- જાતિ અને શૈક્ષણિક પ્રવાહના સંદર્ભમાં આવેગિક પરિપક્વતા અને સામાજિક સમાયોજન અંગેનું મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થી દ્વારા સંશોધન કરાયું
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવનમાં પીજીડીસીસીસીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની બારીયા પ્રજ્ઞા દ્વારા ભવનના અધ્યક્ષ “પ્રો. ડો. યોગેશ એ. જોગસણ” ના માર્ગદર્શન હેઠળ “જાતિ અને શૈક્ષણિક પ્રવાહના સંદર્ભમાં આવેગિક પરિપક્વતા અને સામાજિક સમાયોજન” અંગેનું સંશોધન કરવામાં આવ્યું હતું.આ સંશોધનનો વિષય પસંદ કરવાનો મુખ્ય આશય લોકોની અંદર જોવા મળતી માનસિકતા છે.
ઘણા લોકોની માન્યતા એવી થઈ છે કે વિજ્ઞાન પ્રવાહ રાખો એ જ સારું છે. જે હોશિયાર હોય તેજ વિજ્ઞાન પ્રવાહ લઈ શકે જે વિદ્યાર્થીઓ આર્ટસ રાખે છે તે નબળા છે. અત્યારે આપણે જોઈએ તો સાયન્સના વિદ્યાર્થીઓમાં વધુ સમસ્યા જોવા મળે છે. ઘણી વખત બાળકો પર નિર્ણય થોપવામાં આવે છે કે તું વિજ્ઞાન પ્રવાહમાં આગળ વધ પરંતુ સમય જતા તેને સમસ્યા આવે છે અને ચિંતામાં ફેરવાઈ જાય છે અને છેલ્લે ડિપ્રેશનના કારણે વિદ્યાર્થીઓ આત્મહત્યા કરતા જોવા મળે છે. મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવનમાં “મેન્ટલ હેલ્થ સ્ક્રિનિંગ કેમ્પનું” આયોજન કરવામાં આવ્યું હતું.
કેમ્પ દરમિયાન ઘણા કિસ્સાઓ બહાર આવ્યા જે લોકોને કાઉન્સેલિંગની જરૂર જણાતી હતી તેમને નિ:શુલ્ક કાઉન્સેલિંગ પણ કરી આપવામાં આવ્યું હતું .તે દરમિયાન વિદ્યાર્થીઓને પરીક્ષાનો તણાવ, આક્રમકતાની સમસ્યા, ડિપ્રેશન સહિતની સમસ્યાઓ જોવા મળી હતી. ઘણા વિદ્યાર્થીઓમાં પરીક્ષા ફોબિયા, કુટુંબિક સમસ્યા, ફાસ્ટ ફૂડ અને ઝંગ ફૂડ થી યુવાનોમાં આક્રમકતા વધી આવા કારણો પણ બહાર આવ્યા હતા. તેના સ્વરૂપે વર્તમાન સમયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં આવેગીક પરિપક્વતા અને સામાજિક સમાયોજન કેટલા પ્રમાણમાં હોય છે તે જાણવાના હેતુથી આ સમસ્યા પસંદ કરી હતી.
સંશોધનના તારણો
અહીં યુવકો અને યુવતીઓના સંદર્ભમાં યુવતીઓમાં આવેગિક પરિપક્વતા વધારે જોવા મળે છે. જેનું શક્ય કારણ હોઈ શકે કે, યુવતીઓ પોતાના આવેગો અને લાગણીઓ સહેલાઈથી વ્યક્ત કરી દે છે. જ્યારે યુવકો તર્કબધ વિચારણાના કારણે આવેગો વ્યક્ત કરી શકતા નથી.
અહીં આર્ટસ, કોમર્સ અને સાયન્સ ના સંદર્ભમાં આર્ટ્સના વિદ્યાર્થીઓમાં આવેગિક પરિપક્વતા વધુ જોવા મળે છે. જેનું શક્ય કારણ હોઈ શકે કે, આર્ટસના વિદ્યાર્થીઓ માણસો સાથે કાર્ય કરતા હોવાથી અને સાયન્સના વિદ્યાર્થીઓને ક્યાંક જીવ વિજ્ઞાન સાથે કાર્યકર્તા હોવાથી આવેગિક પરિપક્વતા સારી જોવા મળે છે. જ્યારે કોમર્સના વિદ્યાર્થીઓ બિઝનેસ ની વિચારધારા ધરાવતા હોય છે અથવા તે ગમે તે બાબત નફા અને નુકસાન સાથે સંકળાયેલા છે.
અહીં જાતિ અને શૈક્ષણિક પ્રવાહના સંદર્ભમાં આર્ટસના યુવકો અને યુવતીઓમાં આવેગિક પરિપક્વતા વધુ જોવા મળે છે. અહીં જાતિના સંદર્ભમાં, શૈક્ષણિક પ્રવાહના સંદર્ભમાં, જાતી અને શૈક્ષણિક પ્રવાહના સંદર્ભમાં કોઈ સાર્થક તફાવત જોવા મળતો નથી.
આવેગિક પરિપક્વતા અને સામાજિક સમાયોજન વધારવા માટેના સૂચનો
- આવેગનો જવાબ આવેગથી ન આપવો.
- ખુલ્લી હવામાં કસરત કરવી.
- રમતો રમવી
- વ્યક્તિએ આવેગોનું ઉદ્વીકરણ કરવું.
- અત્યારના યુગમાં યુવાનોની ફૂડ પેટર્ન પણ ઘણી જવાબદાર છે.
આવેગિક પરિપક્વતા એટલે શું?
મનોવિજ્ઞાનમાં આવેગાત્મક પરિપક્વતાને અંગ્રેજીમાં EMOTIONAL MATURITY કહે છે. આવેગો ખૂબ જ જટિલ અને વ્યક્તિગત હોય છે તેનું મૂલ્યાંકન સમય , સ્થળ અને પરિસ્થિતિ અનુસાર કરવાનું હોય છે. આથી કોઈ એક વર્તન કોઈ એક વ્યક્તિ માટે જે તે સમય , સ્થળ અને પરિસ્થિતિ પ્રમાણે પરિપક્વ ન હોય તો બીજી વ્યક્તિ માટે તે કદાચ પરિપક્વ અને યોગ્ય હોઈ શકે છે. આવેગિક રીતે પરિપક્વ તે નથી કે જેણે ચિંતા અને દુશ્મનાવટ પેદા કરતી તમામ પરિસ્થિતિઓને કુદરતી રીતે ઉકેલી લીધી હોય. આવેગિક રીતે પરિપક્વ વ્યક્તિમાં જરૂરિયાતોની સંતોષમાં સમાયોજન સાધી શકે છે. સામાજિક સમાયોજન* આજનું માનવજીવન દિન- પ્રતિદિન જટિલ બનતું જાય છે. આધુનિક માનવી પોતાના સમાજના ચોકઠામાં બંધબેસતા થઈ જીવન જીવવાની મથામણ કરી રહ્યો છે. માનવીને પોતાના ભૌગોલિક તેમજ સામાજિક વાતાવરણ સાથે સમાયોજન સાધવાનું રહે છે. કુટુંબ, પાડોશી, મિત્રો, શાળાકીય જીવન અને ધંધાકીય જીવન, લગ્નજીવન અને એવા અનેક ક્ષેત્રોમાં માનવીને સમાયોજન સાધવું પડે છે.