. આજના પુરૂષો હેરસ્ટાઇલના બહુ જ શોખીન છે. દરરોજ નવી નવી હેરસાઇલનો ટ્રેન્ડ આપે છે. અને અત્યારે ફેડેડ લુક વધુ કરાવે છે. સાઇડ લુક કરાવે છે. વધુમાં સ્મૂથ હેર માટે કેરાટીન પણ કરાવે છે. હાઇલાઇટ પણ આજના મેન્સ વધુ કરાવી રહ્યા છે. જેમાં ગ્રેકલર, બ્લુકલરનો વધુ ક્રેઝ છે.
ડાઇલાઇટ કરાવાથી હેયરને ડેમેજ થતું નથી કારણ કે અત્યારના જેટલા કલર આવે છે એ એમોનિયા ફ્રી આવે છે પહેલા એમોનિયા વાળા આવતા જેનાથી હેવરનું મોવસ્ચર નળકી જતુ પરંતુ અત્યારે એવું નથી. લોરીયલ જેવી બ્રાન્ડની ટાઇલાઇટ કરાવી તો એ વધુ સારું છે. ફંકશનમાં પણ આજે પુરૂષો એક દુલ્હન જેટલું જ કરાવી રહ્યા છે. આજના પુરૂષો ફેશિયલ, વેકસીંગ, આઇબ્રો કરાવે છે. અને મહિનામાં બે વાર આવી ટ્રીટમેન્ટ કરાવે છે. એસપીએફ પણ લોકો યુઝ કરે છે કોઇપણ વ્યકિત એ પ્રોફેશનલ સલૂનમાં જવું જોઇએ કારણે અત્યારે સુંદરતા મેન્સમાં પણ જરુરીયાત બની ગઇ છે. તો એના માટે ટ્રેઇન્ડ અને પ્રોફેશનલ બ્યુટી આર્ટીસ્ટ પાસે કરાવવું જોઇએ.અબતક સાથેની વાતચીત દરમિયાન લૂનાર સલૂનના ઓનર કલ્પેશ ભટ્ટી એ જણાવ્યું હતું કે પુરૂષ આજના ટાઇમમાં વીકમાં ત્રણ વાર સલૂનમાં આવે છે અત્યારે વધુ હેરસ્ટાઇલ, વેકસીંગ, મેકઅપ અને વગેરે જેવી ટ્રીટમેન્ટ કરાવી રહ્યા છે. પહેલાના સમયમાં પુરૂષો પાસે સમય નહોત પરંતુ આજે એ ટ્રેન્ડ બની ગયો છે. કે સારો દેખાવ જરુરી છે પહેલાના સમયમાં મહીનામાં એક વાર હેરકટ કરાવતા પરંતુ અત્યારે બે વીકમાં હેરકટ માટે આવે છે. અત્યારે સોશીયલ મીડીયાના ફોટા માટે ને લઇને પણ સલૂનનો ક્રેઝ વઘ્યો છે.
અત્યારે શોર્ટ, મીડીયમ નો વધુ ક્રેઝ છે. બીઅર્ડમાં અત્યારે લોંગ તો વધારે ક્રેઝ છે. જેના માટે ઓઇલ, મસાજ, શોપ પણ બીઅર્ડ ગ્રોથ માટે યુઝ કરે છે અત્યારે બીઅર્ડમાં પણ ૧૦ દિવસમાં હેર ગ્રોથ માટે પણ ઓઇલ આવે છે. અત્યારે પુરૂષો પણ વિવિધ પ્રકારની બ્લુ, ગ્રે જેવી હાઇલાઇટ કરાવી રહ્યા છે. જેમાં એમોનિયા ફ્રી અને ઓછા કેમીકલથી હાઇલાઇટ કરવામાં આવે છે જેનાથી ડેમેજ વધુ પડતું ન થાય.અબતક સાથેની વાતચીત દરમિયાન બોમ્બે હેર સલૂનના ઓનર નિરજભાઇએ જણાવ્યું હતું કે જેટલું લેડીઝની સુંદરતાનું મહત્વ છે એટલું જ જેન્ટસની સુંદરતાનું મહત્વ છે. જેટલું લેડીઝ કરે છે તેટલું જેન્ટસ પણ કરે છે. બીઅર્ડ હેરસ્ટાઇલ, મેકઅપ વધારે મેન્સના ટ્રેન્ડમાં છે. અત્યારના જેન્ટલ સલૂનમાં ફોટા લઇને આવે છે અને અમે એમને એ પ્રમાણે હેરસ્ટાઇલ, બીઅર્ડ કરી આપીએ છીએ.
તો અમે પણ એમના ફેસ સાથે મેચ થાય તેવી કરી આપીએ છીએ. પ્રોફેશનલ પ્રોડકટ અને પ્રોફેશનલ સ્કીલ્ડ પાર્લર વાળા જોડે જ ટ્રીટમેન્ટ કરાવવી જોઇએ કે જેથી બ્રાન્ડેડ યુઝ કરવાથી નુકશાન ન પહોચે કોઇપણ વસ્તુ હોય એ નુકશાન તો કરવાની જ છે પરંતુ આપણે ફેશનની વાત આવે ત્યારે કશું જ વિચારતા નથી અને ફેશનના ટ્રેન્ડ પ્રમાણે હાઇલાટટ, હેરસ્ટાઇલ, મસાજ, વગેરે કરાવીએ છીએ. બ્લોન્ડ અને કોપર કલરની હાઇલાઇટ વધુ કરાવે છે જયારે એ બિઅર્ડમાં પણ એનો ટ્રેન્ડ ચાલે છે.અબતક સાથેની વાતચીત દરમિયાન કુમાર હેર સલૂનના ઓનર હીમાંશુ પાડલીયા એ જણાવ્યું હતું કે પહેલાના સમયમાં પુરૂષો ફંકશનમાં જ સલૂનમાં જતા પરંતુ આજે પરિસ્થિતિ બદલાઇ ગઇ છે યંગસ્ટરમાં બીઅર્ડ અને હેરસ્ટાઇલ તો ક્રેઝ વધી ગયો છે. આજના વર્તમાન સમયમાં સ્ત્રી અને પુરૂષમાં સમાનતા બ્યુટી ટ્રીટમેન્ટમાં પણ આવી ગઇ છે.
અત્યારના પુરુષ સલૂન એકસ્પર્ટને વીકમાં બે વાર સલાહ લઇ ટ્રીટમેન્ટ કરાવે છે. બીઅર્ડ મેન્સમાં સૌથી ફાસ્ટ ટ્રેન્ડ છે. સાઇડ પાટીંગ, વન પાર્ટ વગેરે સેલેબને જોઇ નવું નવું પુરુષો કરાવે છે. લેટેસ્ટ ૨૦૧૮ ની પ બીઅર્ડ સ્ટાઇલ આવી છે. નોર્મલ જે પ્રોફેશનલ લોકો માટે મીડીયમ બીઅર્ડ લોંગ ક્રેઝ બીઅર્ડ નો પણ ટ્રેન્ડ છે. અત્યારે બધાને બીઅર્ડ રાખવી હોય તો કેર પણ કરવી જોઇએ અત્યારે બીઅર્ડ સ્પા કરવામાં આવે છે
બીઅર્ડો ની પ્રોડકટથી જ બીઅર્ડમાં ડ્રેડફ ન થાય બીઅર્ડ બામ પણ યુઝ કરવું જોઇએ અત્યારના પુરૂષો અટ્રેકટીવ દેખાવા સાઇનર, બ્લીચ વગેરે કરાવતા થઇ ગયા છે. એ પણ બ્યુટી કોન્સીસીયસ બની ગયા છે. નાના બાળકોથી મોટા બધા પાર્લરમાં મુલાકાત કરતા થઇ ગયા છે. અત્યારના યંગસ્ટર ફોટા પડાવવા ગ્રુપમાં જાય ત્યારે તેના માટે સ્પેશિયલ સલૂનની એપોઇનટમેન્ટ લેતા થઇ ગયા છે.