• સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની રાઠોડ સેજલ દ્વારા જાતિ, વિસ્તાર અને લગ્ન દરજ્જા સંદર્ભે આધ્યાત્મિકતા અને સાંસ્કૃતિક વલણનો અભ્યાસ અંગેનું સંશોધન કરવામાં આવ્યું
  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની રાઠોડ સેજલ દ્વારા જાતિ, વિસ્તાર અને લગ્ન દરજ્જા સંદર્ભે આધ્યાત્મિકતા અને સાંસ્કૃતિક વલણનો અભ્યાસ અંગેનું સંશોધન કરવામાં આવ્યું

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવનમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની રાઠોડ સેજલ દ્વારા ભવનના અધ્યક્ષ પ્રો. ડો. યોગેશ એ. જોગસણ ના માર્ગદર્શન હેઠળ જાતિ, વિસ્તાર અને લગ્ન દરજ્જા સંદર્ભે આધ્યાત્મિકતા અને સાંસ્કૃતિક વલણનો અભ્યાસ અંગેનું સંશોધન કરવામાં આવ્યું હતું. પ્રસ્તુત સંશોધન જાતિ, વિસ્તાર અને લગ્ન દરજ્જા પ્રમાણે સાંસ્કૃતિક વલણ અને આધ્યાત્મિકતા નું માપન કરવામાં આવ્યું હતું. જેના પ્રમાણે મળેલી માહિતી પરથી ખ્યાલ આવે કે જાતિ, વિસ્તાર, લગ્ન દરજ્જા પ્રમાણે કોઈ પરિસ્થિતિ, વિસ્તાર પ્રમાણે તેમની માન્યતાઓ માં કેટલી ભિન્નતા છે. તે અંગે માહિતી મેળવવા માં આવી હતી. શું લોકો હજી પણ પ્રાચીન સંસ્કૃતિ અને આધ્યાત્મિકતા પર વિશ્વાસ રાખે છે? તેમનું પ્રમાણ કેટલા અંશે છે? તે જોવામાં આવ્યું હતું. આ પ્રકાર ના અભ્યાસ દ્વારા જાતિ, વિસ્તાર અને લગ્ન દરજ્જા અનુસાર તેમના માં આધ્યાત્મિકતાનું પ્રમાણ વધારે છે કે સાંસ્કૃતિક વલણનું તે સ્પષ્ટતાથી સમજી શકાય છે. ભવિષ્યમાં બદલાતી પરિસ્થિતિ અનુસાર લોકોના વલણ, વિચારમાં કેવા કેવા પરિવર્તન આવી શકે છે, તેની જાણકારી મેળવી પણ શકાય છે. પરિવર્તન ના કારણો અને તેના ઉપાય પણ મેળવી શકાય છે.

પ્રસ્તુત સંશોધનમાં કુલ 1350 નિદર્શ લેવામાં આવ્યા હતા. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં અપરિણીત પુરુષ, ગ્રામ્ય વિસ્તારના પરિણીત પુરુષ, શહેરી વિસ્તારના અપરિણીત પુરુષ, શહેરી વિસ્તારના પરિણીત પુરુષો તેમજ ગ્રામ્ય વિસ્તારના અપરિણીત સ્ત્રીઓ, ગ્રામ્ય વિસ્તારની પરિણીત સ્ત્રીઓ, શહેરી વિસ્તારની અપરિણીત સ્ત્રીઓ અને શહેરી વિસ્તારની પરિણીત સ્ત્રીઓ નો સમાવેશ કરવામાં આવ્યો હતો. માહિતી એકત્રિત કરવા માટે લોકો પાસે જઈ તેમને સંશોધન માહિતી આપવામાં આવી હતી. તેમની ઇચ્છા મુજબ તેમની પાસે પ્રશ્નાવલી ભરાવી માહિતી એકત્રિત કરવામાં આવી હતી.

સંશોધનની સમાજમાં ઉપયોગીતા

પ્રસ્તુત સંશોધન એ લોકો માં આધ્યાત્મિકતા અને સાંસ્કૃતિક વલણ અંગે ની જાગૃતિ લાવી શકાય છે. ભારતીય સંસ્કૃતિનુ મુલ્ય સમજાવી શકાય છે. અને ભારત દેશ થઈ ગયેલા મહાત્માઓ જે આધ્યાત્મિક પ્રવૃત્તિઓ અને પ્રયોગો કરી લાંબુ આયુષ્ય, યોગ્ય માનસિક સ્વાસ્થ્ય, યોગ્ય સમાયોજન વગેરે બાબતો પર સારી અસર જણાવે છે.

સંશોધનના તારણો

* સ્ત્રી અને પુરુષ સંદર્ભમાં આધ્યાત્મિકતાનું પ્રમાણ સ્ત્રીઓ કર્તા પુરુષોમાં વધારે જોવા મળ્યું હતું.

* ગ્રામ્ય અને શહેરી વિસ્તારનાં સંદર્ભમાં આધ્યાત્મિકતાનું પ્રમાણ ગ્રામ્ય વિસ્તાર કર્તા શહેરી વિસ્તાર માં વધારે જોવા મળ્યું હતું.

* પરિણીત અને અપરિણીત સંદર્ભમાં લોકો માં આધ્યાત્મિકતા નું પ્રમાણ પરિણીત કર્તા અપરિણીત લોકોમાં વધારે જોવા મળ્યું હતું.

* સ્ત્રી-પુરુષ અને ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં આધ્યાત્મિકતા નું પ્રમાણ સૌથી વધારે શહેરી વિસ્તારની સ્ત્રીઓમાં વધારે જોવા મળ્યું હતુ.

* સ્ત્રી-પુરુષ અને પરિણીત  અપરિણીત માં આધ્યાત્મિકતાનું પ્રમાણ સૌથી વધારે અપરિણીત સ્ત્રીઓમાં વધારે જોવા મળ્યું હતું. ગ્રામ્ય અને શહેરી વિસ્તાર અને પરિણીત  અપરિણીત માં આધ્યાત્મિકતાનું પ્રમાણ સૌથી વધારે શહેરી વિસ્તારની અપરિણીત લોકો માં વધારે જોવા મળ્યું હતું.

* સ્ત્રી-પુરુષ, ગ્રામ્ય – શહેરી વિસ્તાર અને પરિણીત  અપરિણીત માં આધ્યાત્મિકતાનું પ્રમાણ સૌથી વધારે શહેરી વિસ્તારની અપરિણીત સ્ત્રીઓમાં જોવા મળ્યું હતું.

* સ્ત્રી અને પુરુષ સાંસ્કૃતિક વલણનું પ્રમાણ પુરુષો કર્તા સ્ત્રીઓમાં વધારે જોવા મળ્યું હતું. ગ્રામ્ય અને શહેરી વિસ્તાર નાં સંદર્ભમાં સાંસ્કૃતિક વલણનું પ્રમાણ શહેરી વિસ્તાર કર્તા ગ્રામ્ય વિસ્તાર માં વધારે જોવા મળ્યું હતું.

* પરિણીત અને અપરિણીત લોકો માં સાંસ્કૃતિક વલણનું પ્રમાણ

અપરિણીત લોકો કર્તા પરિણીત લોકોમાં વધારે જોવા મળ્યું હતું.

* સ્ત્રી – પુરુષ અને ગ્રામ્ય  શહેરી વિસ્તાર માં સાંસ્કૃતિક વલણનું પ્રમાણ સૌથી વધારે ગ્રામ્ય વિસ્તારની સ્ત્રીઓમાં જોવા મળ્યું હતુ. સ્ત્રી  પુરુષ અને પરિણીત – અપરિણીત માં સાંસ્કૃતિક વલણનું પ્રમાણ સૌથી વધારે પરિણીત સ્ત્રીઓમાં જોવા મળ્યું હતું.

* ગ્રામ્ય – શહેરી વિસ્તાર અને પરિણીત અને અપરિણીત માં સાંસ્કૃતિક વલણનું પ્રમાણ સૌથી વધારે શહેરી વિસ્તારના પરિણીત લોકોમાં જોવા મળ્યો હતુ.

* સ્ત્રી  પુરુષ , ગ્રામ્ય  શહેરી વિસ્તાર અને પરિણીત અને અપરિણીત માં સાંસ્કૃતિક વલણનું પ્રમાણ શહેરી વિસ્તારની પરિણીત સ્ત્રીઓમાં વધું જોવા મળ્યું હતું.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.