ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા
સ્ટ્રકચરલ એન્જિ. સ્વ.રાજદેવ ગોસલિયાના પરિવાર, મિત્રો અને સ્નેહીજનોએ લાગણીસભર સંભારણા વાગોળ્યા
રાજકોટના તેજસ્વી અને યશસ્વી સ્ટ્રકચરલ એન્જિનિયર સ્વ. રાજદેવ ગોસલિયાની ૨૩મી પુણ્યતિથિએ રાજકોટ સ્થિત મહાત્મા ગાંધીની તપોભૂમિ રાષ્ટ્રીયશાળા ખાતે ‘સ્મરણાંજલિ’નું આયોજન કરાયું હતું.
જેમાં ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક અને સ્વ. રાજદેવ ગોસલિયાના ભાઈ પિનાકી નાનકભાઈ મેઘાણી, ઐતિહાસિક સાબરમતી જેલના નિવૃત્ત નાયબ પોલીસ અધિક્ષક પી. બી. સાપરા, આર્કીટેક્ટ કિશોરભાઈ ત્રિવેદી, શેઠ બિલ્ડર્સના ચેરમેન મુકેશભાઈ શેઠ, સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના હિંમતભાઈ ગોડા અને જિતેન્દ્રભાઈ શુક્લ, સહકારી અગ્રણી ધીરૂભાઈ ધાબલીયા, રાષ્ટ્રીયશાળાના નયનભાઈ પંચોળી, લોકગાયક નીલેશભાઈ પંડ્યા, સ્વ. રાજદેવ ગોસલિયાના સ્નેહી મિત્રો અજિતભાઈ નંદાણી, કાંતિભાઈ પરમાર, નિતીનભાઈ ભટ્ટ, જૈન અગ્રણી જતીનભાઈ ઘીયા, ૧૯૮૮-૮૯ની ‘ભારત જોડો’ અરૂણાચલથી ઓખા ૯૦૦૦ કિ.મી.ની ઐતિહાસિક સાયકલ યાત્રાનાં સાયકલ-વીરો રાજેશભાઈ ભાતેલીયા, વંદનાબેન ગોરસિયા એનઆઈડીસી (દિલ્હી)ના નિવૃત્ત ચીફ એન્જિનિયર જગજીવનભાઈ પી. ગોહિલ, નરેન્દ્રભાઈ વાઘેલા, વાલજીભાઈ પિત્રોડા અને પાંચાભાઈ બોળીયા ઉપસ્થિત રહ્યાં હતાં.
જાણીતા પાર્શ્વગાયક તુષાર ત્રિવેદી (પુણે-અમદાવાદ)એ એક સ્વજન તરીકે લાગણીથી પ્રેરાઈને સ્વ. રાજદેવ ગોસલિયાને જૂના ગીતો થકી સ્વરાંજલિ અર્પણ કરી હતી. નયન જોષી, રીના મારવાહ, ડો. મિતાલી મહેતાએ સાથ આપ્યો હતો. કિશોરભાઈ ત્રિવેદી, મુકેશભાઈ શેઠ, અજિતભાઈ નંદાણી, ડો. મિતાલી મહેતા અને પિનાકી મેઘાણીએ સ્વ. રાજદેવભાઈ ગોસલિયા સાથેનાં લાગણીસભર સંભારણાં વાગોળ્યાં હતાં. પી. બી. સાપરા, તુષાર ત્રિવેદી, પિનાકી મેઘાણી અને રૂપાબેન મહેતાનું અભિવાદન પણ કરાયું હતું. સમગ્ર કાર્યક્ર્મનું સંયોજન ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા થયું હતું.