સ્પીકરનો નિર્ણય મધ્યપ્રદેશના રાજકારણની દિશા અને દશા નક્કી કરશે
દાયકાઓથી કોંગ્રેસમાં ઉચ્ચ કક્ષાથી લઇને નીચે સુધી જુથબંધી વ્યાપેલી છે. આ જુથબંધીના કારણે કોંગ્રેસમાં યુવા નેતાઓની સતત અવગણના થતી હોય તાજેતરમાં મઘ્યપ્રદેશના યુવા નેતા જયોતિરાદિત્ય સિંધિયાએ રાજીનામું આપી દીધું હતું. આ રાજીનામાના પગલે કોંગ્રેસની કમલનાથ સરકારના છ મંત્રીઓ સહિત રર ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા હતા. આ ધારાસભ્યોના કારણે સંકટમાં આવી ગયેલી કમલનાથ સરકારનું ભાવિ સ્પીકરના આજના નિર્ણય પર નકકી થનારું છે. રાજયપાલ લાલજી ટંડને કલમનાથ સરકાર લધુમતીમાં હોવાનું જણાવીને આજે વિધાનસભામાં બહુમતિ પુરવાર આદેશ કર્યો છે. જે આજે વિધાનસભાના સ્પીકર એન.પી. પ્રજાપતિએ પોતાના પત્ર ખોલ્યા વગર આ મુદ્દે જેઓ વિધાનસભામાં પોતાનો નિર્ણય આપશે તેમ જણાવ્યું છે. જેથી આજથી શરૂ થનારા મધ્યપ્રદેશ વિધાનસભાના બજેટ સત્રમાં સ્પીકરના નિર્ણયથી એક ‘કમળ’ ખીલશે અને બીજુ ‘કમળ’ મુરજાશે તે નકકી થશે.
મધ્ય પ્રદૃેશમા કમલનાથની સરકાર પર સંકટના વાદૃળ ઘેરાયા છે. મધ્ય પ્રદૃેશના રાજ્યપાલ લાલજી ટંડેને સીએમ કમલનાથને આજે વિધાનસભામાં બહુમત સાબિત કરવાના નિર્દૃેશ આપ્યા છે. આ સાથે તેમણે કહૃાુ કે, એમપીમાં કમલનાથની સરકાર પાસે બહુમત નથી. જેથી સરકારે વિધાનસભા પુરતા ધારાસભ્યોનું સંખ્યાબળ પણ નથી. રાજ્યપાલના આદૃેશ બાદૃ કોંગ્રેસ સુપ્રીમ કોર્ટમાં પણ અરજી કરવાની તૈયારી કરી રહી છે. લાલજી ટંડને સીએમ કમલનાથને પત્ર લખીને જણાવ્યુ હતુ કે, કોંગ્રેસના ૨૨ ધારાસભ્યોએ આપેલા રાજીનામા બાદૃ સરકાર પાસે બહુમતી નથી. વિધાનસભામાં વિભાજનના આધારે વિશ્ર્વાસ મત કરવામાં આવશે. આ સાથે વિધાનસભાની કાર્યવાહીનું રેકોર્ડિંગ પણ કરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે, મધ્ય પ્રદૃેશમાં જ્યોતિરાદિૃત્ય સિંધિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપતા કોંગ્રેસના ૨૨ ધારાસભ્યોએ પણ રાજીનામું આપ્યુ છે. જેથી મધ્ય પ્રદૃેશમાં કોંગ્રેસની સરકાર પર સંકટના વાદૃળ છવાયા છે.
રાજ્યપાલ લાલજી ટંડને નિર્દૃેશ કર્યો છે કે આજે વિધાનસભામાં ફલોર ટેસ્ટ યોજવામાં આવશે. જેથી કોંગ્રેસના જેટલા પણ ધારાસભ્યો જયપુર રિસોર્ટમાં રોકાયા હતા. તેઓ ભોપાલ એરપોર્ટથી રવાના થઈ ચૂક્યા છે. રાજ્યપાલ લાલજી ટંડને મુખ્યમંત્રી કમલનાથ અને વિધાનસભા અધ્યક્ષને ચિઠ્ઠી મોકલીને બહુમતીનું પરિક્ષણ કરવા માટે કહૃાું સાથેજ ચિઠ્ઠીમાં તેમણે એવો ઉલ્લેખ પણ કર્યો. કે સરકાર પોતાની બહુમત ગુમાવી ચુકી છે. રાજ્યપાલે બીજેપીના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી હતી ત્યારે તેમણે લોર ટેસ્ટની માગ કરી હતી. જોકે કોંગ્રેસે તેના તમામ ધારાસભ્યોને પણ ભોપાલમાં રહેવા આદૃેશ આપી દિૃધા છે. જેથી જયપુરમાં રોકાયેલા ધારાસભ્યો પણ ભોપાલ પરત આવી જશે. મધ્ય પ્રદૃેશના રાજ્યપાલે કમલનાથ સરકારને ફલોર ટેસ્ટનું ફરમાન આપતા ભોપાલમાં સીએમ નિવાસ સ્થાને ધારાસભ્યોની બેઠક મળી હતી. કોંગ્રેસના નેતા દિૃગ્વિજયસિંહ અને શોભા ઓઝા સીએમ કમલનાથના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. શોભા ઓઝાએ જણાવ્યુ હતુ કે, એમપીમાં કોંગ્રેસની સરકાર પાસે બહુમત છે અને કોંગ્રેસ બહુમતની પરીક્ષામાંથી પસાર થવા માટે તૈયાર છે. ભાજપે રવિવારે તેના ધારાસભ્યોને સોમવારે થનારા ફલોર ટેસ્ટમાં સામેલ થવા માટે વ્હીપ પણ ઈસ્યુ કરી છે.
બળવાખોર ધારાસભ્યોની સુરક્ષાને લઈ રાજકીય ગરમાવો જોવા મળી રહૃાો છે. બળવાખોર ધારાસભ્યોએ કેન્દ્ર સરકારને સુરક્ષાની માગ કરી છે. કમલનાથથી ધારાસભ્યોને જોખમ હોવાની રજૂઆત કરવામાં આવી છે. હાલ સિંધિયા સમર્થક ૨૨ ધારાસભ્યો છે બેંગલુરુમાં છે. મુખ્યમંત્રી કમલનાથે પણ વડાપ્રધાન મોદૃીને પત્ર લખ્યો હતો અને સાથે જ તેમાં બળવાખોર ધારાસભ્યોની સુરક્ષા માગી હતી.
મધ્યપ્રદૃેશનાં રાજકીય સંકટ પર હરીશ રાવતે કહૃાું છે કે, ’અમે લોર ટેસ્ટ માટે તૈયાર છીએ અને અમને તેમાં વિજય થવાનો વિશ્ર્વાસ છે. અમે નહીં, પણ ભાજપ નર્વસ છે. તે (બળવાખોર) ધારાસભ્યો અમારી સાથે સંપર્કમાં છે. આ સાથે હરીશ રાવતે સવાલ ઉઠાવ્યો કે જો ભાજપને ફલોર ટેસ્ટ જીતવાનો વિશ્ર્વાસ છે તો તે શા માટે પોતાના ધારાસભ્યોને અન્ય શહેરોમાં મોકલી રહૃાું છે. રાજયપાલ લાલજી ટંડનના કમલનાથને આપેલા ફલોર ટેસ્ટના આદેશ અંગે સ્પીકર એન.પી.પ્રજાપતિએ પોતાના પત્ર હજુ સુધી ખોલ્યા નથી તેમને મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હ્તુ કે તેઓ આ મુદે કાયદાકીય સલાહને અનુસરીને તેમને મળેલી સતાનો યોગ્ય ઉપયોગ કરશે. આ અંગે તેઓ આજથી શરૂ થનાર વિધાનસભાના સત્રમાં પોતાનો નિર્ણય રજુ કરશે.
બીજી તરફ કોંગ્રેસના બળવાખોર ૨૨ ધારાસભ્યોમાંથી કમલનાથ સરકારમાં મંત્રી એવા છ ધારાસભ્યોના રાજીનામા સ્પીકરે સ્વીકારી લીધા છે. આ છ મંત્રીઓનાં રાજીનામાની જેમ જ બાકી રહેલા ૧૬ ધારાસભ્યોએ તેમના રાજીનામા સ્વીકારી લેવા સ્પીકરને મેઈલ કર્યા છે. આ ધારાસભ્યોએ રાજયમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ નબળી હોયતેઓ રાજીનામા દેવા રૂ બરૂ આવે તો તેના પર હુમલા થવાની શંકા વ્યકત કરી છે. જોથી મધ્યપ્રદેશના રાજકારણમાં દાયકાઓથી ચાલી રહેલી રાજપરિવારો વિરૂ ધ્ધ પછાતો વચ્ચેની રાજકીય લડાઈમાં યાદવાસ્થળી થશે તે નિશ્ર્ચિત મનાય રહ્યું છે. કોંગ્રેસ પોતાની સરકાર બચાવવા ફલોર ટેસ્ટ થવા દીધા વગર વિધાનસભામાં હલ્લાબોલ કરે તેવી સંભાવના છે. જેથી સ્પીકર એન.પી. પ્રજાપતિ આ ધાંધલ ધમાલનાં પગલે વિધાનસભાને અનિશ્ર્ચિત સમય સુધી સ્થગિત રાખવાનો નિર્ણય જાહેર કરી શકે છે. જેથી કમલનાથને બળવાખોર ધારાસભ્યોને રાજીનામા પાછા ખેંચવા મનાવી શકાય. ઉપરાંત આ મુદે સુપ્રિમ કોર્ટનાં દ્વાર ખટખટાવવા પણ કમલનાથ અને કોંગ્રેસ તૈયારી કરી હોવાનું આધારભૂત સુત્રોએ દાવો કર્યો છે.
- રાજ્યપાલ ટંડને કમલનાથ સરકારને વિધાનસભામાં બહુમતિ સાબિત કરવા આદેશ કર્યો
કોંગ્રસેના ૨૨ ધારાસભ્યોનાં રાજીનામા બાદ મધ્યપ્રદેશની કમલનાથ સરકાર લઘુમતીમાં આવી જવા પામી છે. સ્પીકર પ્રજાપતિએ આ ધારાસભ્યોને રૂબરૂ આવીને રાજીનામા અંગે સ્પષ્ટતા કરવા તાકીદ કરી છે. જયારે બળવાખોર ધારાસભ્યો પોતાની સલામતીના ભયથી ભોપાલ આવવા તૈયાર નથી જેના કારણે વિવાદ લંબાયો છે. દરમ્યાન રાજયપાલ લાલજી ટંડને વિપક્ષ ભાજપની રજૂઆત બાદ મુખ્યમંત્રી કમલનાથને પત્ર લખીને તા.૧૬ સુધીમાં વિધાનસભામાં ફલોર ટેસ્ટ યોજીને પોતાની બહુમતી સાબીત કરવા આદેશ કર્યો છે. રાજયપાલના આ આદેશ બાદ કમલનાથે વિધાનસભામાં શકિત પરીક્ષણ કરવાની તૈયારી દર્શાવી છે. જયારે વિધાનસભાના સ્પીકર એન.પી. પ્રજાપતિએ આ મુદે તેઓ આજથી શરૂ થનારા બજેટ સત્રમાં પોતાનો નિર્ણય જાહેર કરશે તેમ જણાવીને અનિશ્ર્ચિતતા યથાવત રાખી છે.
- કોંગ્રેસના ૧૬ ધારાસભ્યોએ તેમના રાજીનામા સ્વીકારી લેવા સ્પીકરને વિનંતી કરી!
કોંગ્રેસમાં વ્યાપેલી જુથબંધીથી નારાજ થયેલા હજુ છ મંત્રીઓ સહિત રર ધારાસભ્યોએ ધારાસભ્યપદેથી પોતાના રાજીનામા આપ્યા છે. આ રાજીનામાથી વિધાનસભામાં કમલનાથ સરકાર લધુમતિમાં આવી જવા પામી છે. સ્પીકર એન.પી. પ્રજાપતિએ રાજીનામા આપનાર છ મંત્રીઓના રાજીનામા સ્વીકારી લીધા છે પરંતુ ૧૬ ધારાસભ્યોને રાજીનામા આપવા માટે તેમને રૂ બરૂ મળવા આવવાનો આગ્રહ રાખી રહ્યા છે. જેથી, ભોપાલમાં રાજીનામા દેવા રૂબરૂ જાય તો પોતાની સલામતિથી ચિંતિત થયેલા ૧૬ ધારાસભ્યોએ સ્પીકરને પત્ર લખીને છ મંત્રીઓની જેમ તેમના રાજીનામા સ્વીકારી લેવા વિનંતી કરી છે. જેની, આ ૧૬ ધારાસભ્યોની વિનંતીથી મઘ્યપ્રદેશ રાજકારણમાં ચાલી રહેલી અસમંજસથી સ્થિતિ વધુ ડોહળાઇ છે.
- સરકાર બચાવવા કોંગ્રેસ સ્પીકરની સત્તાનો ગેરપયોગ કરે તેવી સંભાવના
૨૨ કોંગ્રેસી ધારાસભ્યોના રાજીનામાના પગલે મધ્યપ્રદેશની કમલનાથ સરકાર લઘુમતીમાં આવી જવા પામી છે. હાલ બેંગ્લુરૂ માં રહેલા ૨૨ ધારાસભ્યોએ પોતાના રાજીનામા સ્પીકરને મોકલી આપ્યા છે. કોંગ્રેસના આ નારાજ ધારાસભ્યોનો સંપર્ક કરવાના પ્રયાસો નિષ્ફળ નિવડયા છે.જેથી સ્પીકર એન.પી. પ્રજાપતિએ સિંધિયાના કટ્ટર સમર્થક છે. મંત્રીઓનાં રાજીનામા સ્વીકારી લીધા છે. જયારે ૧૬ ધારાસભ્યોના રાજીનામા સ્વીકાર્યા નથી. તેમને રૂબરૂ રાજીનામા આપવા આગ્રહ કરી રહ્યા છે રાજયપાલના આદેશના પગલે આજથી શરૂ થનારા વિધાનસભા સત્રમાં ફલોર ટેસ્ટ પહેલા કોંગ્રેસના ધારાસભ્યો ધાંધલ ધમાલ કરીને કાર્યવાહી ખશેરવી નાખે અને સ્પીકર પોતાની સતાની રૂએ વિધાનસભાને અનિશ્ર્ચિત મુદત સુધી મુલત્વી રાખી શકે છે. જેથી કોંગ્રેસને ભોપાલમાં આવેલા રાજીનામા આપનારા ધારાસભ્યોને મનાવવાની વધુ તક મળી ઉપરાંત કોંગ્રેસ આ મુદાને સુપ્રિમ કોર્ટમાં લઈ જઈ ને સરકારને બચાવવાના પ્રયાસો માટેનો સમય મળી રહે તેવી આશંકા રાજકીય પંડિતો વ્યકત કરી રહ્યા છે.