- વિઝા મંજૂર નથી થયાનું કહી ઓફીસમાં તાળા મારી પૈસા લઈ રફુચક્કર થઈ ગયો
- પોરબંદરના કન્સ્ટ્રક્શનના વેપારી અને રાજકોટના બે યુવાન સહિત ત્રણે નોધાવી ફરિયાદ
રશિયામાં સારા પગાર વાળી નોકરી આપવાની લાલચ આપી દેવાનું કહી પોરબંદરના કન્સ્ટ્રક્શન વેપારી સહિત ત્રણ યુવાન સાથે રૂ.3.30 લાખની છેતરપિંડી કર્યાની રાજકોટ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે રાજકોટના શખ્સ વિરુદ્ધ ગુનો કાર્યવાહી હાથ ધરી છે. આ શખ્સે યુવાનોને વિઝા નથી મળ્યાનું કહી ઓફિસને તાળા મારી પૈસા લઈ રફુચક્કર થઈ ગયો હતો.
વિગતો મુજબ પોરબંદરના આંબેડકરનગરમાં રહેતા અને ક્ધસ્ટ્રકશનનો વેપાર કરતા રાહુલભાઈ મુરૂભાઈ વાઘ ઉ.28એ રાજકોટના મંગળસિંહ બળવંતસિંહ સિસોદિયા સામે આજી ડેમ પોલીસ સ્ટેશનમાં 3.30 લાખની ઠગાઈ અંગે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યું હતું કે માર્ચ 2022માં ફેસબુકમાં એક જાહેરાત આવી હતી જેમાં રશીયા દેશમાં સારા પગારમાં કામ કરવા જવા માટે સંપર્ક કરો તેવું લખેલું હોય ોન પર સંપર્ક કરતા જરૂરી ડોક્યુમેન્ટ અને 1.10 લાખનો ખર્ચ થાય તેમ જણાવતા હું મારા મિત્રો મેહુલભાઈ અને સન્ની ત્રણેય રાજકોટ કોઠારિયા સોલ્વન્ટ રેલ્વે સ્ટેશન સામે ઓમ કોમ્પ્લેક્ષમાં ગયા હતા ત્યાં જેની સાથે વાત થઇ હતી તે મંગળસિંહને મળ્યા હતા તેણે 1.10 લાખ એડવાન્સ અને કમીશનના 10 હજાર વિઝા, ટીકીટ, એગ્રીમેન્ટ થયા પછી આપવાનું કહેતા મેહુલે ત્યારે જ ઓનલાઈન અને અમે બંનેએ જુન મહિના સુધીમાં કટકે કટકે 1.10 લાખ ચૂકવ્યા હતા એક માસ બાદ ત્રણેયના ટીકીટ, વિઝા મંજુરથઇ ગયા છે કહ્યું હતું પછી ફરી ફોન કરી તમારા ટીકીટ, વિઝા નામંજૂર થયા છે તમને 12 ટકા વ્યાજ લેખે પૈસા પરત આપી દઈશ કહ્યા બાદ ફોન ઉપાડવાના બંધ કરી દીધા હતા ઓફિસે પણ તાળા મારી દીધા હોય અંતે ફરિયાદ નોંધાવતા પીએસઆઈ જે કે ગઢવી તપાસ હાથધરી છે.